યહોવાના સેવકો તરીકેનું જીવન
ઘરમાલિકના આંગણે સારાં વાણી-વર્તન રાખો
ઈશ્વરભક્તો ‘દુનિયાની નજરમાં તમાશારૂપ બન્યા છે.’ (૧કો ૪:૯) તેથી, અમુક ઘરમાલિકો બારીમાંથી કે બારણા પાછળથી આપણને સાંભળતા હોય તો એમાં નવાઈ ન લાગવી જોઈએ. અમુક ઘરોમાં સુરક્ષા માટે કેમેરા અને માઇક લગાવેલા હોય છે, જેથી તેઓ આપણને જોઈ શકે, સાંભળી શકે અને અવાજ રેકોર્ડ કરી શકે. ઘરમાલિકના આંગણે સારાં વાણી-વર્તન રાખવાની અમુક રીતો અહીં આપેલી છે.—૨કો ૬:૩.
તમારું વર્તન (ફિલિ ૧:૨૭):
ઘરમાલિકના અંગત જીવનને માન આપવા ઘરમાં ડોકિયા કરશો નહિ. દરવાજે ઊભા હો ત્યારે ખાશો-પીશો નહિ, ફોન કે મૅસેજ કરશો નહિ
તમારી વાણી (એફે ૪:૨૯):
દરવાજે ઊભા હો ત્યારે એવું કંઈ ન બોલો, જે સાંભળીને ઘરમાલિકને ખોટું લાગે. અમુક પ્રકાશકો કદાચ ચૂપ રહેવાનું પસંદ કરે, જેથી ઘરમાલિક સાથે શું વાત કરશે એ પર વિચાર કરી શકે