યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ
આપણું રાજ્યગૃહ કોઈ સામાન્ય ઇમારત નથી; એ તો યહોવાને અર્પણ કરેલી ભક્તિની જગ્યા છે. રાજ્યગૃહની સંભાળ રાખવામાં આપણે બધા કઈ રીતે મદદ કરી શકીએ? આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ વીડિયો બતાવો અને પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
૧. રાજ્યગૃહથી કયા હેતુ પાર પડે છે?
૨. શા માટે રાજ્યગૃહને સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ?
૩. રાજ્યગૃહના સમારકામની દેખરેખ કોણ રાખે છે?
૪. સલામતી શા માટે ખૂબ મહત્ત્વની છે અને વીડિયોમાં તમે સલામતીને લગતા કયા દાખલા જોયા?
૫. પ્રદાનોથી આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ?