બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૩-૧૪
‘ઊભા રહો ને યહોવા તમારો કેવો બચાવ કરે છે એ જુઓ’
યહોવા પોતાના દરેક સેવકની કાળજી રાખે છે. ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર લાવતી વખતે તેમણે કઈ રીતે તેઓની સંભાળ રાખી?
- તેમણે ઇઝરાયેલીઓને ટુકડીઓમાં વહેંચી દીધા. —નિર્ગ ૧૩:૧૮ 
- તેમણે તેઓને માર્ગદર્શન અને રક્ષણ પૂરું પાડ્યું. —નિર્ગ ૧૪:૧૯, ૨૦ 
- તેમણે નાના-મોટા દરેકને ગુલામીમાંથી છોડાવ્યા. —નિર્ગ ૧૪:૨૯, ૩૦ 
મહાન વિપત્તિ વિશે તમે કેવો ભરોસો રાખી શકો?—યશા ૩૦:૧૫