યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દુકાળના વર્ષમાં તમે શું કરશો?
યહોવા પર ભરોસો અને શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. યહોવામાં મજબૂત શ્રદ્ધા હશે તો, ભરોસો વધશે કે તે કોઈ પણ સંજોગોમાં આપણું રક્ષણ કરશે; આપણી સંભાળ રાખશે. (ગી ૨૩:૧, ૪; ૭૮:૨૨) દુનિયાનો અંત નજીક આવતો જાય છે. એમાં કોઈ શંકા નથી કે આપણા પર શેતાનના હુમલાઓ પણ વધશે. (પ્રક ૧૨:૧૨) એ માટે તૈયાર થવા આપણને ક્યાંથી મદદ મળશે?
દુકાળના વર્ષમાં તમે શું કરશો? વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
૧. આપણે કઈ રીતે યિર્મેયા ૧૭:૮માં જણાવેલા “વૃક્ષ” જેવા છીએ?
૨. “ગરમી” જેવી એક કસોટી જણાવો.
૩. “વૃક્ષ” પર કેવી અસર થાય છે અને શા માટે?
૪. શેતાન શાનો નાશ કરવા ચાહે છે?
૫. આપણે કઈ રીતે વિમાનમાં વારંવાર મુસાફરી કરનાર જેવા છીએ?
૬. આપણને શા માટે વિશ્વાસુ અને સમજુ ચાકર પર હંમેશાં ભરોસો હોવો જોઈએ? કઈ રીતે આપણા ભરોસાની કસોટી થશે?
૭. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી કદાચ લોકો આપણી મજાક ઉડાવે. તોપણ આપણે કેમ એ સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ?