બાઇબલમાં રહેલો ખજાનો | ૨ કોરીંથીઓ ૪-૬
“આપણે હિંમત હારતા નથી”
કલ્પના કરો, એક ખખડી ગયેલા ઍપાર્ટમેન્ટમાં બે કુટુંબો રહે છે. આવી હાલતને લીધે એક કુટુંબ ખૂબ જ ઉદાસ છે. પણ, બીજું કુટુંબ ખુશ છે. એવું કેમ? બીજું કુટુંબ થોડા જ સમયમાં સુંદર નવા ઘરમાં રહેવા જવાનું છે.
ખરું કે, “આખી સૃષ્ટિ એક થઈને નિસાસા નાખી રહી છે અને અત્યાર સુધી એક થઈને પીડા ભોગવી રહી છે.” પણ, યહોવાના સેવકો પાસે અદ્ભુત આશા છે જેના લીધે તેઓ ખુશ છે. (રોમ ૮:૨૨) ખરું કે આપણે અમુક તકલીફો વર્ષોથી, અરે દાયકાઓથી સહી રહ્યા છીએ. પણ આપણે જાણીએ છીએ કે નવી દુનિયામાં મળનાર આશીર્વાદોની સરખામણીમાં હાલની તકલીફો “અમુક ક્ષણ પૂરતી અને હળવી” છે. આપણી નજર એ આશીર્વાદો પર રાખીશું તો, આપણે ખુશ રહીશું અને હિંમત નહિ હારીએ.