પ્રસ્તાવના
શું તમે યુદ્ધ અને લડાઈ વગરની દુનિયામાં રહેવા માંગો છો? મોટા ભાગના લોકોને એ સાંભળીને સારું તો લાગે છે, પણ તેઓને લાગે છે કે એવું ક્યારેય બની જ ન શકે. બાઇબલમાં જણાવ્યું છે કે માણસો યુદ્ધોનો અંત કેમ નથી લાવી શકતા. એમાં એ પણ જણાવ્યું છે કે તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે આખી દુનિયામાં શાંતિ શક્ય છે અને જલદી જ એવું બનશે.
આ મૅગેઝિનમાં “યુદ્ધ” અને “લડાઈઓ” એવી લડાઈઓને રજૂ કરે છે, જેમાં રાજકીય સમૂહો અથવા દેશો એકબીજા સાથે લડવા હથિયારો અથવા સેનાનો ઉપયોગ કરે છે. આ મૅગેઝિનમાં લોકોએ જણાવેલા અનુભવોમાં અમુક નામ બદલ્યા છે.