વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૭
  • સારવારને લગતી મુશ્કેલીઓ માટે હમણાંથી તૈયારી કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સારવારને લગતી મુશ્કેલીઓ માટે હમણાંથી તૈયારી કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું તમે કાર્ડ ભર્યું છે?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • લોહી વગરની અલગ અલગ સારવાર વિષે તમે જાણો છો?
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • ઇમર્જન્સીમાં કેવી સારવાર લેશો એ શું તમે નક્કી કર્યું છે?
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • લોહી વિશે ઈશ્વરના વિચારો જાણો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સારવારને લગતી મુશ્કેલીઓ માટે હમણાંથી તૈયારી કરો

એ કેમ જરૂરી છે? તબિયતને લગતી મોટી મોટી મુશ્કેલીઓ અચાનક ઊભી થઈ શકે છે. કદાચ હૉસ્પિટલમાં દાખલ પણ થવું પડે. એવા સંજોગો ઊભા થાય એ પહેલાંથી સંગઠનની ગોઠવણનો પૂરેપૂરો ફાયદો મેળવો. આમ જરૂર પડ્યે તમે સૌથી સારી સારવાર મેળવી શકશો. પહેલેથી તૈયારી કરીને બતાવી આપીશું કે આપણે જીવનને કીમતી ગણીએ છીએ અને લોહી વિશે યહોવાના નિયમો દરેક સંજોગોમાં પાળવા માંગીએ છીએ.—પ્રેકા ૧૫:૨૮, ૨૯.

તમે શું કરી શકો?

  • પ્રાર્થના કરો અને ધ્યાનથી એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ એટલે કે ‘નો બ્લડ’ કાર્ડ (ડી.પી.એ.) ભરો.a બાપ્તિસ્મા પામેલા પ્રકાશકો સાહિત્ય વિભાગના ભાઈ પાસેથી એ કાર્ડ લઈ શકે. પોતાનાં નાનાં બાળકો માટે તેઓ આઇડેન્ટીટી કાર્ડ (આઈ.સી.) લઈ શકે

  • ગર્ભવતી બહેનો મંડળના વડીલો પાસેથી ઇન્ફર્મેશન ફોર એક્સપેક્ટન્ટ મધર્સ (S-401) લઈ શકે. એમાં ખાસ તેઓ માટે માહિતી છે. ગર્ભાવસ્થા કે બાળકના જન્મ વખતે કોઈ મુશ્કેલી ઊભી થાય તો એ માહિતી સારવારને લગતા યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે

  • જો તમને એવી સારવારની જરૂર પડે, જેમાં કદાચ લોહીને લગતી મુશ્કેલી ઊભી થાય અથવા દાખલ થવું પડે, તો વડીલોને પહેલેથી જાણ કરો. યહોવાના સાક્ષીઓના કોઈ પ્રતિનિધિ તમને મળી શકે એ માટે હૉસ્પિટલમાં પહેલેથી જણાવી રાખો

વડીલો કઈ રીતે મદદ કરી શકે? તેઓ તમને ડી.પી.એ. કાર્ડ ભરવા મદદ કરી શકે. પણ સારવારને લગતી કોઈ બાબતમાં વડીલો તમારા વતી નિર્ણય નહિ લે. જે બાબતોમાં વ્યક્તિએ જાતે નિર્ણય લેવાનો છે, એમાં પણ વડીલો પોતાના વિચારો કે પસંદગી નહિ જણાવે. (રોમ ૧૪:૧૨; ગલા ૬:૫) જ્યારે તમે વડીલોને જણાવશો કે સારવારમાં લોહીને લગતી મુશ્કેલી ઊભી થઈ શકે છે, ત્યારે તેઓ તરત હૉસ્પિટલ સંપર્ક સમિતિને (એચ.એલ.સી.) જણાવશે.

એચ.એલ.સી.ના ભાઈઓ કઈ રીતે મદદ કરી શકે? એ ભાઈઓને ડૉક્ટરો, તેમજ હૉસ્પિટલ અને કાયદા-કાનૂન સાથે જોડાયેલા લોકો સાથે વાત કરવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. એ ભાઈઓ સારી રીતે સમજાવી શકે છે કે આપણે શું માનીએ છીએ અને કેમ લોહી નથી લેતા. તેઓ ડૉક્ટરો સાથે એવી સારવાર વિશે ચર્ચા કરી શકે, જેમાં લોહી લેવાની જરૂર ઊભી ન થાય. તેઓ તમને એવા ડૉક્ટર શોધવા પણ મદદ કરી શકે, જે લોહી વગર સારવાર કરવા તૈયાર હોય.

સારવારમાં લોહી—નિર્ણય કઈ રીતે લેવો? વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

  • લોહીને લગતી કોઈ મુશ્કેલી ઊભી થાય એ માટે પહેલેથી તૈયાર રહેવા આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?

a સારવારમાં લોહીની વાત આવે ત્યારે યોગ્ય નિર્ણય લેવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૩૯ તમને મદદ કરશે.

શું તમે તૈયાર છો?

સારવારમાં લોહીને લગતી કોઈ મુશ્કેલી ઊભી થાય એ પહેલાં

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો