બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૭-૮
ઈસુએ પોતાના પિતાને મહિમા આપ્યો
ઈસુએ શબ્દો અને કાર્યોથી હંમેશાં પોતાના પિતા યહોવાને મહિમા આપ્યો. તેમનો સંદેશો ઈશ્વર તરફથી હતો. તે ચાહતા હતા કે લોકો એ જાણે. એટલે તે કાયમ શાસ્ત્રનો ઉપયોગ કરીને લોકોને શીખવતા અને વારંવાર એનો ઉલ્લેખ કરતા. લોકો તેમની વાહ-વાહ કરતા ત્યારે તે લોકોનું ધ્યાન યહોવા તરફ વાળીને બધો મહિમા યહોવાને આપતા. તેમનો મુખ્ય હેતુ યહોવાએ આપેલી સોંપણી પૂરી કરવાનો હતો.—યોહ ૧૭:૪.
આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ . . .
બાઇબલ અભ્યાસમાં અથવા સભાઓમાં શીખવતી વખતે?
બીજાઓ આપણી પ્રશંસા કરે ત્યારે?
સમયનો ઉપયોગ શામાં કરવો એનો નિર્ણય લેતી વખતે?