બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૭-૧૮
નમ્ર વ્યક્તિઓ બીજાઓને શીખવે છે અને જવાબદારી સોંપે છે
અનુભવી ભાઈઓ યુવાન ભાઈઓને શીખવે છે અને જવાબદારી સોંપે છે ત્યારે તેઓ નમ્રતા, પ્રેમ અને સમજદારી બતાવે છે. તેઓ કઈ રીતે એમ કરે છે?
તેઓ એવા ભાઈને પસંદ કરે છે જે જવાબદારી ઉપાડી શકે
તેઓ કામ સોંપે ત્યારે સાફ જણાવે છે કે એ પૂરું કરવા તેમણે શું કરવું પડશે
તેઓ કામ પૂરું કરવા પૈસા, સાધન અને જરૂરી મદદ પૂરી પાડે છે
તેઓ જવાબદારી સોંપ્યા પછી જુએ છે કે તે કેવું કરે છે અને ખાતરી કરાવે છે કે તેમના પર તેઓને ભરોસો છે
પોતાને પૂછો: ‘હું બીજાઓને કઈ જવાબદારીઓ સોંપી શકું?’