૫
ઈસુને પગલે ચાલું
૧. સાગરથી પણ ઊંડો
છે પ્રેમ યહોવાનો
મળ્યો છે મને સુખનો કિનારો
શ્વાસ રાહતનો દીધો
લઈને ઊંચકી લીધો
ઈસુએ મારા, આ પાપનો ભારો
૨. ઈસુની જેમ કરું
ઈશ્વરને દુઆ હું
યહોવાનું નામ પ્હોંચે શિખરે
ધરતી પર રાજ આવે
સૌ બોલ સાચા પડે
આજની રોટલીનો ટુકડો મને દે
૩. ખૂશબૂ યહોવાની
ઈસુએ ફેલાવી
માયુસ દિલોમાં, ઉમંગ જગાડી
રોપું લોકનાં દિલમાં
સંદેશ સાચા સુખનો
ખીલશે ધીરજનાં, ને પ્યારનાં ફૂલો
(માથ. ૬:૯-૧૧; યોહા. ૩:૧૬; ૬:૩૧-૫૧; એફે. ૫:૨ પણ જુઓ.)