વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 એપ્રિલ પાન ૭
  • ‘અન્ય દેવોને દૂર કરો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘અન્ય દેવોને દૂર કરો’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • દુષ્ટ દૂતોનો સામનો કરવા યહોવાની મદદ લઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • યાકૂબ અને એસાવ વચ્ચે સુલેહ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 એપ્રિલ પાન ૭
એક માણસ મેલીવિદ્યાવાળી માળા ફેકી રહ્યો છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

‘અન્ય દેવોને દૂર કરો’

યાકૂબના જમાનામાં મૂર્તિપૂજા વિશે યહોવાએ કોઈ નિયમ આપ્યો ન હતો. તોપણ યાકૂબ સારી રીતે જાણતા હતા કે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. (નિર્ગ ૨૦:૩-૫) યહોવાએ પાછું બેથેલ જવા કહ્યું ત્યારે, યાકૂબે પોતાના કુટુંબના બધા સભ્યોને મૂર્તિ કાઢી નાખવાની આજ્ઞા આપી. યાકૂબે મૂર્તિઓ અને કાનનાં કુંડળો દાટી દીધાં. એ જમાનામાં કુંડળો કદાચ તાવીજ કે માદળિયા તરીકે પહેરવામાં આવતા હતા. (ઉત ૩૫:૧-૪) યાકૂબે જે કર્યું એનાથી યહોવા જરૂર ખુશ થયા હશે.

આપણે પણ ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. એવું આપણે કઈ રીતે કરી શકીએ? આપણે એવી બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જે મૂર્તિપૂજા કે મેલીવિદ્યા સાથે જોડાયેલી હોય. અલૌકિક કે ખરાબ શક્તિઓ સાથે જોડાયેલી વસ્તુઓથી પણ આપણે દૂર રહેવું જોઈએ. આપણે કેવું મનોરંજન પસંદ કરીએ છીએ એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પોતાને પૂછવું જોઈએ: “શું હું એવાં પુસ્તકો વાંચું છું અથવા ફિલ્મો જોઉં છું, જેમાં વેમ્પાયર, ઝોમ્બી અથવા માણસો પાસે ન હોય એવી ખરાબ શક્તિઓ વિશે બતાવવામાં આવે છે? શું એ મનોરંજનમાં જાદુ, વશીકરણ કે શાપ આપવાને એ રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે એમાં કંઈ ખોટું નથી?” યહોવા ધિક્કારે છે, એવી બધી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ.—ગી ૯૭:૧૦.

“શેતાનની સામા થાઓ” વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપો:

  • પથારી પર નાનકડું બાળક છે. તેના હાથમાં તાવીજ છે. તેની મમ્મી તેનો બાઇબલ અભ્યાસ લેનાર યુગલ જોડે વાત કરી રહી છે.

    પેલેસાને કઈ મુશ્કેલી હતી?

  • યુગલ અને તેમની બાઇબલ વિદ્યાર્થી બે વડીલો પાસેથી મદદ મેળવવા જાય છે.

    મેલીવિદ્યાની વાત આવે ત્યારે વડીલો પાસે મદદ માંગવી કેમ સારું રહેશે?

  • બાઇબલ વિદ્યાર્થી બાળકના હાથનું તાવીજ રસોડાના ચૂલામાં બાળી નાખે છે.

    શેતાનની સામા થાઓ અને ઈશ્વરની પાસે આવો.—યાકૂ ૪:૭, ૮

    જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણું રક્ષણ કરે તો કઈ વસ્તુઓને દૂર કરવી જોઈએ?

  • પેલેસાએ તરત કયું પગલું ભર્યું?

  • જ્યાં તમે રહો છો ત્યાં દુષ્ટ દૂતોથી બચવા તમે શું કરી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો