સવાલ-જવાબ
▪ પ્રગતિ કરતા બાઇબલ વિદ્યાર્થી સાથે ક્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ?
તેઓ સાથે પવિત્ર બાઇબલ શું શીખવે છે? અને ‘ઈશ્વરના પ્રેમની છાયામાં રહો’ (અંગ્રેજી) પુસ્તક પૂરા થાય ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. પણ જો વિદ્યાર્થી આ પુસ્તકો પૂરા કર્યા પહેલાં બાપ્તિસ્મા લે તો શું? બાપ્તિસ્મા પછી પણ આ પુસ્તકો પૂરા થાય ત્યાં સુધી અભ્યાસ કરી શકો. એ સમય તમે પ્રચારના અહેવાલમાં ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ લખી શકો. જો કોઈ પ્રકાશક પણ અભ્યાસમાં આવે અને એમાં ભાગ લે, તો તે પણ એ સમય ગણી શકે.
નવા ભાઈ-બહેનો સાથે અભ્યાસ કરવાનું બંધ કરીએ એ પહેલાં તેઓનો સત્યમાં વિશ્વાસ મજબૂત થાય એ ઘણું અગત્યનું છે. તેઓએ સત્યમાં ‘મૂળ ઊંડા’ કરવાની અને “વિશ્વાસમાં દૃઢ” થવાની જરૂર છે, જેથી સતાવણી આવે ત્યારે હિંમતથી સામનો કરી શકે. (કોલો. ૨:૬, ૭; ૨ તીમો. ૩:૧૨; ૧ પીત. ૫:૮, ૯) એ ઉપરાંત, બીજાને શીખવવા તેમની પાસે “સત્યનું સંપૂર્ણ જ્ઞાન” હોવું જરૂરી છે. (૧ તીમો. ૨:૪) બાઇબલ વિદ્યાર્થી સાથે આ બંને પુસ્તકનો અભ્યાસ કરવાથી “જે માર્ગ જીવનમાં પહોંચાડે છે” એના પર ચાલવા તેમને મદદ કરીએ છીએ.—માથ. ૭:૧૪.
વિદ્યાર્થી બાપ્તિસ્મા માટે તૈયાર છે કે નહિ એ પારખતી વખતે વડીલોએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ: વિદ્યાર્થી બાઇબલનું શિક્ષણ બરાબર સમજે છે અને એ પ્રમાણે જીવે છે. બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ પૂરો ન થયો હોય તો એવા કિસ્સામાં વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો વડીલોને લાગે કે વ્યક્તિ બાપ્તિસ્મા માટે તૈયાર નથી તો શું કરવું જોઈએ? વડીલોએ તેને મદદ કરવી જોઈએ જેથી આવતા દિવસોમાં તે બાપ્તિસ્મા લઈ શકે.—ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાસ વીલ પુસ્તક, પાન ૨૧૭-૨૧૮ જુઓ.
[પાન ૨ પર ચિત્રનું મથાળું]
નવા ભાઈ-બહેનો સત્યમાં મજબૂત થાય એ ખૂબ મહત્ત્વનું છે