યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાની સેવામાં લાગુ રહેવા તેઓને તાલીમ આપો
નવા પ્રકાશકોને પ્રચારમાં નિયમિત જવાની શરૂઆતથી જ તાલીમ આપવી જોઈએ. અનુભવ બતાવે છે કે એમ કરવાથી તેઓ ઉત્સાહી અને અસરકારક પ્રચારકો બને છે. (નીતિ ૨૨:૬; ફિલિ ૩:૧૬) ચાલો, એ માટેના અમુક સૂચનો જોઈએ:
તમારો વિદ્યાર્થી પ્રકાશક બને કે તરત જ તેને તાલીમ આપવાનું શરૂ કરી દો. (km ૮/૧૫ ૧) તેઓને સમજાવો કે દર અઠવાડિયે પ્રચારમાં જવું ઘણું મહત્ત્વનું છે. (ફિલિ ૧:૧૦) પ્રચાર વિસ્તાર વિશે સારી બાબતો જણાવો. (ફિલિ ૪:૮) ગ્રૂપ નિરીક્ષક અને બીજા પ્રકાશકો સાથે કામ કરવા તેને ઉત્તેજન આપો, જેથી તેઓના અનુભવથી વિદ્યાર્થી શીખી શકે.—નીતિ ૧:૫; km ૧૦/૧૨ ૬ ¶૩
વિદ્યાર્થીના બાપ્તિસ્મા પછી પણ તેને ઉત્તેજન અને પ્રચાર માટે તાલીમ આપતા રહો, ખાસ કરીને ઈશ્વરનો પ્રેમ પુસ્તક પૂરું ન થયું હોય ત્યારે.—km ૧૨/૧૩ ૭
નવા પ્રકાશક સાથે પ્રચારમાં કામ કરો ત્યારે, તમારી રજૂઆત સાદી રાખો. તેની રજૂઆત સાંભળ્યા પછી તેના વખાણ કરો. અસરકારક બનવા તેને સૂચનો આપો.—km ૫/૧૦ ૭