સપ્ટેમ્બર—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
સપ્ટેમ્બર ૩-૯
બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૧-૨
“ઈસુનો પહેલો ચમત્કાર”
(યોહાન ૨:૧-૩) ગાલીલના કાના ગામમાં ત્રીજા દિવસે લગ્નની મિજબાની હતી અને ઈસુની મા ત્યાં હતી. ૨ ઈસુ અને તેમના શિષ્યોને પણ લગ્નની મિજબાનીમાં બોલાવવામાં આવ્યા હતા. ૩ દ્રાક્ષદારૂ ખૂટી ગયો ત્યારે, ઈસુની માએ તેમને કહ્યું: “તેઓ પાસે દ્રાક્ષદારૂ નથી.”
ખ્રિસ્ત તો ઈશ્વરનું સામર્થ્ય છે
ઈસુએ પહેલો ચમત્કાર કાના ગામમાં એક લગ્નમાં કર્યો હતો. એ લગ્નમાં દ્રાક્ષદારૂ ખૂટી પડ્યો હતો, જેનું કારણ આપણે જાણતા નથી. બની શકે કે ધાર્યા કરતાં વધારે મહેમાનો આવ્યા હોય. કારણ ગમે તે હોય પણ એના લીધે વર અને કન્યાને શરમમાં મુકાઈ જવાનો વારો આવ્યો હોત. કેમ કે, આમંત્રિત મહેમાનોનું ધ્યાન રાખવાની ફરજ તેઓની હતી. એ મહેમાનોમાં ઈસુની માતા પણ હતાં. તેમણે ઈસુની મદદ માંગી. શા માટે? મરિયમે ઈસુ વિશેની ભવિષ્યવાણીઓ પર જરૂર મનન કર્યું હશે. તેમને જાણ હતી કે ઈસુ “પરાત્પરનો દીકરો” છે. એટલે કદાચ તેમને લાગ્યું હશે કે ઈસુ પાસે ચમત્કાર કરવાની શક્તિ છે. (લુક ૧:૩૦-૩૨; ૨:૫૨) જોઈ શકાય કે, એ યુગલને મરિયમ અને ઈસુ મદદ કરવા માંગતાં હતાં. તેથી, ઈસુએ ચમત્કાર કરીને આશરે ૩૮૦ લિટર પાણીને ‘સારા દ્રાક્ષદારૂʼમાં બદલી દીધું. (યોહાન ૨:૩, ૬-૧૧ વાંચો.) શું ઈસુએ એ ચમત્કાર કરવો જ પડે એમ હતું? ના. તેમને લોકોની ચિંતા હતી માટે તેમણે એ ચમત્કાર કર્યો હતો. તેમજ, તે પોતાના પિતા યહોવાને અનુસરી રહ્યા હતા, જે ઉદાર દિલના છે.
(યોહાન ૨:૪-૧૧) પરંતુ, ઈસુએ તેને કહ્યું: “એમાં હું શું કરું? હજુ મારો સમય આવ્યો નથી.” ૫ ઈસુની માએ ચાકરોને કહ્યું: “તે જે કંઈ કહે એ કરજો.” ૬ હવે, શુદ્ધ થવા માટેના યહુદી નિયમો પ્રમાણે, ત્યાં પાણી ભરવાની પથ્થરની છ કોઠીઓ હતી. એ દરેકમાં આશરે ૪૪થી ૬૬ લિટર પાણી ભરી શકાતું. ૭ ઈસુએ તેઓને કહ્યું: “કોઠીઓ પાણીથી ભરી દો.” એટલે, તેઓએ કોઠીઓ છલોછલ ભરી દીધી. ૮ પછી, તેમણે તેઓને કહ્યું: “હવે એમાંથી થોડું કાઢીને મિજબાનીના કારભારી પાસે લઈ જાઓ.” એટલે, તેઓ એ લઈ ગયા. ૯ મિજબાનીના કારભારીએ પાણી ચાખ્યું, જે હવે દ્રાક્ષદારૂ બની ગયું હતું. તેને ખબર ન હતી કે એ ક્યાંથી આવ્યું હતું (પણ પાણી કાઢી લાવનારા ચાકરો એ જાણતા હતા); મિજબાનીના કારભારીએ વરરાજાને બોલાવ્યો ૧૦ અને તેને કહ્યું: “બીજા લોકો સારો દ્રાક્ષદારૂ પહેલા આપે છે અને લોકો પીધેલા થાય પછી હલકા પ્રકારનો દ્રાક્ષદારૂ આપે છે. તેં તો એકદમ સારો દ્રાક્ષદારૂ હમણાં સુધી રાખી મૂક્યો છે.” ૧૧ આ રીતે ઈસુએ પોતાના ચમત્કારોની શરૂઆત ગાલીલના કાના ગામમાં કરી અને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમનામાં શ્રદ્ધા મૂકી.
ઈસુ પહેલો ચમત્કાર કરે છે
ઈસુએ કરેલો આ પહેલો ચમત્કાર હતો. તેમના નવા શિષ્યોએ એ ચમત્કાર જોયો ત્યારે, ઈસુમાં તેઓની શ્રદ્ધા હજુ વધી. પછી, ઈસુ, તેમનાં મા અને ભાઈઓ ગાલીલ સરોવરના ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલા કાપરનાહુમ શહેર જવા નીકળ્યા.
કીમતી રત્નો શોધીએ
(યોહાન ૧:૧) સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવી એ પહેલાં, શરૂઆતમાં શબ્દ હતો અને શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ ઈશ્વર જેવો હતો.
nwtsty યોહ ૧:૧ અભ્યાસ માહિતી
શબ્દ: અથવા “લોગોસ.” ગ્રીક, હો લોગોસ. અહીં આ શબ્દને ખિતાબ તરીકે વાપરવામાં આવ્યો છે. એવી જ રીતે, યોહ ૧:૧૪ અને પ્રક ૧૯:૧૩માં પણ એનો એવો જ ઉપયોગ થયો છે. યોહાને એ ખિતાબ ઈસુ માટે વાપર્યો છે. આ ખિતાબ ઈસુ પર, તે પૃથ્વી ઉપર આવ્યા એ પહેલાં સ્વર્ગદૂત તરીકે, પૃથ્વી પર સંપૂર્ણ માનવી તરીકે અને પછીથી સ્વર્ગમાં મહિમાવંત દૂત તરીકે લાગુ પડે છે. સરજનહાર યહોવાએ સર્જેલા બીજા દૂતો અને માનવીઓને સૂચનો તેમજ માહિતી આપવા ઈસુનો ઉપયોગ થયો છે. એટલે, તે તો ઈશ્વર વતી બોલનાર, તેમના પ્રતિનિધિ રહ્યા છે. તેથી, ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં મનુષ્યો સાથે યહોવા તેમના આ “શબ્દ” એટલે કે ઈસુ દ્વારા બોલ્યા એમ માનવું વાજબી છે.—ઉત ૧૬:૭-૧૧; ૨૨:૧૧; ૩૧:૧૧; નિર્ગ ૩:૨-૫; ન્યા ૨:૧-૪; ૬:૧૧, ૧૨; ૧૩:૩.
સાથે: મૂળ, “તરફ.” આ સંદર્ભમાં ગ્રીક શબ્દ પ્રૉસનો અર્થ આવો થઈ શકે: ખૂબ નજીકનો સંબંધ અને સંગાથ. આમ, એ બે જૂદી જૂદી વ્યક્તિના સંગાથ તરફ ઇશારો કરે છે. આ કિસ્સામાં, એક વ્યક્તિ છે શબ્દ એટલે કે ઈસુ અને બીજી વ્યક્તિ છે, એકલા ખરા ઈશ્વર.
શબ્દ ઈશ્વર જેવો હતો: અથવા “શબ્દ દૈવી હતો.” મૂળ, “શબ્દ ઈશ્વર હતો.” યોહાને લખેલા આ વાક્યમાં “શબ્દ” ઈસુને દર્શાવે છે. (“શબ્દ” પર અભ્યાસ માહિતી જુઓ.) યોહાન એવું કહેવા માંગતા ન હતા કે “શબ્દ” સર્વશક્તિમાન ઈશ્વર છે. કલમ આગળ જણાવે છે કે “શબ્દ” તો “ઈશ્વર સાથે” હતો. એટલે તેઓ બંને એક જ વ્યક્તિ ન હોય શકે. ઈસુને “ઈશ્વર જેવો” કહેવામાં આવ્યા છે, કારણ કે પ્રથમજનિત દીકરા તરીકે ઈશ્વરે આખી સૃષ્ટિ અને દૂતો રચવામાં તેમનો ઉપયોગ કર્યો હતો. તેથી, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષાના બાઇબલ અનુવાદોમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલની જેમ આ વિચાર જણાવવામાં આવ્યો છે કે “શબ્દ ઈશ્વર જેવો હતો.” આ કલમ જેવો સરખો વિચાર કોલો ૨:૯માં જોવા મળે છે, જ્યાં લખ્યું છે કે, “ઈશ્વરના ગુણો ખ્રિસ્તમાં ભરપૂરપણે વસે છે.” “ઈશ્વર” અથવા “ઈશ્વર જેવા” માટેના હિબ્રૂ શબ્દનો અર્થ “પરાક્રમી; શક્તિમાન” પણ થઈ શકે છે. સેપ્ટુઆજિંટમાં એ હિબ્રૂ શબ્દોનો અનુવાદ ગ્રીક ભાષામાં “ઈશ્વર જેવો” કરવામાં આવ્યો છે. આમ “શબ્દ”ને “ઈશ્વર જેવો” અથવા “પરાક્રમી” કે “શક્તિમાન” કહેવો યશાયા ૯:૬ની ભવિષ્યવાણીની સુમેળમાં છે, જે કહે છે કે મસિહ ‘શક્તિમાન ઈશ્વર’ કહેવાશે (“સર્વશક્તિમાન ઈશ્વર” નહિ).
(યોહાન ૧:૨૯) બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતા જોયા અને તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું, જે દુનિયાનું પાપ દૂર કરે છે!
nwtsty યોહ ૧:૨૯ અભ્યાસ માહિતી
ઈશ્વરનું ઘેટું: ઈસુના બાપ્તિસ્મા પછી શેતાને તેમનું પરિક્ષણ કર્યું હતું. એ પછી જ્યારે તે પાછા ફર્યા ત્યારે યોહાને તેમને “ઈશ્વરનું ઘેટું” કહીને સંબોધ્યા. આ શબ્દો ફક્ત આ કલમમાં અને યોહ ૧:૩૬માં જોવા મળે છે. (sgd ૨૦ જુઓ.) અહીં ઈસુને ઘેટા સાથે સરખાવવું એકદમ યોગ્ય હતું. આખા બાઇબલમાં જોવા મળે છે કે પાપનો પસ્તાવો બતાવવા અને ઈશ્વરની દયા મેળવવા ઘેટું ચઢાવવામાં આવતું. એ તો જાણે પ્રતિછાયા હતી કે ભાવિમાં ઈસુ પોતાના સંપૂર્ણ જીવનને બલિદાન તરીકે ચઢાવશે. “ઈશ્વરનું ઘેટું” એ શબ્દો બાઇબલના કેટલાક અહેવાલોની યાદ અપાવે છે. બાપ્તિસ્મા આપનાર યોહાન હિબ્રૂ શાસ્ત્રવચનોથી બહુ સારી રીતે વાકેફ હતા. એટલે કહી શકાય કે યોહાન કદાચ બાઇબલના આ અહેવાલો સાથે ઈસુને સાંકળી રહ્યા હતા: ઈબ્રાહિમે દિકરા ઈસ્હાકના બલિદાનને બદલે ચઢાવેલો ઘેટો (ઉત ૨૨:૧૩); ગુલામ હતા ત્યારે ઇઝરાયેલીઓએ છુટકારા માટે ઇજિપ્ટમાં ચઢાવેલું પાસ્ખાનું હલવાન (નિર્ગ ૧૨:૧-૧૩); અથવા યરુશાલેમના મંદિરમાં દરરોજ સાંજ-સવારે ઈશ્વર માટેની વેદી પર ચઢાવવામાં આવતો ઘેટો (નિર્ગ ૨૯:૩૮-૪૨). કદાચ યોહાને યશાયાની ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને એ શબ્દો કહ્યા હતા. એ ભવિષ્યવાણીમાં યહોવાએ જણાવ્યું હતું કે “મારો સેવક” તો ‘વધ કરવા માટે લઈ જવામાં આવતા હલવાન જેવો હશે.’ (યશા ૫૨:૧૩; ૫૩:૫, ૭, ૧૧) પાઊલે પણ કોરિંથીઓને લખેલા પહેલા પત્રમાં ઈસુ ખ્રિસ્તને “આપણા પાસ્ખાનું ઘેટું” કહ્યા છે. (૧કો ૫:૭) પ્રેરિત પીતરે ખ્રિસ્તના ‘મૂલ્યવાન લોહીને કલંક વગરના અને નિર્દોષ ઘેટાના લોહી જેવું’ કહ્યું. (૧પી ૧:૧૯) ઉપરાંત, પ્રકટીકરણના પુસ્તકમાં મહિમાવંત ઈસુને ૨૫થી વધુ વાર સાંકેતિક અર્થમાં “ઘેટું” કહેવામાં આવ્યા છે. દાખલા તરીકે: પ્રક ૫:૮; ૬:૧; ૭:૯; ૧૨:૧૧; ૧૩:૮; ૧૪:૧; ૧૫:૩; ૧૭:૧૪; ૧૯:૭; ૨૧:૯; ૨૨:૧.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૩-૪
“ઈસુ સમરૂની સ્ત્રીને ઈશ્વરનો સંદેશો જણાવે છે”
(યોહાન ૪:૬, ૭) અને ત્યાં યાકૂબનો કૂવો હતો. હવે, ઈસુ મુસાફરી કરીને એટલા થાકી ગયા હતા કે કૂવા પાસે આવીને બેઠા. ત્યારે બપોરના આશરે ૧૨ વાગ્યા હતા. ૭ એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું: “મને પાણી આપ.”
nwtsty યોહ ૪:૬ અભ્યાસ માહિતી
થાકી ગયા હતા: શાસ્ત્રમાં આ જ એક જગ્યાએ એવું લખવામાં આવ્યું છે કે ઈસુ “થાકી ગયા હતા.” લગભગ બપોરના ૧૨ વાગ્યાનો સમય હતો. એ દિવસે સવારે ઈસુએ કદાચ યહુદિયાની યરદન ખીણથી લઈને સમરૂનમાં સૈખાર સુધીની મુસાફરી કરી હતી. તીવ્ર ઢાળવાળો એ રસ્તો આશરે ૯૦૦ મીટર (૩,૦૦૦ ફૂટ) કે એથી વધુ લાંબો હતો.—યોહ ૪:૩-૫; sgd ૨૦ જુઓ.
(યોહાન ૪:૨૧-૨૪) ઈસુએ તેને કહ્યું: “બહેન, મારું કહેવું માન. એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર કે યરૂશાલેમમાં પિતાની ભક્તિ કરશો નહિ. ૨૨ તમે જ્ઞાન વગર ભક્તિ કરો છો; અમે જ્ઞાન સાથે ભક્તિ કરીએ છીએ, કારણ કે ઉદ્ધારનું જ્ઞાન યહુદીઓને પ્રથમ મળ્યું હતું. ૨૩ તેમ છતાં, એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે કે જ્યારે સાચા ભક્તો પિતાની ભક્તિ પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી કરશે; સાચે જ, પિતાને એવા જ ભક્તો જોઈએ છે. ૨૪ ઈશ્વર અદૃશ્ય છે અને તેમની ભક્તિ કરનારા લોકોએ પવિત્ર શક્તિથી અને સચ્ચાઈથી ભક્તિ કરવી જોઈએ.”
(યોહાન ૪:૩૯-૪૧) એ શહેરના ઘણા સમરૂનીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી, કારણ કે પેલી સ્ત્રીએ સાક્ષી આપી હતી કે, “મેં કરેલાં બધાં કામો તેમણે જણાવ્યાં છે.” ૪૦ તેથી, સમરૂનીઓ ઈસુની પાસે આવ્યા અને તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી; એટલે, તે ત્યાં બે દિવસ રોકાયા. ૪૧ એ કારણે, તેમની વાતો સાંભળીને બીજા ઘણાએ શ્રદ્ધા મૂકી
કીમતી રત્નો શોધીએ
(યોહાન ૩:૨૯) જેની પાસે કન્યા છે, એ વરરાજા છે. પરંતુ, વરરાજાનો મિત્ર પાસે ઊભો રહીને વરરાજાની વાણી સાંભળે છે ત્યારે ઘણો ખુશ થાય છે. એ જ રીતે, મારો આનંદ પણ સંપૂર્ણ થયો છે.
nwtsty યોહ ૩:૨૯ અભ્યાસ માહિતી
વરરાજાનો મિત્ર: બાઇબલ સમયમાં, વરરાજાનો સૌથી ગાઢ મિત્ર લગ્નમાં તેનો કાયદેસરનો પ્રતિનિધિ બનતો અને લગ્નની દરેક ગોઠવણની જવાબદારીમાં મુખ્ય ભાગ લેતો. એ મિત્ર વર અને વધુનો હસ્તમેળાપ કરાવનાર તરીકે જોવાતો. લગ્નના દિવસે કન્યા અને તેના પક્ષના બધા લોકો વરરાજાના ઘરે અથવા તેના પિતાના ઘરે જતાં, કેમ કે મિજબાની ત્યાં રાખવામાં આવતી. એ મિજબાની દરમિયાન વરરાજા પોતાની કન્યા સાથે વાતો કરતો સંભળાય ત્યારે, આ મિત્ર એ વિચારીને ખુશ થતો કે તેણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. બાપ્તિસ્મા આપનાર યોહાને પોતાને “વરરાજાનો મિત્ર” કહ્યો. આ કિસ્સામાં, ઈસુ જાણે વરરાજા હતા અને શિષ્યોનો સમૂહ જાણે તેમની કન્યા હતો. મસીહ માટે માર્ગ તૈયાર કરનાર તરીકે યોહાને ઈસુ ખ્રિસ્તની “કન્યા” વર્ગના પ્રથમ સભ્યોને ઓળખાવ્યા. (યોહ ૧:૨૯, ૩૫; ૨કો ૧૧:૨; એફે ૫:૨૨-૨૭; પ્રક ૨૧:૨, ૯) ‘વરરાજાનો મિત્ર’ પોતાની જવાબદારી નિભાવી લે પછી, તેનું કોઈ મહત્ત્વનું સ્થાન રહે નહિ. એટલે જ, યોહાને પોતાના અને ઈસુ વિશે કહ્યું: “તેમનું સેવાકાર્ય વધતું જાય, પણ મારું સેવાકાર્ય ઘટતું જાય, એ જરૂરી છે.”—યોહ ૩:૩૦.
(યોહાન ૪:૧૦) જવાબમાં, ઈસુએ તેને કહ્યું: “ઈશ્વરની ભેટ શું છે અને ‘મને પાણી આપ’ એવું કહેનાર કોણ છે, એ વિશે તું જાણતી નથી. જો તું જાણતી હોત, તો તેની પાસેથી તેં પાણી માંગ્યું હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”
nwtsty યોહ ૪:૧૦ અભ્યાસ માહિતી
જીવનનું પાણી: મૂળ, “જીવંત પાણી.” અહીં વપરાયેલ ગ્રીક શબ્દનો મૂળ અર્થ વહેતું પાણી, ઝરણાનું પાણી અથવા ઝરાથી ભરાતા કૂવાનું પાણી થાય. આવું પાણી હોજ કે વાવના બંધિયાર પાણીથી સાવ જૂદું હોય છે. લેવી ૧૪:૫માં “વહેતું પાણી” માટે વપરાયેલ હિબ્રૂ શબ્દનો મૂળ અર્થ થાય “જીવંત પાણી.” યિર્મે ૨:૧૩ અને ૧૭:૧૩માં યહોવાને “જીવતા પાણીનો ઝરો,” એટલે કે જીવન આપનાર પાણી કહ્યા છે. સમરૂની સ્ત્રી સાથે વાત કરતી વખતે ઈસુએ “જીવંત પાણી” શબ્દો સાંકેતિક રીતે વાપર્યા હતા, પણ જોઈ શકાય કે શરૂઆતમાં એ સ્ત્રીએ એને ખરેખરું પાણી સમજી લીધું હતું.—યોહ ૪:૧૧; યોહ ૪:૧૪ અભ્યાસ માહિતી જુઓ.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૫-૬
“નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો”
(યોહાન ૬:૯-૧૧) “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ, આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહેશે?” ૧૦ ઈસુએ કહ્યું: “લોકોને બેસી જવા કહો.” એ જગ્યાએ ઘણું ઘાસ હતું અને લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા. ૧૧ ઈસુએ રોટલી લીધી અને ઈશ્વરનો આભાર માન્યો; પછી, ત્યાં બેઠેલા લોકોમાં તેમણે એ વહેંચી; એ જ રીતે, તેમણે નાની માછલીઓ પણ વહેંચી અને લોકોએ પેટ ભરીને ખાધું.
nwtsty યોહ ૬:૧૦ અભ્યાસ માહિતી
લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા: આ બનાવના અહેવાલોમાં ફક્ત માથ્થીનું પુસ્તક જ એમ ઉમેરે છે કે પુરુષોની એ સંખ્યા ઉપરાંત “સ્ત્રીઓ અને બાળકો” પણ હતાં. (માથ ૧૪:૨૧) એવું શક્ય છે કે એ ચમત્કાર વખતે જમનારા લોકોની કુલ સંખ્યા ૧૫,૦૦૦થી વધુ હતી.
(યોહાન ૬:૧૪) તેમણે કરેલો ચમત્કાર જોઈને લોકો કહેવા લાગ્યા: “આ ખરેખર એ જ પ્રબોધક છે, જે દુનિયામાં આવવાના હતા.”
(યોહાન ૬:૨૪) માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેના શિષ્યો તે ઠેકાણે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કાપરનાહુમ આવ્યા.
nwtsty યોહ ૬:૧૪ અભ્યાસ માહિતી
પ્રબોધક: પ્રથમ સદીમાં ઘણા યહુદીઓ માનતા હતા કે પુન ૧૮:૧૫, ૧૮માં બતાવવામાં આવ્યું છે તેમ મસીહ તો મુસા જેવો કોઈ પ્રબોધક હશે. એના પરથી સમજી શકાય કે જે દુનિયામાં આવવાના હતા એ વાક્ય મસીહના પ્રકટ થવા વિશે સૂચવે છે. કલમમાં જણાવેલ આ બનાવોની નોંધ ફક્ત યોહાને કરી છે.
(યોહાન ૬:૨૫-૨૭) તેઓ ઈસુને સરોવરને પેલે પાર મળ્યા ત્યારે, તેમને પૂછ્યું: “ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?” ૨૬ જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમે ચમત્કારો જોયા એટલે નહિ, પણ તમે રોટલી ખાઈને ધરાયા એટલે મને શોધો છો. ૨૭ જે ખોરાક નાશ પામે છે એના માટે નહિ, પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે, એના માટે કામ કરો; એ ખોરાક માણસનો દીકરો આપશે, કેમ કે તેના પર પિતાએ, ખુદ ઈશ્વરે પોતાની મંજૂરીની મહોર મારી છે.”
(યોહાન ૬:૫૪) જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને હંમેશ માટેનું જીવન મળશે અને હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ;
(યોહાન ૬:૬૦) જ્યારે એ વાત ઈસુના શિષ્યોમાંથી ઘણાએ સાંભળી, ત્યારે તેઓએ કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે; આવું કોણ સાંભળી શકે?”
(યોહાન ૬:૬૬-૬૯) એના લીધે, તેમના ઘણા શિષ્યો પાછા પોતપોતાના કામધંધે લાગી ગયા અને તેઓએ તેમની સાથે ચાલવાનું છોડી દીધું. ૬૭ એટલે, ઈસુએ બાર પ્રેરિતોને પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” ૬૮ સિમોન પીતરે તેમને જવાબ આપ્યો: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે. ૬૯ અમે માનીએ છીએ અને એ જાણી ગયા છીએ કે તમે જ ઈશ્વરના પવિત્ર સેવક છો.”
nwtsty યોહ ૬:૨૭, ૫૪ અભ્યાસ માહિતી
જે ખોરાક નાશ પામે છે . . . જે ખોરાક નાશ પામતો નથી: ઈસુને ખ્યાલ હતો કે અમુક લોકો ખોરાક જેવી બાબતો મેળવવાની લાલચમાં તેમની અને તેમના શિષ્યોની સંગત રાખતા હતા. અન્ન-ખોરાક રોજે રોજ લેવો પડે છે, તોપણ જીવન કાયમ ટકતું નથી. જ્યારે કે ઈશ્વર તરફથી મળતો “ખોરાક,” એટલે કે તેમનું શિક્ષણ મનુષ્યોને હંમેશ માટેનું જીવન આપી શકે છે. તેથી, ઈસુએ લોકોને સમજાવ્યું કે જે ખોરાક “હંમેશ માટેનું જીવન આપે છે, એના માટે કામ કરો.” એટલે કે, ઈશ્વર તરફથી મળતું શિક્ષણ લેવા માટે મહેનત કરો અને જે શીખો છો, એમાં શ્રદ્ધા રાખી એ પ્રમાણે કરો.—માથ ૪:૪; ૫:૩; યોહ ૬:૨૮-૩૯.
મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે: સંદર્ભ પરથી જોઈ શકાય કે અહીં ઈસુનું માંસ ખાવાનો અને લોહી પીવાનો અર્થ થાય કે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા બતાવવી. (યોહ ૬:૩૫, ૪૦) બીજું, ઈસુએ સાલ ૩૨માં એ વાત કહી હતી. એટલે, તે અહીં પ્રભુના સાંજના ભોજનની વાત કરી રહ્યા ન હતા. કેમ કે, પ્રભુ ભોજનના પ્રસંગની શરૂઆત તો તેમણે આ વાતના એક વર્ષ પછી કરી હતી. ઉપરાંત, આ વાત કહી ત્યારે “યહુદીઓનો પાસ્ખાનો તહેવાર નજીક હતો.” (યોહ ૬:૪) ઈસુના એ શબ્દો સાંભળીને ત્યાં હાજર લોકોને એ તહેવાર અને એની સાથે જોડાયેલી એક મહત્ત્વની વાત યાદ આવી હશે. તેઓના મનમાં આવ્યું હશે કે ઇજિપ્તમાંથી છુટકારો થયો એની આગલી રાતે બચાવ માટે ઘેટાનું રક્ત કેટલું મહત્ત્વનું હતું. (નિર્ગ ૧૨:૨૪-૨૭) આમ, શિષ્યોને હંમેશ માટેનું જીવન મેળવી આપવામાં ઈસુનું લોહી જે મહત્ત્વની ભૂમિકા ભજવવાનું હતું એના પર ઈસુ ભાર મૂકી રહ્યા હતા.
અમે અમારા ઈશ્વર યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું
તોપણ, લોકો ઈસુને શોધવા નીકળી પડ્યા. યોહાન કહે છે તેમ, “સમુદ્રને પેલે પાર” તેઓએ ઈસુને શોધી કાઢ્યા. ઈસુને રાજા બનવું ન હતું તોપણ, કેમ લોકો તેમની પાછળ પાછળ ગયા? તેઓ જાણે ઈસુને કહેતા હતા કે, મુસાના દિવસમાં યહોવાહે ચમત્કારથી ખાવાનું આપ્યું હતું, તો તમે પણ અમારા માટે કોઈ ચમત્કાર કરીને ખોરાક આપો. તેઓના વિચારો સ્વાર્થી હતા. ઈસુ પારખી શક્યા કે તેઓની ઇચ્છા ખોટી છે. આથી, તે તેઓને સુધારવા સત્ય શીખવવા લાગ્યા. (યોહાન ૬:૧૭, ૨૪, ૨૫, ૩૦, ૩૧, ૩૫-૪૦) પણ, તેમનો બોધ સાંભળીને અમુક કચકચ કરવા લાગ્યા. એમાંય ઈસુએ આ દૃષ્ટાંત આપ્યું ત્યારે તો તેઓની કચકચ એકદમ જ વધી ગઈ: “હું તમને ખચીત ખચીત કહું છું, કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી. જે કોઈ મારૂં માંસ ખાય છે અને મારૂં લોહી પીએ છે, તેને અનંતજીવન છે; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ.”—યોહાન ૬:૫૩, ૫૪.
ઘણી વખત ઈસુએ આપેલાં દૃષ્ટાંતો બતાવી આપતા કે લોકો ખરેખર ઈશ્વર સાથે ચાલવા માગે છે કે કેમ. માંસ વિશેનું દૃષ્ટાંત કામ કરી ગયું. લોકોમાં ધમાલ મચી ગઈ. પછી શું થયું એ જણાવતા બાઇબલ કહે છે: “એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” ઈસુએ કહ્યું કે તેઓએ એનો ખરો અર્થ સમજવાની જરૂર છે. એટલે તેમણે કહ્યું: “જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.” પણ એ કચકચ કરનારા સાંભળવા તૈયાર જ ન હતા. અહેવાલ કહે છે: ‘આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહિ.’—યોહાન ૬:૬૦, ૬૩, ૬૬.
કીમતી રત્નો શોધીએ
(યોહાન ૬:૪૪) મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી અને મારી પાસે આવનારને હું છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.
nwtsty યોહ ૬:૪૪ અભ્યાસ માહિતી
દોરી ન લાવે: ખરું કે, અહીં ‘દોરવું’ માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય, માછલીની જાળને ખેંચવી. (યોહ ૨૧:૬,૧૧) પરંતુ, એ શબ્દો એમ નથી સૂચવતા કે ઈશ્વર લોકોને તેઓની મરજી વિના પોતાની તરફ ખેંચે છે. એ શબ્દનો અર્થ “ધ્યાન દોરવું” પણ થઈ શકે છે. ઈસુના આ શબ્દો કદાચ યિર્મે ૩૧:૩માં યહોવાએ પ્રાચીન સમયમાં પોતાની પ્રજાને કહેલી આ વાતને સૂચવવા માટે હોય શકે: “મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી છે.” (સેપ્ટુઆજિંટમાં અહીં “દોરવા” માટેનો ગ્રીક શબ્દ વપરાયો છે.) યોહ ૧૨:૩૨ બતાવે છે કે, એ જ રીતે ઈસુ પણ બધા જ પ્રકારના લોકોને પોતાની તરફ દોરી લાવે છે. શાસ્ત્રવચનો બતાવે છે કે ઈશ્વરે માણસજાતમાં પસંદગી કરવાની છૂટ આપી છે. તેમની ઉપાસના કરવી કે ન કરવી એ તેઓની મરજી પર છોડ્યું છે. (પુન ૩૦:૧૯, ૨૦) સત્ય સ્વીકારવા તરફ જેઓનું હૃદય ઢળેલું હોય તેઓને યહોવા પ્રેમાળ રીતે પોતાની તરફ દોરી લાવે છે. (ગી ૧૧:૫; નીતિ ૨૧:૨; પ્રેકા ૧૩:૪૮) પોતાની પવિત્ર શક્તિ અને બાઇબલના સંદેશા દ્વારા યહોવા એમ કરે છે. યોહ ૬:૪૫માં યશા ૫૪:૧૩ની ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે. એ ભવિષ્યવાણી એવા લોકો પર લાગુ પડે છે, જેઓને પિતા યહોવા પોતાની તરફ દોરી લાવ્યા છે.—યોહ ૬:૬૫ સરખાવો.
(યોહાન ૬:૬૪) પરંતુ, તમારામાંના અમુક એવા છે, જેઓ ભરોસો મૂકતા નથી.” કેમ કે ઈસુને પહેલેથી ખબર હતી કે કોણ માનતા નથી અને કોણ તેમને દગો દેશે.
nwtsty યોહ ૬:૬૪ અભ્યાસ માહિતી
ઈસુને પહેલેથી ખબર હતી કે . . . કોણ તેમને દગો દેશે: ઈસુ અહીં યહુદા ઇસ્કારિયોત વિશે કહી રહ્યા હતા. યાદ કરો, ઈસુએ આખી રાત પોતાના પિતાને પ્રાર્થના કર્યા પછી ૧૨ પ્રરિતોની પસંદગી કરી હતી. (લુક ૬:૧૨-૧૬) એટલે કહી શકાય કે, એ સમય તો યહુદા ઇસ્કારિયોત ઈશ્વરનો વફાદાર સેવક હતો. જોકે, હિબ્રૂ શાસ્ત્રવચનોમાં થયેલી ભવિષ્યવાણી પરથી ઈસુને ખબર હતી કે કોઈ નજીકનો સાથી તેમને દગો દેશે. (ગી ૪૧:૯; ૧૦૯:૮; યોહ ૧૩:૧૮, ૧૯) ઈસુ લોકોની લાગણીઓ અને વિચારો જાણી શકતા હતા. એટલે, સમય જતાં જ્યારે યહુદા ખરાબ કામો તરફ જવા લાગ્યો ત્યારે, એ બદલાણ ઈસુ પારખી શક્યા. (માથ ૯:૪) અગાઉથી ભાવિ જાણી લેનાર ઈશ્વરને ખબર હતી કે ઈસુનો કોઈ વિશ્વાસુ સાથી જ તેને દગો દેશે. પરંતુ, એમ કહેવું તદ્દન ખોટું છે કે યહુદા જ એ બેવફા વ્યક્તિ બનશે એવું તેનું નસીબ ઈશ્વરે નક્કી કર્યું હતું. કેમ કે, એમ કરવું ઈશ્વરના ગુણોથી અને ભૂતકાળમાં લોકો સાથે તેમનું જે રીતે વર્તન રહ્યું છે, એનાથી સાવ વિપરીત છે.
પહેલેથી: આ શબ્દ યહુદાના જન્મ કે પછી પ્રેરિત તરીકે પસંદગી પામવાના સમયને નથી દર્શાવતો. તેને પ્રેરિત તરીકે પસંદ કરતા પહેલાં ઈસુએ આખી રાત પ્રાર્થના કરી હતી. (લુક ૬:૧૨-૧૬) પણ આ શબ્દ તો એ સમયને દર્શાવે છે, જ્યારથી યહુદાએ દગાખોરીની શરૂઆત કરી. એ જ ઘડીએ ઈસુ તેને પારખી ગયા હતા. (યોહ ૨:૨૪, ૨૫; પ્રક ૧:૧; ૨:૨૩, યોહ ૬:૭૦; ૧૩:૧૧ અભ્યાસ માહિતી જુઓ.) એના પરથી એ પણ સાબિત થાય છે કે યહુદાનું દિલ કંઈ ઓચિંતાનું ખરાબ થઈ ગયું ન હતું; પણ તે જે કંઈ કરતો હતો એ જાણી જોઈને અને યોજનાપૂર્વક કરતો હતો. ગ્રીક શાસ્ત્રવચનોમાં “પહેલેથી” (ગ્રીક, આર્ખૈ) શબ્દનો અર્થ સંદર્ભ પ્રમાણે હોય છે. દાખલા તરીકે, ૨ પીત ૩:૪માં આર્ખૈ સૃષ્ટિની શરૂઆતને બતાવે છે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં અહીં કલમમાં છે, એવા જ અર્થમાં એ લેવામાં આવે છે. જેમ કે, પીતરે કહ્યું કે “જેમ આપણા પર શરૂઆતમાં પવિત્ર શક્તિ આવી હતી, તેમ તેઓ પર આવી.” (પ્રેકા ૧૧:૧૫) “શરૂઆત” શબ્દ વાપરીને પીતર કંઈ પોતાના જન્મ કે પ્રેરિત તરીકે પસંદગી પામ્યા એ સમયની વાત કરી રહ્યા ન હતા. તે તો પેન્તેકોસ્ત ૩૩ના દિવસની વાત કરી રહ્યા હતા, જ્યારથી એક ખાસ હેતુ માટે પવિત્ર શક્તિ આપવાની “શરૂઆત” થઈ હતી. (પ્રેકા ૨:૧-૪) સંદર્ભ પ્રમાણે કઈ રીતે આર્ખૈ શબ્દનો અર્થ બદલાઈ શકે છે, એના અમુક ઉદાહરણો આ કલમોમાં જોવા મળે છે: લુક ૧:૨; યોહ ૧૫:૨૭; અને ૧યો ૨:૭.
બાઇબલ વાંચન
સપ્ટેમ્બર ૨૪-૩૦
બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૭-૮
“ઈસુએ પોતાના પિતાને મહિમા આપ્યો”
(યોહાન ૭:૧૫-૧૮) ત્યારે યહુદીઓ નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ શાળાઓમાં ભણ્યો નથી, તો પછી તેની પાસે શાસ્ત્રનું આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?” ૧૬ જવાબમાં, ઈસુએ તેઓને કહ્યું: “હું જે શિક્ષણ આપું છું એ મારું પોતાનું નથી, પણ મને મોકલનારનું છે. ૧૭ જે કોઈ તેમની ઇચ્છા પ્રમાણે કરવા ચાહે છે, તેને ખબર પડી જશે કે એ શિક્ષણ ઈશ્વર પાસેથી છે કે મારી પાસેથી. ૧૮ જે કોઈ પોતાનું શિક્ષણ આપે છે, તે પોતાને ગૌરવ મળે એવું ચાહે છે; પણ, જે કોઈ પોતાને મોકલનારને ગૌરવ મળે એવું ચાહે છે, તે સાચો છે અને તેનામાં કંઈ કપટ નથી.
cf-E ૧૦૦-૧૦૧ ¶૫-૬
“એમ લખવામાં આવ્યું છે”
ઈસુ હંમેશાં ચાહતા હતા કે તે જે શિક્ષણ આપે છે એ પોતે ક્યાંથી મેળવે છે એની લોકોને જાણ હોય. તેમણે કહ્યું, “હું જે શિક્ષણ આપું છું એ મારું પોતાનું નથી, પણ મને મોકલનારનું છે.” (યોહાન ૭:૧૬) બીજા એક પ્રસંગે તેમણે સાફ જણાવ્યું, “હું મારી પોતાની રીતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ આ બધી વાતો કહું છું.” (યોહાન ૮:૨૮) તેમણે આમ પણ કહ્યું, “જે વાતો હું તમને કહું છું, એ મારી પોતાની નથી, પણ એ તો મારા પિતાના કામ છે, જે મારી સાથે એકતામાં રહે છે.” (યોહાન ૧૪:૧૦) ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવેલાં શાસ્ત્રવચનોનો અવારનવાર ઉલ્લેખ કરીને તેમણે એ બધી વાતો સાબિત પણ કરી.
ઈસુએ કહેલી વાતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાથી જાણ થાય છે કે ઈસુએ સીધેસીધું અથવા સંદર્ભમાં, હિબ્રૂ શાસ્ત્રવચનોનાં આશરે અડધા ભાગનાં પુસ્તકોમાંથી વચનો ટાંક્યા છે. કદાચ આપણને થાય કે પ્રચાર અને સેવાકાર્યના સાડા ત્રણ વર્ષના સમયગાળામાં ફક્ત આટલાં જ પુસ્તકો કેમ. તેમણે તો ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવેલ, એ સમયમાં પ્રાપ્ય હોય એવાં બધાં જ પુસ્તકોનો ઉલ્લેખ કરવો જોઈતો હતો. તેમણે ચોક્કસ એવું કર્યું જ હશે. પરંતુ, આપણે જાણીએ છીએ તેમ, ઈસુએ કરેલાં કામો અને કહેલી વાતો વિશેની અમુક જ માહિતી શાસ્ત્રમાં નોંધવામાં આવી છે. (યોહ ૨૧:૨૫) અરે, ઈસુએ કહેલી વાતોના બધા જ અહેવાલોને અમુક જ કલાકોમાં વાંચી લેવાય એમ છે. હવે આનો વિચાર કરો, ઈશ્વર અને તેમના રાજ્ય વિશે તમે અમુક જ કલાકો બોલ્યા છો અને એટલા ઓછા સમયમાં હિબ્રૂ શાસ્ત્રવચનોના અડધા ભાગના પુસ્તકોમાંથી ઉલ્લેખ કરો છો. એ તો જોરદાર કહેવાય, ખરું ને? ઉપરાંત, મોટાભાગના કિસ્સામાં ઈસુ પાસે શાસ્ત્રવચનોના વીંટાઓ હાથમાં ન હતા. તેમણે પહાડ પરનો ઉપદેશ આપ્યો ત્યારે, સીધેસીધું અથવા સંદર્ભમાં અનેક હિબ્રૂ શાસ્ત્રવચનો ટાક્યાં. એ પણ વીંટાઓ વિના, મોઢે!
(યોહાન ૭:૨૮, ૨૯) પછી, ઈસુ મંદિરમાં શીખવતી વખતે પોકારી ઊઠ્યા: “તમે મને ઓળખો છો અને હું ક્યાંથી છું એ તમે જાણો છો. હું મારી પોતાની મરજીથી આવ્યો નથી; પણ, મને મોકલનાર હકીકતમાં છે અને તમે તેમને ઓળખતા નથી. ૨૯ હું તેમને જાણું છું, કારણ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.”
(યોહાન ૮:૨૯) મને મોકલનાર મારી સાથે છે; તેમણે મને એકલો મૂકી દીધો નથી, કારણ કે હું હંમેશાં એવાં જ કામો કરું છું જે તેમને પસંદ છે.”
દુનિયાના વલણ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલીએ
યહોવાની આજ્ઞાઓ પૂરી રીતે પાળીએ. ઈસુએ હંમેશાં એવા કામો કર્યા, જેનાથી યહોવા ખુશ થાય. એક વખતે ઈસુને જે કરવું હતું એ યહોવાની ઇચ્છાથી થોડું અલગ હતું, તોય તેમણે કહ્યું: ‘મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ (લુક ૨૨:૪૨) પોતાને પૂછો કે ‘અઘરું હોય ત્યારે પણ શું હું ઈશ્વરની આજ્ઞા પાળું છું?’ આપણે તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ, કેમ કે તે આપણા સર્જનહાર છે. (ગીત. ૯૫:૬, ૭) ફક્ત તે જ આપણું જીવન ટકાવી રાખે છે. જો યહોવાની આજ્ઞાઓ નહિ પાળીએ તો તેમની કૃપા ગુમાવી બેસીશું.
કીમતી રત્નો શોધીએ
(યોહાન ૭:૮-૧૦) તમે તહેવારમાં જાઓ; હું આ તહેવારમાં હમણાં જવાનો નથી, કારણ કે મારો સમય હજુ આવ્યો નથી.” ૯ તેઓને આ બધું જણાવ્યા પછી, તે પોતે ગાલીલમાં જ રહ્યા. ૧૦ પરંતુ, તેમના ભાઈઓ તહેવારમાં ગયા પછી, ઈસુ જાહેરમાં તો નહિ, પણ છાની રીતે ત્યાં ગયા.
સાચ તરે ને જૂઠ ડૂબે
ચાલો આપણે જોઈએ કે એક વાર ઈસુએ આવા સંજોગમાં શું કર્યું? અમુક યહુદીઓ એક ઉત્સવ માટે યરૂશાલેમ જતા હતા. તેઓએ ઈસુને કહ્યું: ‘તારે અહીંથી યહુદીયાના ઉત્સવમાં જવું જોઈએ.’ ઈસુએ તેઓને શું કહ્યું? ‘તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પૂરો થયો નથી, માટે હું હમણાં આ પર્વમાં જતો નથી.’ પણ પછીથી ઈસુ પોતે એ પર્વ માટે યરૂશાલેમ ગયા. ઈસુએ પહેલાં કેમ ના પાડી? એનું કારણ કે તેઓએ બધું જાણવાની જરૂર ન હતી. જો ઈસુએ બધું જણાવ્યું હોત તો કદાચ તેમનું અને તેમના શિષ્યોનું જીવન જોખમમાં આવ્યું હોત. એટલે ઈસુએ તેઓને બધું જ જણાવ્યું નહિ. ઈસુ કદીયે જૂઠું બોલ્યા ન હતા. ઈશ્વરભક્ત પીતરે પણ આમ લખ્યું: ‘ઈસુએ કંઈ પાપ કર્યું નહિ અને તેના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ.’—યોહાન ૭:૧-૧૩; ૧ પીતર ૨:૨૨.
(યોહાન ૮:૫૮) ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ઈબ્રાહીમનો જન્મ થયો એ પહેલાંથી હું છું.”
nwtsty યોહ ૮:૫૮ અભ્યાસ માહિતી
હું છું: ઈસુનો વિરોધ કરનાર યહુદીઓ પ્રમાણે ઈસુએ દાવો કર્યો હતો કે તેમણે “ઈબ્રાહીમને જોયા છે.” એ શબ્દોને લઈને તેઓ ઈસુને પથ્થરે મારી નાખવા માંગતા હતા, કેમ કે તેઓએ કહ્યું તેમ ઈસુ ‘તો હજુ ૫૦ વર્ષના પણ ન હતા.’ (યોહ ૮:૫૭) જોકે, “હું છું” શબ્દો વાપરીને ઈસુ જણાવવા માંગતા હતા કે ઈબ્રાહિમ જન્મ્યા એ પહેલાંથી પોતે અસ્તિત્વ ધરાવે છે અને એક શક્તિશાળી દૂત તરીકે સ્વર્ગમાં હતા. આ શબ્દોને આધારે અમુક લોકો તેમને અને ઈશ્વર યહોવાને એક જ ગણે છે. તેઓ દલીલ કરે છે કે અહીં વપરાયેલા ગ્રીક શબ્દો ઈગો ઈમાય, (મોટાભાગના બાઇબલોમાં જેનું ભાષાંતર “હું છું” કરવામાં આવ્યું છે) એ તો સેપ્ટુઆજિંટમાં નિર્ગમન ૩:૧૪ના ભાષાંતર “હું છું” તરફ ઇશારો કરે છે, એટલે બંને કલમોમાં એ ઈશ્વરના જ અર્થમાં હોવું જોઈએ. (યોહ ૪:૨૬ અભ્યાસ માહિતી જુઓ.) યોહ ૮:૫૮ના સંદર્ભ પ્રમાણે ગ્રીક ક્રિયાપદ ઈમાય એવી ક્રિયાને દર્શાવે છે, જેની શરૂઆત “ઈબ્રાહીમ જન્મ્યા પહેલાં” થઈ હતી અને હજી પણ ચાલુ છે. પ્રાચીન અને આજના સમયના અનેક અનુવાદોમાં આ કલમનું ભાષાંતર એ પ્રમાણે જ કરવામાં આવ્યું છે. (તેમ જ, લુક ૨:૪૮; ૧૩:૭; ૧૫:૨૯; યોહ ૧:૯; ૫:૬; ૧૫:૨૭; પ્રેકા ૧૫:૨૧; ૨કો ૧૨:૧૯; ૧યો ૩:૮ કલમોમાં પણ ગ્રીક ક્રિયાપદનો અનુવાદ એવી ક્રિયા તરીકે કરવામાં આવ્યો છે, જે કોઈ એક સમયે શરૂ થઈ હતી અને હજી પણ ચાલુ છે.) સૌથી મહત્ત્વનું તો, યોહ ૮:૫૪, ૫૫માં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ઈસુ પોતાને ઈશ્વર યહોવા તરીકે દર્શાવી રહ્યા નથી, પણ એક જુદી વ્યક્તિ છે.
બાઇબલ વાંચન