યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સત્યમાં હરખાઓ
કેમ જરૂરી: ઈસુને પગલે ચાલવા આપણે પણ સત્યની સાક્ષી આપવી જોઈએ, ઈશ્વર ભાવિમાં શું કરવાના છે એ લોકોને જણાવવું જોઈએ. (યોહ ૧૮:૩૭) આ દુનિયા જૂઠાણાં અને અન્યાયથી ભરેલી છે. તોપણ આપણે સત્યમાં હરખાવું જોઈએ, સાચું જ બોલવું જોઈએ અને જે સાચું હોય એ જ કરવું જોઈએ.—૧કો ૧૩:૬; ફિલિ ૪:૮.
કઈ રીતે કરશો:
મનમાં ગાંઠ વાળીએ કે નિંદા કરનાર વાતો સાંભળીશું નહિ, ફેલાવીશું પણ નહિ.—૧થે ૪:૧૧
બીજાઓનું દુઃખ જોઈને ખુશ ન થઈએ
બીજાઓનું સારું થાય ત્યારે આપણે ખુશ થઈએ
“એકબીજા પર પ્રેમ રાખો”—સત્યમાં હરખાઓ, અન્યાયમાં નહિ વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:
“અન્યાય” વિશે ડૅબી શું જાણીને ખુશ થતી હતી?
ઍલિસે કઈ રીતે ડૅબીની વાતને સારા વિચારો તરફ વાળી લીધી?
એવી કઈ સારી બાબતો છે જેના વિશે આપણે વાત કરી શકીએ?
અન્યાયમાં નહિ, પણ સત્યમાં હરખાઓ