બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૪-૫
‘તું બોલીશ ત્યારે હું તારી સાથે હોઈશ’
યહોવાની મદદથી મુસા પોતાના ડર પર જીત મેળવી શક્યા. યહોવાએ મુસાને જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
આપણે પોતાની નબળાઈઓ વિશે વિચારતા ન રહેવું જોઈએ
આપણે ખાતરી રાખીએ કે યહોવા આપણને પોતાની જવાબદારી પૂરી કરવા બનતું બધું પૂરું પાડશે
ઈશ્વર પર શ્રદ્ધા રાખીશું તો માણસોનો ડર નહિ લાગે
મુશ્કેલીઓ છતાં ખુશખબર ફેલાવવા મને યહોવાએ કઈ રીતે મદદ કરી છે?