વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૧ પાન ૧૪-૧૫
  • પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • સરખી માહિતી
  • પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • તમારી અરજો ઈશ્વરને જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૧ પાન ૧૪-૧૫

પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?

પામેલાબહેનને કેન્સર હતું. તેમણે ડોક્ટર પાસે સારવાર કરાવી. ભગવાનને પણ પ્રાર્થના કરી કે આ બીમારી સામે લડવા મદદ કરે. શું પ્રાર્થના કરવાથી તેમને કોઈ મદદ મળી?

તે કહે છે: ‘સારવાર દરમિયાન કેટલીક વાર મને ગભરામણ અને બેચેની થતી. પણ પછી હું યહોવાને પ્રાર્થના કરતી અને મારું મન શાંત થઈ જતું. મને આજે પણ ખૂબ દુખાવો થાય છે. પ્રાર્થના કરવાથી મને મદદ મળે છે. મારું મન દુઃખ પરથી હટાવીને સારી બાબતો પર લગાવી શકું છું. આજે મને કોઈ પૂછે કે, “તમારી તબિયત કેવી છે?” તો કહું છું, “તબિયત તો સારી નથી પણ યહોવાની મદદથી હું ખુશ છું.”’

એવું નથી કે આપણે બીમાર હોઈએ કે જીવ જોખમમાં હોય ત્યારે જ પ્રાર્થના કરીએ. આપણા પર નાની-મોટી મુશ્કેલીઓ આવે ત્યારે પણ પ્રાર્થના કરવી જોઈએ.

પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યું છે કે, ‘તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને સંભાળશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.’ (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે! ભલે દુઃખોનો દરિયો હોય, પણ એ પાર કરવામાં યહોવા મદદ કરશે.—“પ્રાર્થનાથી મળતી મદદ” બૉક્સ જુઓ.

પ્રાર્થનાથી મળતી મદદ

મનની શાંતિ

અગાઉ જે બિઝનેસમૅને પોતાની જોબ ગુમાવી હતી, તે મુસકરાતો મુસકરાતો અને આરામથી ચાલતો જાય છે.

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: ‘તમારી અરજો ઈશ્વરને જણાવો; અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’ (ફિલિપીઓ ૪:૬, ૭) ઈશ્વરને તમારી ચિંતાઓ જણાવો. તે તમારું મન હળવું કરવા અને અઘરા સંજોગોમાં સારા નિર્ણયો લેવા મદદ કરશે.

ઈશ્વર તરફથી મળતું ડહાપણ

એક સ્ત્રી અગાઉ પુસ્તકમાંથી પ્રાર્થના વાંચતી હતી, હવે તે ઘરે પવિત્ર શાસ્ત્ર વાંચે છે.

પવિત્ર શાસ્ત્ર જણાવે છે: “તમારામાંથી કોઈનામાં ડહાપણની કમી હોય તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું અને તેને એ આપવામાં આવશે, કારણ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને જે કોઈ માંગે છે તેને ઠપકો આપતા નથી.” (યાકૂબ ૧:૫) આપણે ચિંતામાં હોઈએ ત્યારે, યોગ્ય નિર્ણયો લેવા મુશ્કેલ બની જાય છે. એવા સમયે સમજશક્તિ મેળવવા ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ. તે આપણને શાસ્ત્રની એવી વાતો યાદ અપાવશે, જેનાથી યોગ્ય નિર્ણયો લઈ શકીશું.

હિંમત અને દિલાસો

એક યુગલ અગાઉ હૉસ્પિટલમાં હતું. હવે તેઓ પાર્કમાં ચાલી રહ્યા છે. પત્નીને લાકડીની મદદથી ધીમે ધીમે ચાલવામાં પતિ મદદ કરે છે.

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: ‘જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.’ (ફિલિપીઓ ૪:૧૩) યહોવા ખૂબ જ શક્તિશાળી છે. તે આપણને ગજબની તાકાત આપી શકે છે, જેથી હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. (યશાયા ૪૦:૨૯) આપણા પર કોઈ કસોટી આવે ત્યારે, તે આપણને દિલાસો આપે છે. પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે યહોવા ‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે. તે બધી કસોટીઓમાં દિલાસો આપે છે.’—૨ કોરીંથીઓ ૧:૩, ૪.

પ્રાર્થના કરવાનું છોડશો નહિ

યહોવા પ્રાર્થના કરવા કોઈને દબાણ કરતા નથી. તે ચાહે છે કે આપણે તેમને રાજીખુશીથી પ્રાર્થના કરીએ. (યર્મિયા ૨૯:૧૧, ૧૨) શું તમને કદી એવું લાગ્યું છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી નથી? જો એમ હોય તો હિંમત ન હારો. ચાલો, બાળકોનો દાખલો લઈએ. ઘણી વાર બાળકોને કંઈક જોઈતું હોય તો, તેઓ એ મેળવવા જીદ કરતા હોય છે. તેઓ ચાહતા હોય છે કે તેઓને એ વસ્તુ તરત જ મળી જાય. પણ બની શકે કે મમ્મી-પપ્પા કંઈક બીજું જ વિચારતા હોય અથવા એનાથી વધારે સારું આપવા માંગતા હોય. પણ એક વાત ચોક્કસ છે કે મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓનું ભલું ચાહે છે.

આપણે બધાં જ યહોવાનાં બાળકો છીએ. તે આપણને ખૂબ જ પ્રેમ કરે છે અને આપણું ભલું ચાહે છે. જો આપણે પવિત્ર શાસ્ત્રની સલાહ પ્રમાણે પ્રાર્થના કરીશું, તો તે ચોક્કસ આપણી પ્રાર્થનાનો જવાબ આપશે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૫; માથ્થી ૭:૭-૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો