શું તમે કાર્ડ ભર્યું છે?
એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ બાપ્તિસ્મા પામેલા દરેક ભાઈ-બહેનને આપવામાં આવે છે. ‘કાલે શું થશે એની આપણને ખબર નથી,’ તેથી એ ખૂબ જ જરૂરી છે કે આપણે અને આપણા બાળકો માટે પહેલેથી નક્કી કરીએ કે ઇમર્જન્સીમાં આપણે કેવી સારવાર લઈશું. અને એ સારવારની રીતને લેખિતમાં રાખીએ. (યાકૂ. ૪:૧૪; પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) આ કાર્ડ દર વર્ષે નવું ભરવું જોઈએ. બાપ્તિસ્મા નહિ પામેલા બાળકો માટે આઇડેન્ટીટી કાડ્ર્સ પૂરેપૂરા ભરીને રાખવા જોઈએ.
શું તમે પહેલેથી વિચાર કર્યો છે કે તમે અથવા તમારાં બાળકો લોહી વગર ઇલાજ કરવા કઈ રીત પસંદ કરશો? એના આધારે શું એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ ભર્યું છે? આ વિષે વધારે માહિતી માટે જૂન ૧૫, ૨૦૦૪ના ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ. નવેમ્બર ૨૦૦૬ની આપણી રાજ્ય સેવામાં આપેલા ઇન્સર્ટ, “લોહીના અંશો એટલે શું? મારા જ લોહીથી મારી સારવાર કરવા વિષે મને કેવું લાગશે” એ પણ જુઓ. તમે જે નિર્ણય લો, એની પૂરેપૂરી માહિતી તમારા એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડમાં ભરો. એ વિષેની માહિતી યહોવાહના સાક્ષી ન હોય એવા તમારાં કુટુંબના સભ્યોને પણ જણાવો.
એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ ધ્યાનથી ઘરે ભરી શકો, પણ એમાં સહી કરશો નહિ. મિટિંગમાં બે સાક્ષીઓની હાજરીમાં સહી કરીને એ દિવસની તારીખ લખવી જોઈએ. કાર્ડ ભરવામાં મદદ જોઈતી હોય તો ગ્રૂપ ઓવરસીયર અથવા બીજા કોઈ વડીલને પૂછી શકાય. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે “સ્ટેટમેન્ટ ઑફ વિટનેસીસ” (સાક્ષીઓનું નિવેદન) માં આપેલી માહિતી પ્રમાણે જ કાર્ડમાં સહી કરવી જોઈએ. ગ્રૂપ ઓવરસીયરે પોતાના ગ્રૂપમાં કોઈએ એ કાર્ડ ભર્યું ન હોય અને મદદની જરૂર હોય તો ભરવા મદદ કરવી જોઈએ.
જે ભાઈ-બહેનોને અંગ્રેજી આવડતું હોય તેઓએ એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ (dpa-E In 11/04) કાર્ડ ભરવું જોઈએ. જેઓને અંગ્રેજી આવડતું ન હોય તેઓ માટે થોડુંક ફેરફાર કરેલું ડિરેક્ટીવ (dpa-1-E In 11/04) કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં એક વધારાનો પોઈન્ટ આપવામાં આવ્યો છે, જે ૮ નંબરનો છે. આ પોઈન્ટમાં એ વ્યક્તિનું નામ લખવું જોઈએ જે કાર્ડની માહિતીને વાંચીને અંગ્રેજી નહિ જાણતી વ્યક્તિને એની ભાષામાં સમજાવે છે. પ્રકાશકે ડીરેક્ટીવ કાર્ડની ઓરીજીનલ કૉપી સાથે રાખવી જોઈએ, ઝેરોક્સ નહિ.
[પાન ૩ પર બોક્સ]
• શું તમે પહેલેથી નક્કી કર્યું છે કે તમે અથવા તમારાં બાળકો લોહી વગરની કઈ સારવારની રીત પસંદ કરશો?
• ઇમર્જન્સીમાં કામ આવે એ માટે શું તમે પૂરેપૂરું ભરેલું એડવાન્સ હેલ્થ કેર ડિરેક્ટીવ કાર્ડ હંમેશાં સાથે રાખો છો?