વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ડિસેમ્બર પાન ૭
  • શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • પાયોનિયરો માટે કઈ શાળાઓ છે?
    યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે?
  • યહોવાનું શિક્ષણ મેળવવા પાછળ લાગુ રહીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વધારે સેવા કરવાની રીતો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ડિસેમ્બર પાન ૭
રાજ્ય પ્રચારકો માટેની શાળામાં ઘણા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહો છો?

શું તમારી ઉંમર ૨૩થી ૬૫ની વચ્ચે છે? શું તમે પૂરા સમયના સેવક છો? શું તમે તંદુરસ્ત છો? શું તમે વધુ જરૂર છે એવા વિસ્તારમાં સેવા કરી શકો? જો એ સવાલોના જવાબ હા હોય, તો શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળા માટેનું ફૉમ ભરી શકો? અત્યાર સુધી હજારો પતિ-પત્નીઓએ અને કુંવારાં ભાઈ-બહેનોએ એમાં ભાગ લીધો છે. પણ આપણને કુંવારા ભાઈઓની વધુ જરૂર છે, એટલે ચાહીએ છીએ કે તેઓ એ ફૉમ ભરે. યહોવાને પ્રાર્થના કરો કે તેમની મરજી પૂરી કરવા અને તેમના દીકરાને પગલે ચાલવા તમારા મનમાં ઇચ્છા જગાડે. (ગી ૪૦:૮; માથ ૨૦:૨૮; હિબ્રૂ ૧૦:૭) પછી વિચારો કે કઈ બાબતને લીધે તમે પાછા પડો છો અને એને દૂર કરવા શું કરી શકો.

એ શાળામાં ભાગ લીધા પછી ભાઈ-બહેનો માટે તકના કયા દરવાજા ખુલી જાય છે? અમુક ભાઈ-બહેનોને એવી જગ્યાએ સોંપણી મળે છે જ્યાં બીજી ભાષા બોલાતી હોય. કેટલાકને મોટા શહેરમાં જાહેરમાં ખુશખબર ફેલાવવાની ખાસ ગોઠવણમાં ભાગ લેવાનો મોકો મળે છે. બીજા અમુક થોડા સમય માટેના સરકીટ નિરીક્ષક, ફિલ્ડ મિશનરી કે સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે. યહોવાના સંગઠનમાં ઘણું કામ છે. તમે પણ યશાયાની જેમ કહી શકો: ‘હું આ રહ્યો, મને મોકલો.’—યશા ૬:૮.

ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:

  • ‘ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો’ વીડિયોનું એક દૃશ્ય. ફિલ્ડ મિશનરી યુગલ રસ્તે ચાલતા ખુશખબર જણાવી રહ્યું છે.

    ફિલ્ડ મિશનરીઓને કઈ રીતે પસંદ કરવામાં આવે છે?

  • ‘ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો’ વીડિયોનું એક દૃશ્ય. ફિલ્ડ મિશનરી અને એક બહેન એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે.

    ફિલ્ડ મિશનરીઓ કયું સારું કામ કરી રહ્યા છે?

  • ‘ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો’ વીડિયોનું એક દૃશ્ય. સાઈન-લેંગ્વેજના વિસ્તારમાં એક ફિલ્ડ મિશનરી ભાઈ બીજા ભાઈને ખાસ સેવાનું મહત્ત્વ જણાવી રહ્યા છે.

    મિશનરી સેવામાં કેવા આશીર્વાદો મળે છે?

શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળા વિશે વધુ જાણવા માંગો છો? jw.org પર લાઇબ્રેરી > વીડિયો > અમારી પ્રવૃત્તિઓ > શાળા અને તાલીમ વિભાગ પર જાઓ અને યહોવાનું શિક્ષણ ખુશીઓથી ભરી દે જીવન વીડિયો જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો