શું યહોવાના સાક્ષીઓમાં સ્ત્રીઓ બાઇબલમાંથી શીખવી શકે?
હા. યહોવાના દરેક સાક્ષી પ્રચાર કરે છે, જેમાં લાખો સ્ત્રીઓ પણ છે. બાઇબલમાં જણાવ્યું હતું કે “ખુશખબર કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું” હશે.—ગીતશાસ્ત્ર ૬૮:૧૧.
મંડળમાં શીખવવાની જવાબદારી ભાઈઓની છે. પણ એનો અર્થ એ નથી કે સ્ત્રીઓ કોઈને શીખવી ના શકે. બાઇબલમાં કેટલીક સ્ત્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે, તેઓના દાખલાને આજે યહોવાના સાક્ષી બહેનો અનુસરે છે. (નીતિવચનો ૩૧:૧૦-૩૧) તેઓ ઘરે ઘરે જઈને લોકોને બાઇબલમાંથી શીખવે છે. ઉપરાંત, પોતાનાં બાળકોને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનું શીખવે છે. (નીતિવચનો ૧:૮) એક ઈશ્વરભક્ત સ્ત્રીનાં વાણી-વર્તન બીજાઓને સારું કરવા ઉત્તેજન આપી શકે.—તિતસ ૨:૩-૫.