યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાનું શિક્ષણ મેળવવા પાછળ લાગુ રહીએ
કેમ મહત્ત્વનું: યહોવા આપણા મહાન શિક્ષક છે અને સૌથી ઉત્તમ શિક્ષણ આપે છે. તે શીખવે છે કે સારું જીવન જીવવા આપણે શું કરવું જોઈએ. આવનાર સુંદર ભાવિ માટે પણ આપણને તૈયાર કરે છે. એ પણ બધું મફત! (યશા ૧૧:૬-૯; ૩૦:૨૦, ૨૧; પ્રક ૨૨:૧૭) યહોવાનું શિક્ષણ આપણને એ રીતે પણ તૈયાર કરે છે, જેથી બીજાઓને જીવન બચાવતો સંદેશો જણાવી શકીએ.—૨કો ૩:૫.
કઈ રીતે કરી શકીએ:
નમ્રતા કેળવીએ.—ગી ૨૫:૮, ૯
હાલમાં જે તાલીમ મળે છે એનો પૂરો લાભ લઈએ. જેમ કે, અઠવાડિયાની સભામાં મળતી વિદ્યાર્થી સોંપણી
યહોવાની ભક્તિમાં વધારે કરવા ધ્યેયો બાંધીએ.—ફિલિ ૩:૧૩
વધારે તાલીમ માટે યોગ્ય બનવા ભોગ આપીએ.—ફિલિ ૩:૮
યહોવાનું શિક્ષણ, ખુશીઓથી ભરી દે જીવન વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
અમુક ભાઈ-બહેનોએ રાજ્ય પ્રચારકોની શાળામાં જવા કેવા નડતરોનો સામનો કર્યો?
રાજ્ય પ્રચારકોની શાળામાં કેવી તાલીમ મળે છે?
મંડળનાં ભાઈ-બહેનોએ તાલીમ પામેલા વિદ્યાર્થીઓને નવી સોંપણીમાં કેવી મદદ પૂરી પાડી?
રાજ્ય પ્રચારકોની શાળામાં જવા કેવી યોગ્યતા હોવી જોઈએ? (kr-E ૧૮૯)
યહોવાના સંગઠનમાં તમે બીજી કઈ તાલીમ લેવા મહેનત કરશો?
યહોવાના શિક્ષણ પાછળ લાગુ રહેવાથી તમને કયા આશીર્વાદો મળશે?