વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr23 જાન્યુઆરી પાન ૧-૧૦
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૩
  • મથાળાં
  • જાન્યુઆરી ૨-૮
  • જાન્યુઆરી ૯-૧૫
  • જાન્યુઆરી ૧૬-૨૨
  • જાન્યુઆરી ૨૩-૨૯
  • જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫
  • ફેબ્રુઆરી ૬-૧૨
  • ફેબ્રુઆરી ૧૩-૧૯
  • ફેબ્રુઆરી ૨૦-૨૬
  • ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૩
mwbr23 જાન્યુઆરી પાન ૧-૧૦

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2022 Christian Congregation of Jehovah’s Witnesses

જાન્યુઆરી ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૨૨-૨૩

“નમ્ર રહેવું કેમ જરૂરી છે?”

w૦૦ ૯/૧૫ ૨૯-૩૦

યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ

વહેલી સવારથી, મંદિરનું બાંધકામ કરનારા મન લગાડીને કામ કરે છે. ખરેખર, યોશીયાહે યહોવાહનો આભાર માન્યો હશે કે, પરમેશ્વરના ઘરને પોતાના દુષ્ટ પૂર્વજોએ કરેલું નુકસાન આ કામદારો સમારી રહ્યા છે. કામ બરાબર ચાલી રહ્યું છે ત્યારે, શાફાન તેમની પાસે આવીને ખાસ સમાચાર જણાવે છે. આ શું? તેના હાથમાં તો વીંટો છે! તે સમજાવે છે કે “મુસાની મારફતે અપાએલા યહોવાહના નિયમનું પુસ્તક” હિલ્કીયાહ યાજકને મળ્યું. (૨ કાળવૃત્તાંત ૩૪:૧૨-૧૮) કેવી મોટી શોધ, કેમ કે એ તો પરમેશ્વરના નિયમોનું મૂળ લખાણ હતું!

યોશીયાહ એ વીંટાનો દરેક શબ્દ સાંભળવા આતુર છે. શાફાન વાંચે છે તેમ, રાજા એ સમજીને પોતાને અને લોકોને લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને એ વીંટામાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, લોકો સાચી ઉપાસના પડતી મૂકીને જૂઠી ભક્તિ કરશે તો, મહામારી અને બંદીવાસ ભોગવવો પડશે. યોશીયાહને ખબર પડી કે યહોવાહની બધી જ આજ્ઞાઓ પાળવામાં આવી નથી ત્યારે, તેમણે વસ્ત્ર ફાડ્યા, અને હિલ્કીયાહ, શાફાન અને બીજાઓને આજ્ઞા આપી કે, ‘આ પુસ્તકનાં વચન વિષે યહોવાહને પૂછો; કેમકે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ કાન ધર્યો નથી, તેથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.’—૨ રાજા ૨૨:૧૧-૧૩; ૨ કાળવૃત્તાંત ૩૪:૧૯-૨૧.

w૦૦ ૯/૧૫ ૩૦ ¶૨

યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ

યોશીયાહનો સંદેશો લઈ જનારા યરૂશાલેમમાં રહેતી પ્રબોધિકા હુલ્દાહ પાસે આવ્યા, અને સંદેશો લઈને પાછા ફર્યા. હુલ્દાહે મોકલેલા સંદેશામાં યહોવાહની ઇચ્છા જણાવાઈ હતી. તેણે જણાવ્યું કે, મળી આવેલા વીંટામાંની વિપત્તિઓ ભ્રષ્ટ રાષ્ટ્રો પર જરૂર આવી પડશે. છતાં, યોશીયાહે પોતાને યહોવાહ સમક્ષ નમ્ર કર્યા, તેથી, તેમણે એ વિપત્તિઓ જોવી પડશે નહિ. તે તેમના પિતૃઓની ભેગા શાંતિમાં પોતાની કબરમાં દટાશે.—૨ રાજા ૨૨:૧૪-૨૦; ૨ કાળવૃત્તાંત ૩૪:૨૨-૨૮.

કીમતી રત્નો

w૦૧ ૪/૧૫ ૨૬ ¶૩-૪

ગમે તેવા ઉછેર છતાં તમે સફળ થઈ શકો છો

પોતે ખરાબ સંજોગોમાં ઉછર્યા હોવા છતાં, યોશીયાહે યહોવાહની નજરમાં જે સારું હતું એ જ કર્યું. તેથી જ તેમનું શાસન સફળ રહ્યું જેના વિષે બાઇબલ કહે છે: “તેની પહેલાં તેના જેવો કોઈ રાજા થયો નહોતો, કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મુસાના સઘળા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવાહ તરફ ફર્યો હોય; અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.”—૨ રાજા ૨૩:૧૯-૨૫.

આમ, બાળપણમાં વીતી હોય એવા લોકો માટે યોશીયાહે કેવું ઉત્તેજનકારક ઉદાહરણ પૂરું પાડ્યું! તેમના ઉદાહરણથી આપણે શું શીખી શકીએ? સાચો માર્ગ પસંદ કરવામાં અને એને વળગી રહેવામાં યોશીયાહને શામાંથી મદદ મળી?

જાન્યુઆરી ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ રાજાઓ ૨૪-૨૫

“હંમેશાં યાદ રાખીએ કે થોડો જ સમય બાકી છે”

w૦૧ ૨/૧૫ ૧૨ ¶૨

યહોવાહનો મહાન દિવસ નજીક છે!

૨ નિઃશંક, સફાન્યાહની આ ભવિષ્યવાણીની યુવાન રાજા યોશીયાહ પર ઊંડી અસર પડી. તેથી તેમણે યહુદાહમાં ચાલી રહેલી અશુદ્ધ ભક્તિ દૂર કરવા તરત જ પગલાં લીધા. તેમ છતાં, તે જૂઠી ભક્તિનો એકદમ અંત લાવી શક્યા ન હતા. તે લોકોના મનમાંથી દુષ્ટતા કાઢી શક્યાં નહિ. તેમ જ, તેમના દાદા, રાજા મનાશ્શાહે ‘નિર્દોષ રક્તથી યરૂશાલેમને ભરી દીધું હતું’ એ પાપનું પ્રાયશ્ચિત પણ કરી શક્યા નહિ. (૨ રાજા ૨૪:૩, ૪; ૨ કાળવૃત્તાંત ૩૪:૩) તેથી યહોવાહનો ન્યાયનો દિવસ આવે એ બહુ જરૂરી હતું.

w૦૭ ૪/૧ ૧૧ ¶૧૦

યિર્મેયાહના મુખ્ય વિચારો

ઈ.સ. પૂર્વે ૬૦૭નું વર્ષ હતું. સિદકીયાહ છેલ્લા ૧૧ વર્ષથી રાજ કરી રહ્યો હતો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે છેલ્લાં ૧૮ મહિનાથી યરૂશાલેમને ચોમેરથી ઘેરી લીધું હતું. નબૂખાદનેસ્સારના રાજના ઓગણીસમા વર્ષે તેના અંગરક્ષકોનો સરદાર, નબૂઝારઅદાન યરૂશાલેમ નજીક ‘આવ્યો.’ તે એ વર્ષના પાંચમા મહિનાના સાતમા દિવસે આવ્યો હતો. (૨ રાજાઓ ૨૫:૮) કદાચ શહેરની દીવાલથી થોડે દૂર પોતાની છાવણીમાં રહીને તેણે શહેરની તપાસ કરી અને યોજના રચી. ત્રણ દિવસ પછી, એટલે કે પાંચમા મહિનાના દસમે દિવસે તે યરૂશાલેમની અંદર “આવ્યો” ને શહેરને ‘આગ લગાડીને એને બાળી નાખ્યું.’—યિર્મેયાહ ૫૨:૧૨, ૧૩.

કીમતી રત્નો

w૦૫ ૮/૧ ૧૨ ¶૧

બીજા રાજાઓના મુખ્ય વિચારો

૨૪:૩, ૪. મનાશ્શાહ ખૂની હતા, એટલે યહોવાહ યહુદાહને ‘ક્ષમા કરવા રાજી ન હતા.’ યહોવાહ નિર્દોષ લોકોનું લોહી બહુ જ કીમતી ગણે છે. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહ એવી વ્યક્તિઓ પર વેર લેશે જેઓ નિર્દોષ લોકોનું ખૂન કરે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; ૧૪૫:૨૦.

જાન્યુઆરી ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૧-૩

“બાઇબલમાં વાર્તાઓ નહિ, પણ સાચા બનાવો છે”

w૦૯-E ૯/૧ ૧૪ ¶૧

આદમ અને હવા—શું તેઓ સાચે જ જીવી ગયા?

આપણે બાઇબલમાં પહેલો કાળવૃત્તાંતના અધ્યાય ૧થી ૯ અને લૂકનો અધ્યાય ૩ તપાસીએ તો એમાં બે વંશાવળી જોવા મળે છે. પહેલી વંશાવળીમાં ૪૮ પેઢીઓ અને બીજી વંશાવળીમાં ૭૫ પેઢીઓ છે. લૂકે ઈસુ ખ્રિસ્તની વંશાવળી વિશે જણાવ્યું છે. જ્યારે કે પહેલો કાળવૃત્તાંતમાં ઇઝરાયેલી પ્રજાના રાજવંશ અને યાજકોના કુટુંબની વંશાવળી વિશે જણાવ્યું છે. આ બંને વંશાવળીમાં અમુક જાણીતા લોકોના નામ લખેલા છે. જેમ કે, સુલેમાન, દાઉદ, યાકૂબ, ઇસહાક, ઇબ્રાહિમ, નૂહ અને આદમ. આ બધા નામ અસલી લોકોના છે અને આ અસલી લોકોમાં આદમનું નામ સૌથી પહેલા છે.

w૦૮ ૭/૧ ૩ ¶૪

નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત!

બાઇબલમાં એવી બે વંશાવળીઓ છે, જે પુરાવો આપે છે કે નુહ હકીકતમાં જીવી ગયા છે. (૧ કાળવૃત્તાંત ૧:૪; લુક ૩:૩૬) એ માહિતી ઈશ્વરભક્ત એઝરા અને લુકે ઝીણવટથી શોધ કરીને લખી. લુક તો ઈસુની વંશાવળી છેક નુહ સુધી લઈ ગયા.

w૦૯-E ૯/૧ ૧૪-૧૫

આદમ અને હવા—શું તેઓ સાચે જ જીવી ગયા?

દાખલા તરીકે, બાઇબલના એક મહત્ત્વના શિક્ષણ પર ધ્યાન આપો જે ઘણા ચર્ચોમાં શીખવવામાં આવે છે. એ છે છુટકારા વિશેનું શિક્ષણ. આ શિક્ષણ પ્રમાણે ઈસુ ખ્રિસ્તે પોતાનું જીવન છુટકારાની કિંમત તરીકે આપી દીધું, જેથી લોકોને પાપમાંથી છોડાવી શકે. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬) “છુટકારાની કિંમત” શબ્દનો શું અર્થ થાય? છુટકારાની કિંમત કોઈને છોડાવવા માટે કે કોઈ વસ્તુ પાછી મેળવવા માટે આપવામાં આવે છે. એ કિંમત એ વ્યક્તિ કે વસ્તુની બરાબર હોય છે. એટલા માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ઈસુએ “ઉદ્ધાર માટે પૂરેપૂરી કિંમત” ચૂકવવા પોતાને અર્પી દીધા. (૧ તિમોથી ૨:૬) કદાચ આપણે વિચારીએ કે ઈસુનું જીવન કોના જીવનની બરાબર હતું? બાઇબલમાં એનો જવાબ આપવામાં આવ્યો છે, “જેમ આદમને લીધે બધા મરે છે, તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.” (૧ કોરીંથીઓ ૧૫:૨૨) ઈસુએ પોતાના પાપ વગરના જીવનનું બલિદાન આપ્યું, જે આદમે ગુમાવેલા પાપ વગરના જીવનની બરાબર છે. (રોમનો ૫:૧૨) એનાથી ખબર પડે છે કે જો આદમ સાચે જ જીવ્યો ના હોત, તો ઈસુના બલિદાનનો કોઈ અર્થ ના હોત.

w૧૧ ૨/૧ ૮ ¶૬

ઈસુએ જણાવ્યું કે આદમ અને હવા દંતકથા નહિ પણ હકીકતમાં હતા. લગ્‍ન વિષે યહોવાહે ઘડેલા ધોરણો સમજાવતી વખતે ઈસુએ આદમ-હવાના લગ્‍નનો ઉલ્લેખ કર્યો. એમાં એ પણ જણાવ્યું કે એક પતિની એક જ પત્ની હોવી જોઈએ. (માત્થી ૧૯:૩-૬) જો હકીકતમાં એદન બાગ અને આદમ-હવા દંતકથા જ હોય, તો ઈસુ છેતરાઈ ગયા હતા અથવા તે જૂઠું બોલતા હતા. બેમાંથી એક ય શક્ય નથી. જ્યારે એદન બાગમાં આ ઘટના બની ત્યારે ઈસુ સ્વર્ગમાંથી એ જોતા હતા. એનાથી વધારે બીજો કયો પુરાવો જોઈએ?

કીમતી રત્નો

it-૧-E ૯૧૧ ¶૩-૪

વંશાવળી

સ્ત્રીઓના નામ: અમુક વંશાવળીમાં સ્ત્રીઓના નામ એટલા માટે લખવામાં આવ્યા, કેમ કે ઇતિહાસ પ્રમાણે એમ કરવું બરાબર હતું. ઉત્પત્તિ ૧૧:૨૯, ૩૦માં સારાય (સારા) વિશે જણાવવામાં આવ્યું છે, કેમ કે વચન આપેલું સંતાન તેનાથી આવવાનું હતું. તે કંઈ ઇબ્રાહિમની બીજી પત્નીમાંથી આવવાનું ન હતું. એ જ કલમોમાં મિલ્કાહ વિશે પણ જણાવવામાં આવ્યું છે, જે ઇસહાકની પત્ની રિબકાની દાદી હતી. આનાથી ખબર પડે છે કે રિબકા ઇબ્રાહિમના સગામાં હતી. આ જાણકારી મહત્ત્વની હતી, કેમ કે ઇસહાકે બીજી પ્રજાની છોકરીઓ સાથે લગ્‍ન કરવાનું ન હતું. (ઉત ૨૨:૨૦-૨૩; ૨૪:૨-૪) ઉત્પત્તિ ૨૫:૧માં ઇબ્રાહિમની બીજી પત્ની કટૂરાહનું નામ આપવામાં આવ્યું છે. આનાથી બે વાત સાબિત થાય છે. પહેલી, સારાના મરણ પછી ઇબ્રાહિમે બીજું લગ્‍ન કર્યું. બીજી, યહોવાએ ઇબ્રાહિમને બાળકો પેદા કરવાની શક્તિ પાછી આપી, જે તેની પાસે ૪૦ વર્ષ સુધી રહી. (રોમ ૪:૧૯) બાઇબલમાં આપેલી માહિતીથી એ પણ ખબર પડે છે કે મિદ્યાની લોકો અને અરબની બીજી જાતિના લોકો કટૂરાહમાંથી આવ્યા હતા. આનાથી જોવા મળે છે કે આ બધા લોકો ઇઝરાયેલીઓના સગામાં હતા.

બાઇબલમાં લેઆહ, રાહેલ અને યાકૂબની ઉપપત્નીઓના નામ છે. (ઉત ૩૫:૨૧-૨૬) આ માહિતીથી ખબર પડે છે કે યાકૂબના દીકરાઓ સાથે ઈશ્વર જે રીતે વર્ત્યા એની પાછળ શું કારણ હતું. અમુક સ્ત્રીઓના નામ એટલા માટે લખવામાં આવ્યા હતા, કેમ કે તેઓને જે વારસો આપવામાં આવ્યો હતો એ તેઓના જ કુટુંબમાં રહે. (ગણ ૨૬:૩૩) તામાર, રાહાબ અને રૂથનો કિસ્સો એકદમ અલગ હતો. તેઓમાંની દરેક અજોડ રીતે ઈસુની પૂર્વજ બની. (ઉત ૩૮; રૂથ ૧:૩-૫; ૪:૧૩-૧૫; માથ ૧:૧-૫)

જાન્યુઆરી ૨૩-૨૯

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૪-૬

“મારી પ્રાર્થનાઓથી મારા વિશે શું ખબર પડે છે?”

w૧૦-E ૧૦/૧ ૨૩ ¶૩-૭

તે “પ્રાર્થનાના સાંભળનાર” છે

યાબેસ હંમેશાં પ્રાર્થનામાં લાગુ રહેતો હતો. તેણે પોતાની પ્રાર્થનામાં સૌથી પહેલા ઈશ્વર પાસે આશીર્વાદ માંગ્યો. પછી તેણે ઈશ્વરને ત્રણ વિનંતીઓ કરી. એનાથી સાબિત થાય છે કે યાબેસને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી.

