યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખવા શું કરી શકીએ?
આપણું પ્રાર્થનાઘર (રાજ્યગૃહ) કોઈ સામાન્ય ઇમારત નથી; ત્યાં તો યહોવાની ભક્તિ થાય છે. પ્રાર્થનાઘરની સંભાળ રાખવામાં આપણે બધા કઈ રીતે મદદ કરી શકીએ?
આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોના જવાબ આપો:
- પ્રાર્થનાઘરનું મહત્ત્વ શું છે? 
- શા માટે પ્રાર્થનાઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ? 
- પ્રાર્થનાઘરના સમારકામમાં ભાગ લેવાથી તમને કયા ફાયદા થયા છે? 
- સલામતી શા માટે ખૂબ મહત્ત્વની છે અને તમે વીડિયોમાં સલામતીને લગતા કયા દાખલા જોયા? 
- પ્રદાનોથી આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ? 
ભક્તિસ્થળની સંભાળ રાખવા હું આ રીતે મદદ કરીશ: