વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૭
  • યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • મદદની જરૂર હોય ત્યારે ‘વડીલોને બોલાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ભાઈઓ—શું તમે વડીલ બનવાનો ધ્યેય રાખ્યો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો

ઘણા લોકો અધિકારીઓ પર ભરોસો કરતા નથી. એનું કારણ આપણે સમજી શકીએ છીએ. ઘણા લોકોએ પોતાના ફાયદા માટે અધિકારનો ખોટો ઉપયોગ કર્યો છે. (મીખ ૭:૩) પણ આપણે કેટલા ખુશ છીએ કે આપણા મંડળના વડીલો એવા નથી. તેઓને શીખવવામાં આવ્યું છે કે પોતાના અધિકારનો ઉપયોગ ભાઈ-બહેનોના ભલા માટે કરે.—એસ્તે ૧૦:૩; માથ ૨૦:૨૫, ૨૬.

દુનિયાના અધિકારીઓ કરતાં વડીલો એકદમ અલગ છે. યહોવા અને ભાઈ-બહેનો માટેના પ્રેમને લીધે વડીલો દેખરેખ રાખવાની જવાબદારી સારી રીતે નિભાવે છે. (યોહ ૨૧:૧૬; ૧પિ ૫:૧-૩) તેઓ ઈસુના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે. વડીલો દરેક પ્રકાશકને અહેસાસ કરાવે છે કે તેઓ યહોવાના મોટા કુટુંબનો ભાગ છે. ભાઈ-બહેનોનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે એ માટે વડીલો તેઓને મદદ કરે છે. યહોવાના લોકોને બાઇબલમાંથી ઉત્તેજન આપવા વડીલો હંમેશાં તૈયાર હોય છે. અચાનક તબિયતને લગતી સમસ્યા ઊભી થાય, કે પછી કુદરતી આફત આવે ત્યારે, તેઓ ભાઈ-બહેનોને મદદ કરે છે. જો તમને કોઈ મદદની જરૂર હોય તો અચકાયા વગર તમારા મંડળના કોઈ વડીલ સાથે વાત કરો.—યાકૂ ૫:૧૪.

“વડીલો ભાઈ-બહેનોની સંભાળ રાખે છે” વીડિયોનું એક દૃશ્ય. એક વડીલ એલીઆસને ખુશીથી મળીને ભેટી રહ્યા છે.

વડીલો ભાઈ-બહેનોની સંભાળ રાખે છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • વડીલોની મદદથી મરિઆનાને કેવો ફાયદો થયો?

  • વડીલોની મદદથી એલીઆસને કેવો ફાયદો થયો?

  • આ વીડિયો જોયા પછી તમને વડીલોનાં કામ વિશે કેવું લાગે છે?

વડીલોને સામે ચાલીને જણાવો . . .

  • સરનામું અને ફોન નંબર બદલાય ત્યારે

  • મુશ્કેલીમાં હો ત્યારે

  • લાંબા સમય માટે બીજી જગ્યાએ જવાના હો ત્યારે

  • મોટી બીમારી થાય અથવા હૉસ્પિટલમાં દાખલ થવું પડે ત્યારે

  • ગંભીર પાપ થઈ જાય ત્યારે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો