વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 સપ્ટેમ્બર પાન ૩-૧૬
  • દુઃખ જશે, સુખ આવશે સાહિત્યનો સેવાકાર્યમાં ઉપયોગ કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દુઃખ જશે, સુખ આવશે સાહિત્યનો સેવાકાર્યમાં ઉપયોગ કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકમાંથી કઈ રીતે શીખવશો?
    પ્રેમથી શીખવીએ
  • વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 સપ્ટેમ્બર પાન ૩-૧૬
એક યુગલ બસ સ્ટોપ પર “દુઃખ જશે, સુખ આવશે” ચોપડીમાંથી એક માણસ સાથે વાત કરે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

દુઃખ જશે, સુખ આવશે સાહિત્યનો સેવાકાર્યમાં ઉપયોગ કરીએ

બાઇબલ અભ્યાસ ચલાવવા નવું સાહિત્ય મેળવીને આપણે કેટલા ખુશ છીએ! આની મદદથી ઘણા લોકો શિષ્યો બને એવી યહોવાને પ્રાર્થના કરીએ. (માથ ૨૮:૧૮-૨૦; ૧કો ૩:૬-૯) આ નવું સાહિત્ય કઈ રીતે વાપરીશું?

આ સાહિત્યને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થી સાથે સારી રીતે ચર્ચા કરી શકાય. એમાંથી તૈયારી કરતી વખતે અને બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આ મુદ્દા ધ્યાનમાં રાખો.a

  • પાઠ વાંચો અને સવાલો પર ચર્ચા કરો

  • જે કલમો વાંચવા જણાવી હોય એ વાંચો, વિદ્યાર્થીને એ કલમો સમજવા અને જીવનમાં લાગુ પાડવા મદદ કરો

  • વીડિયો બતાવો અને આપેલા સવાલો પર ચર્ચા કરો

  • અભ્યાસ ચલાવો ત્યારે, એક જ વારમાં આખો પાઠ પૂરો કરવાનો પ્રયત્ન કરો

કોઈને સેવાકાર્યમાં મળો તો પહેલા તેને દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો. તેને રસ છે કે નહિ એ પારખવાનો પ્રયત્ન કરો. (“પહેલી મુલાકાતમાં દુઃખ જશે, સુખ આવશે ચોપડી કઈ રીતે આપવી” એ બૉક્સ જુઓ.) જો આ ચોપડીમાંથી અભ્યાસ પૂરો થઈ જાય અને વિદ્યાર્થીને શીખવાની ધગશ હોય, તો તેને પુસ્તક આપો અને ચોથા પાઠથી અભ્યાસ શરૂ કરો. જો વિદ્યાર્થી સાથે બીજા કોઈ સાહિત્યમાંથી અભ્યાસ ચાલતો હોય, તો એ બંધ કરીને આ નવા સાહિત્યમાંથી અભ્યાસ શરૂ કરો. તમે નક્કી કરી શકો કે કયા પાઠથી અભ્યાસ ચાલુ રાખશો.

એ જ યુગલ “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકમાંથી એ માણસના ઘરે તેમનો બાઇબલ અભ્યાસ ચલાવે છે.

ચાલો, ઈશ્વર પાસેથી શીખીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • નવા પુસ્તકમાંથી વિદ્યાર્થીને શું શીખવા મળશે?

  • નવા વિદ્યાર્થીઓને આ વીડિયો કેમ બતાવવો જોઈએ?

  • તમે કઈ રીતે વિદ્યાર્થીને પગલાં ભરવાં મદદ કરી શકો?—પાન ૧૬ પર આ બૉક્સ જુઓ: “દરેક ભાગમાં કઈ માહિતી હશે?”

a નોંધ: “વધારે માહિતી” ભાગની ચર્ચા કરવી કે નહિ એ તમે વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે નક્કી કરી શકો. પણ તમે તૈયારી કરતી વખતે ઉતાવળ ન કરો, બધી જ માહિતી ધ્યાનથી વાંચો અને દરેક વીડિયો જુઓ. એનાથી તમને ખ્યાલ આવશે કે વિદ્યાર્થીને કયો મુદ્દો વધારે અસર કરશે. ફોન અને ટેબ્લેટમાં વધારે માહિતી અને વીડિયો માટે લિંક આપી છે.

દરેક ભાગમાં કઈ માહિતી હશે?

 

પાઠ

આ ભાગમાં શું શીખીશું:

આટલું કરો

૧

૧-૧૨

તમે ઈશ્વરને કઈ રીતે ઓળખી શકો? તેમનો સંદેશો કઈ રીતે જીવનમાં ખુશી લાવી શકે?

વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે બાઇબલ વાંચે, પાઠની સારી તૈયારી કરે અને સભાઓમાં આવે

૨

૧૩-૩૩

ઈશ્વરે આપણને કઈ રીતે પ્રેમ બતાવ્યો? આપણે કઈ રીતે ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ?

વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે જે શીખે છે એ બીજાઓને જણાવે અને પ્રકાશક બને

૩

૩૪-૪૭

આપણે કઈ રીતે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ?

વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે પોતાનું જીવન યહોવાને સોંપે અને બાપ્તિસ્મા લે

૪

૪૮-૬૦

તમે કઈ રીતે ઈશ્વરને વફાદાર રહી શકો?

વિદ્યાર્થીને મદદ કરો કે તે ખરું-ખોટું પારખી શકે અને યહોવાની ભક્તિમાં લાગુ રહે

પહેલી મુલાકાતમાં દુઃખ જશે, સુખ આવશે ચોપડી કઈ રીતે આપવી

પત્રિકાઓની જેમ આના છેલ્લા પાને સરસ સવાલ આપ્યો છે. આ રીતે આપી શકો:

  • સવાલ પૂછો અને આપેલા ત્રણ જવાબમાંથી પસંદ કરવાનું જણાવો

  • જવાબ માટે ગીતશાસ્ત્ર ૩૭:૨૯ વાંચો

  • “ત્યારે આપણું જીવન કેવું હશે?” ભાગમાં આપેલા મુદ્દાઓની ચર્ચા કરો. વ્યક્તિ પાસે સમય હોય તો કલમો વાંચો અને ચિત્રો પર ચર્ચા કરો

  • પૂછો, ‘શું એવું સાચે જ થશે?’ પછી પાઠ ૦૧ પર ચર્ચા શરૂ કરો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો