બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૬-૮
નવા ખ્રિસ્તી મંડળ પર આવેલી મુશ્કેલી
ગ્રીક ભાષા બોલતી વિધવાઓએ થોડા સમય પહેલાં જ બાપ્તિસ્મા લીધું હતું. તેઓએ થોડો વધારે સમય યરૂશાલેમમાં રહેવાનું નક્કી કર્યું હતું. તેઓ સાથે ભેદભાવ થયો હતો. શું એનાથી તેઓએ ઠોકર ખાધી? કે પછી યહોવા યોગ્ય સમયે એને થાળે પાડશે એવી રાહ જોઈ?
સ્તેફનને પથ્થરે મારી નાખવામાં આવ્યો હતો. યરૂશાલેમના મંડળ પર ભારે સતાવણી આવી પડી. એટલે ખ્રિસ્તીઓ ત્યાંથી નાસી જઈને યહુદિયા અને સમરૂનના પ્રદેશોમાં બધી બાજુ વિખેરાઈ ગયા. એવા સંજોગોમાં શું ખ્રિસ્તીઓ પ્રચારકામમાં ઠંડા પડી ગયા?
યહોવાની મદદથી નવું મંડળ સતાવણીઓ સામે ટકી શક્યું અને વધતું ગયું.—પ્રેકા ૬:૭; ૮:૪.
પોતાને પૂછો: “સતાવણી કે મુશ્કેલી આવી પડે ત્યારે હું શું કરું છું?”