યહોવાના સેવકો તરીકે આપણું જીવન
તેઓ પાસેથી તમને શું શીખવા મળે છે?
શું તમે હાલમાં જ વડીલ કે સહાયક સેવક બન્યા છો? બની શકે કે બીજા વડીલો અને સહાયક સેવકો પાસે તમારા જેટલું ભણતર, ક્ષમતા કે આવડત ન હોય. તોપણ તમે એવા ભાઈઓ પાસેથી ઘણું શીખી શકો છો. બીજા એવા ભાઈઓ પાસેથી પણ ઘણું શીખી શકો, જેઓ વધતી ઉંમર, બીમારી કે કુટુંબની જવાબદારીઓને લીધે હવે વડીલ તરીકે સેવા આપતા નથી.
અનુભવી ભાઈઓને માન આપો વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
૧. રીચર્ડભાઈ કઈ રીતે બેલોભાઈને માન આપે છે?
૨. બૅનભાઈ કેવી ભૂલ કરે છે અને શા માટે?
૩. એલીશાના દાખલા પરથી બૅનભાઈને શું શીખવા મળ્યું?
૪. તમે ભાઈ હોય કે બહેન, અનુભવી ભાઈ-બહેનોને કઈ રીતે માન બતાવી શકો? તમે તેઓ પાસેથી શું શીખી શકો?