યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાને યાદ રાખવા તમારા કુટુંબને મદદ કરો
યિર્મેયાને જવાબદારી આપવામાં આવી હતી કે, યહુદીઓને આવનાર વિનાશ વિશે ચેતવે. કારણ કે, તેઓ ઈશ્વર યહોવાને ભૂલી ગયા હતા. (યિર્મે ૧૩:૨૫) એ રાષ્ટ્ર કઈ રીતે ઈશ્વર યહોવાથી સાવ દૂર થઈ ગયું હતું? ઇઝરાયેલી કુટુંબોનો યહોવા સાથેનો નાતો તૂટી ગયો હતો. દેખીતું છે કે, કુટુંબના શિરે પુનર્નિયમ ૬:૫-૭માં જણાવેલું યહોવાનું માર્ગદર્શન પાળવાનું છોડી દીધું હતું.
આજે, શ્રદ્ધામાં દૃઢ કુટુંબો મંડળોને મજબૂત બનાવવા મદદ કરે છે. યહોવાને યાદ રાખવા કુટુંબના શિર પોતાના કુટુંબની મદદ કરી શકે છે. કઈ રીતે? અર્થસભર અને નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરીને. (ગી ૨૨:૨૭) ‘આ વચનો તારા દિલમાં ઠસાવી રાખ’—કુટુંબનું ઇન્ટરવ્યૂ વીડિયો જોયા પછી આ સવાલો પૂછો:
અમુક કુટુંબોએ કઈ રીતે કુટુંબ તરીકેની ભક્તિમાં આવતી અડચણોને સફળતાથી આંબી છે?
અર્થસભર અને નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરવાથી કયા આશીર્વાદો મળે છે?
કુટુંબ તરીકેની ભક્તિમાં કઈ બાબતો અડચણરૂપ બને છે? એને આંબવા હું કયાં પગલાં ભરીશ?