વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ઑક્ટોબર પાન ૩
  • તમે કઈ રીતે બાઇબલના ખંતીલા વિદ્યાર્થી બની શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે કઈ રીતે બાઇબલના ખંતીલા વિદ્યાર્થી બની શકો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • યહોવાહના વચનોને ધ્યાન આપો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઊંડો અભ્યાસ કરો, જાગતા રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું તમે યહોવાની સેવામાં લાગુ રહો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • દાનીયેલના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ઑક્ટોબર પાન ૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

તમે કઈ રીતે બાઇબલના ખંતીલા વિદ્યાર્થી બની શકો?

કસોટી આવે ત્યારે શું તમે દાનીયેલની જેમ વફાદાર રહેવા માંગો છો? દાનીયેલે શાસ્ત્રનો ખંતથી અભ્યાસ કર્યો હતો. એમાં ભવિષ્યવાણીનો પણ સમાવેશ થાય છે. (દા ૯:૨) બાઇબલનો ખંતથી અભ્યાસ કરવાથી તમને વફાદાર રહેવા મદદ મળી શકે. કારણ કે, એનાથી તમારો ભરોસો મજબૂત થશે કે યહોવાનાં વચનો સાચાં પડે છે. (યહો ૨૩:૧૪) ઈશ્વર માટેનો પ્રેમ પણ ગાઢ બનશે, જે તમને ખરું કરવા પ્રેરશે. (ગી ૯૭:૧૦) પણ ક્યાંથી શરૂઆત કરવી? અહીં આપેલાં સૂચનો પર વિચાર કરો:

દાનીયેલ શાસ્ત્રનો અભ્યાસ કરે છે
  • શાનો અભ્યાસ કરવો જોઈએ? અભ્યાસની સારી ટેવમાં સભાની તૈયારી કરવાનો પણ સમાવેશ થાય છે. અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી ફાયદો મેળવવા એવા મુદ્દા પર સમય કાઢીને સંશોધન કરો, જે તમને સમજાયા ન હોય. ઉપરાંત, બાઇબલની ભવિષ્યવાણીઓ, પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો, પ્રેરિત પાઊલની મિશનરી મુસાફરીઓ અથવા યહોવાએ સૃજેલી સૃષ્ટિ વિશે વધુ શીખી શકો. ઘણાં ભાઈ-બહેનો એવું જ કરે છે. જો તમને બાઇબલમાંથી કોઈ સવાલ થાય, તો એને લખી લો અને હવે પછીના વ્યક્તિગત અભ્યાસમાં એ વિશે સંશોધન કરો.

  • માહિતી ક્યાંથી મળશે? અમુક વિકલ્પો માટે આ વીડિયો જુઓ: બાઇબલમાંથી રત્નો શોધવા મદદરૂપ સાધનો. તમારી આવડતની પરખ કરવા દાનીયેલના સાતમાં અધ્યાયમાં બતાવેલા મોટાં જાનવરો કઈ જગત સત્તાને રજૂ કરે છે, એના પર સંશોધન કરો.

  • અભ્યાસ માટે કેટલો સમય ફાળવવો જોઈએ? નિયમિત અભ્યાસ કરવાથી યહોવા સાથેની દોસ્તી દૃઢ થાય છે. અભ્યાસ કરવો અઘરો લાગતો હોય તો, શરૂઆતમાં અભ્યાસનો ગાળો ટૂંકો રાખો. પછી, ધીરે ધીરે એ વધારો. બાઇબલમાંથી અભ્યાસ કરવો તો છુપાયેલા ખજાનાને શોધવા જેવું છે. બાઇબલમાંથી રત્નો મળતા જશે તેમ, તમને વધુ ઊંડે ખોદવાનું મન થશે. (નીતિ ૨:૩-૬) આમ, બાઇબલ માટે તમારો પ્રેમ વધશે અને નિયમિત અભ્યાસ કરવો તમારા જીવનનો ભાગ બની જશે.—૧પી ૨:૨.

    અભ્યાસમાંથી કઈ રીતે આનંદ ઉઠાવી શકો એનાં અમુક સૂચનો માટે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૨, સજાગ બનો! પાન ૧૨-૧૪ જુઓ.

દાનીયેલના ૭મા અધ્યાયમાં બતાવેલાં મોટાં જાનવરો કોને રજૂ કરે છે?

  • એક જાનવર સિંહના જેવું હતું અને એને ગરુડના જેવી પાંખો હતી

    દા ૭:૪

  • બીજું જાનવર રીંછના જેવું હતું અને એના મોંમા ત્રણ પાંસળીઓ હતી

    દા ૭:૫

  • બીજું એક જાનવર ચિત્તાના જેવું હતું અને એની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી

    દા ૭:૬

  • એક ભયંકર જાનવર જેના લોઢાના મોટો દાંત અને દસ શિંગડાં હતા

    દા ૭:૭

વધારાનો સવાલ:

કઈ રીતે દાનીયેલ ૭:૮, ૨૪ પૂરી થઈ?

એક નાનું શિંગડું જેની આંખો અને મુખ હતા, એ દસ શિંગડાં મધ્યે ફૂટી નીકળ્યું જેના લીધે પહેલાના ત્રણ શિંગડાં ઉખડી ગયા

હવે પછીના અભ્યાસ માટેનો વિષય:

પ્રકટીકરણ ૧૩મા અધ્યાયમાં બતાવેલાં મોટાં જાનવરો કોને રજૂ કરે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો