યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ચિંતા ન કરો
પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું હતું: “તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો.” (માથ ૬:૨૫) શેતાનની દુનિયામાં આપણા જેવા અપૂર્ણ માણસોને ક્યારેક ચિંતા થાય, એ સ્વભાવિક છે. પણ ઈસુ તેમના શિષ્યોને વધુ પડતી ચિંતા ટાળવાનું શીખવી રહ્યા હતા. (ગી ૧૩:૨) શા માટે? કારણ કે વધુ પડતી ચિંતા, પછી ભલે એ રોજબરોજની જરૂરિયાતો માટે કેમ ન હોય, એ આપણું ધ્યાન ભટકાવી શકે છે અને ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખવું અઘરું બનાવી શકે છે. (માથ ૬:૩૩) ઈસુએ એ પછી જે કહ્યું એ આપણને વધુ પડતી ચિંતા ટાળવા મદદ કરશે.
- માથ ૬:૨૬—પક્ષીઓ પાસેથી આપણે શું શીખી શકીએ? (w૧૬.૦૭ ૯-૧૦ ¶૧૧-૧૩) 
- માથ ૬:૨૭—વધારે પડતી ચિંતા કઈ રીતે સમય અને શક્તિનો બગાડ છે? (w૦૫ ૧૧/૧ ૨૨ ¶૫) 
- માથ ૬:૨૮-૩૦—ખેતરનાં ફૂલઝાડ પાસેથી આપણે શું શીખી શકીએ? (w૧૬.૦૭ ૧૦-૧૧ ¶૧૫-૧૬) 
- માથ ૬:૩૧, ૩૨—આપણે કઈ રીતે દુનિયાના લોકોથી અલગ છીએ? (w૧૬.૦૭ ૧૧ ¶૧૭) 
હું કઈ ચિંતાઓને મનમાંથી કાઢવા માંગું છું?