બાઇબલમાં રહેલો ખજાનો
બીજાઓ આપણા વખાણ કરે ત્યારે નમ્ર રહીએ
અમુક વાર લોકો આપણા વખાણ કરે છે કે આપણા વિશે સારું કહે છે. જો એ દિલથી અને સારા ઇરાદાથી કરવામાં આવે તો આપણને ઉત્તેજન મળે છે. (નીતિ ૧૫:૨૩; ૩૧:૧૦, ૨૮) પણ ધ્યાન રાખીએ કે પોતાના વખાણ સાંભળીને આપણે ઘમંડી ન બની જઈએ અને પોતે કંઈક છે એવું વિચારવા ન લાગીએ.
ઈસુની જેમ વફાદારી જાળવી રાખીએ—વખાણ થાય ત્યારે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
બીજાઓ કઈ બાબતો માટે આપણા વખાણ કરી શકે?
ભાઈઓએ કઈ રીતે સર્ગીભાઈના વખાણ કર્યા?
ભાઈઓએ જે રીતે વખાણ કર્યા એ કેમ યોગ્ય ન હતું?
સર્ગીભાઈએ જે રીતે નમ્રતા બતાવી એમાંથી તમે શું શીખી શકો?