શું તમારા બાળકો તૈયાર છે?
૧. શાળામાં જનાર બાળકોને શેના માટે તૈયાર રહેવાની જરૂર છે?
૧ ફરીથી શાળા શરૂ થવાનો સમય આવી ગયો છે. તમારા બાળક સામે શાળામાં નવી મુશ્કેલીઓ અને દબાણો ચોક્કસ આવશે. તેઓ પાસે નવી તકો આવશે જેનાથી તેઓ ‘સત્ય વિષે સાક્ષી’ આપી શકશે. (યોહા. ૧૮:૩૭) શું તેઓ તૈયાર છે?
૨. બાળકોએ કેવી બાબતો માટે તૈયાર રહેવું જોઈએ?
૨ શું તમારું બાળક જાણે છે કે, ધાર્મિક તહેવારો અને દેશ-ભક્તિની બાબતો કઈ છે અને કેમ એમાં ભાગ ન લેવો જોઈએ? શું તેઓ જાણે છે કે તેઓને ઉચ્ચ શિક્ષણ લેવાનું, ડેટિંગ કરવાનું, દારૂ કે નશીલા પદાર્થો લેવાનું દબાણ કરવામાં આવશે? આ બાબતો વિષે શું તેઓ ફક્ત એવું જણાવે છે કે મારો ધર્મ એમ કરવાની ના પાડે છે? કે પછી, તેઓ પોતાની માન્યતા બીજાઓને સમજાવી શકે છે?—૧ પીત. ૩:૧૫.
૩. બાળકોને તૈયાર કરવા માબાપ કઈ રીતે કુટુંબ તરીકે ભક્તિની સાંજનો ફાયદો ઉઠાવી શકે?
૩ કુટુંબ તરીકે ભક્તિની સાંજનો ફાયદો ઉઠાવો: જેમ જેમ મુશ્કેલીઓ આવશે તેમ ચોક્કસ તમે એના વિષે વાત કરશો. પણ શાળામાં આવતી મુશ્કેલીઓ વિષે શાળા ચાલુ થાય એ પહેલાં જ વાત કરશો તો, તમારા બાળકની હિંમત વધશે. કદાચ અમુક અઠવાડિયા સુધી કુટુંબ તરીકે ભક્તિની સાંજે તમે એ વિષે વાત કરી શકો. તમારા બાળકને પૂછો કે શાળામાં પાછા જતી વખતે શેના વિષે તેને સૌથી વધારે ચિંતા છે? પાછલા વર્ષોમાં જે મુશ્કેલીઓ આવી હતી એના વિષે તમે ચર્ચા કરી હશે. પણ હવે તેઓની ઉંમર અને સમજણ વધી હોવાથી કદાચ ફરીથી એ વિષે વાત કરી શકો. (ગીત. ૧૧૯:૯૫) તમે શિક્ષક, શાળાના કાઉન્સેલર કે સાથી વિદ્યાર્થી બનીને તેની સાથે પ્રૅક્ટિસ કરી શકો. તમારા બાળકોને શીખવો કે બાઇબલમાંથી જવાબ કેવી રીતે આપવો. એક માબાપ પોતાના બાળકો સાથે દર વર્ષે શાળા શરૂ થતાં પહેલાં પ્રૅક્ટિસ કરે છે કે પોતે યહોવાના સાક્ષી છે એવું કઈ રીતે નવા શિક્ષકને જણાવવું.
૪. માબાપો શું કરશે?
૪ આજે આપણે દુષ્ટ દુનિયાના ‘સંકટના વખતમાં’ જીવી રહ્યા છીએ. એ કારણથી આપણા યુવાનો પર આવતી મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે. (૨ તીમો. ૩:૧) શાણા માબાપ પહેલેથી વિચારશે કે કેવી મુશ્કેલીઓ આવશે જેથી બાળકોને મદદ આપી શકે. (નીતિ. ૨૨:૩) શાળા શરૂ થાય એ પહેલાં તમારા બાળકોને તૈયાર કરવા બનતું બધું જ કરો.