બાઇબલમાં રહેલો ખજાનો | ફિલિપીઓ ૧-૪
“કંઈ ચિંતા ન કરો”
પ્રાર્થના કરવાથી ચિંતા હળવી થાય છે
પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરીશું તો, યહોવા આપણને એવી શાંતિ આપશે જે “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે”
ભલે આપણી મુશ્કેલીઓનો કોઈ ઉકેલ ન દેખાય, પણ એ સહેવા યહોવા મદદ કરશે. કદાચ આપણે ધાર્યું પણ નહિ હોય એ રીતે તે મદદ કરશે.—૧કો ૧૦:૧૩