બાઇબલના શબ્દો
‘ઈશ્વર પાસેથી મળેલી ભેટનો’ ઉપયોગ કરો
ભાઈ-બહેનો સાથે સમય વિતાવીએ છીએ ત્યારે આપણને બધાને ઘણું ઉત્તેજન મળે છે. પણ સાથે સમય વિતાવવો જ પૂરતું નથી. એકબીજાની શ્રદ્ધા વધારવા આપણે જે કંઈ કરીએ છીએ, એને બાઇબલમાં ‘ઈશ્વર પાસેથી મળેલી ભેટ’ કહેવામાં આવી છે. (રોમ. ૧:૧૧, ૧૨, ફૂટનોટ) તમે કઈ રીતે એ ભેટનો પૂરો ઉપયોગ કરી શકો?
પોતાના શબ્દોથી એકબીજાને ઉત્તેજન આપો. સભાઓમાં જવાબ આપતી વખતે પોતાના વિચારો પર કે પોતાના જીવન પર વધારે પડતું ધ્યાન ન ખેંચો. એના બદલે, યહોવા અને તેમના વફાદાર ભક્તો પાસેથી તેમજ બાઇબલમાંથી તમે જે શીખ્યા એના પર ધ્યાન દોરો. ભાઈ-બહેનો સાથે વાત કરો ત્યારે તેઓની શ્રદ્ધા વધે એવો વિષય પસંદ કરો.
પોતાનાં નિર્ણયો અને કામોથી એકબીજાને ઉત્તેજન આપો. દાખલા તરીકે, તમે અઘરા સંજોગો છતાં પૂરા સમયની સેવા કરી રહ્યા છો. અથવા પુષ્કળ કામ કે ખરાબ તબિયત હોવા છતાં તમે અઠવાડિયા દરમિયાન થતી સભામાં આવો છો. એ જોઈને ભાઈ-બહેનોને ઘણું ઉત્તેજન મળી શકે છે.
શું તમે પોતાનાં શબ્દો અને કામોથી ભાઈ-બહેનોને ઉત્તેજન આપો છો? ભાઈ-બહેનો તમને ઉત્તેજન આપવા જે કહે છે અને કરે છે, શું એના પર તમે ધ્યાન આપો છો?