-
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૧૬, ૧૭. અદોમનું શું થશે અને કેટલા સમય સુધી તેની એ જ હાલત રહેશે?
૧૬ યશાયાહ અદોમના આવી રહેલા વિનાશ વિષે, ભાખવાનું ચાલુ રાખતા જણાવે છે કે અદોમના મનુષ્યો કરતાં, જંગલી પ્રાણીઓની વસ્તી વધી જશે: “તે સર્વકાળ ઉજ્જડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ. તે બગલા તથા શાહુડીનું વતન થશે; ઘુવડ તથા કાગડા તેમાં વસશે; અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે. વળી રાજ્ય પ્રગટ કરવાને માટે તેનો કોઈ અમીર ત્યાં હશે નહિ; અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે. તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે. જંગલી જનાવરો વરુઓને મળશે, ને રાની બકરો પોતાના સાથીને પોકારશે; નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે, ને પોતાને સારૂ વિશ્રામસ્થાન પ્રાપ્ત કરશે. ઊડણ સાપ ત્યાં દર કરશે, ઈંડાં મૂકશે.”—યશાયાહ ૩૪:૧૦ ખ-૧૫.a
૧૭ હા, અદોમ ખાલી થઈ જશે. એ ફક્ત જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને સાપોથી ભરેલો ઉજ્જડ દેશ બની જશે. દસમી કલમ કહે છે તેમ, અદોમનો “સર્વકાળ” માટે અંત આવી જશે. એનું કોઈ વંશજ બાકી રહેશે નહિ.—ઓબાદ્યાહ ૧૮.
-
-
યહોવાહ પોતાનો ક્રોધ દેશો પર રેડે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
a માલાખીના સમય સુધીમાં, આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. (માલાખી ૧:૩) માલાખી કહે છે કે અદોમીઓ આશા રાખતા હતા કે એ ઉજ્જડ દેશમાં ફરીથી તેઓ વસશે. (માલાખી ૧:૪) જો કે યહોવાહની ઇચ્છા એ ન હતી. તેથી, પછીથી બીજી પ્રજા નબાટીયનોએ અદોમનો દેશ લઈ લીધો.
-