પહેલી વિનંતીમાં યાબેસે ઈશ્વરને કહ્યું, “મારી સરહદ વધારો.” (૧ કાળવૃત્તાંત ૪:૧૦) યાબેસ બીજાઓની જમીન પડાવી લેનાર કે લાલચુ ન હતો. તેનું લોકોમાં ઘણું માન હતું. તેણે સરહદ વધારવા એટલે વિનંતી કરી જેથી લોકોને એનો ફાયદો થાય, નહિ કે જમીનમાં વધારો થાય. તે કદાચ ઈશ્વરને કહી રહ્યો હતો કે તેની સરહદમાં વધારો થાય, જેથી તેના વિસ્તારમાં વધારે ને વધારે લોકો ઈશ્વરની ભક્તિ કરનારા હોય.

બીજી વિનંતીમાં યાબેસે ઈશ્વરને કહ્યું કે તેમનો “હાથ” તેના પર રહે. અહીંયા હાથ ઈશ્વરની શક્તિને રજૂ કરે છે, જેનો ઉપયોગ તે પોતાના ભક્તોની મદદ કરવા કરે છે. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૨) પોતાની ઇચ્છા પૂરી થાય એ માટે યાબેસ યહોવા પર આધાર રાખતો હતો. કેમ કે યહોવાનો હાથ ટૂંકો નથી કે પોતાના ભક્તોને બચાવી ન શકે.—યશાયા ૫૯:૧.

ત્રીજી વિનંતીમાં યાબેસે ઈશ્વરને કહ્યું, “મને આફતથી બચાવો, જેથી મને કંઈ નુકસાન ન થાય!” “મને કંઈ નુકસાન ન થાય” આ શબ્દો બતાવે છે કે યાબેસ આફતથી દૂર ભાગતો ન હતો. પણ તે ચાહતો હતો કે તે નિરાશ ન થઈ જાય અને તેના પર કોઈ ખરાબ અસર ન પડે.

યાબેસની પ્રાર્થનાઓથી સાચી ભક્તિ માટેની તેની ચિંતા દેખાય આવે છે. એટલું જ નહિ પ્રાર્થનાના સાંભળનાર પર તેની અડગ શ્રદ્ધા અને ભરોસો પણ દેખાય છે. યહોવાએ તેની પ્રાર્થનાનો કેવી રીતે જવાબ આપ્યો? બાઇબલનો આ દાખલો આ શબ્દોથી પૂરો થાય છે. “તેણે જે માંગ્યું, એ ઈશ્વરે તેને આપ્યું.”

કીમતી રત્નો

w૦૫ ૧૦/૧ ૯ ¶૭

પહેલા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

૫:૧૦, ૧૮-૨૨. શાઊલ રાજાના દિવસોમાં યરદનની પૂર્વે રહેતા કુળોએ હાગ્રીઓ સાથે લડાઈ કરી. હાગ્રીઓનું લશ્કર ઈસ્રાએલીઓ કરતાં બમણું હતું તોપણ ઈસ્રાએલીઓએ જીત મેળવી. કારણ કે ઈસ્રાએલના શૂરવીર યોદ્ધાઓને યહોવાહમાં પૂરો ભરોસો હતો. તેઓએ પ્રાર્થનામાં યહોવાહ પાસેથી મદદ માગી હતી. આજે શેતાન આપણને લાલચ આપે છે, આપણા પર મુશ્કેલીઓ અને સતાવણી લાવે છે. તેની સામે ટકી રહેવા ચાલો આપણે પણ યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદ માગીએ.—એફેસી ૬:૧૦-૧૭.

જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૭-૯

“યહોવાની મદદથી અઘરામાં અઘરું કામ કરી શકીશું”

w૦૫ ૧૦/૧ ૯ ¶૮

પહેલા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

૯:૨૬, ૨૭. લેવી કુળના દ્વારપાળો કે દરવાજા પાસેના ચોકીદારોને મોટી જવાબદારી આપવામાં આવી હતી. તેઓને જ મંદિરના પવિત્ર ભાગોમાં જતા દરવાજાની ચાવી આપવામાં આવી હતી જેથી તેઓ આ જગ્યાઓના દરવાજા ખોલી શકે. તેઓએ એ જવાબદારી સારી રીતે ઉપાડી. એ જ રીતે આજે આપણને પણ ભારે જવાબદારી આપવામાં આવી છે. આપણા વિસ્તારમાં રહેતા લોકોને યહોવાહનું સત્ય શીખવવા આપણે બનતું બધું જ કરવું જોઈએ. આપણે પણ લેવી ચોકીદારોની જેમ સારી રીતે આ જવાબદારી ઉપાડવી જોઈએ.

w૧૧-E ૯/૧૫ ૩૨ ¶૭

શું તમે ફીનહાસની જેમ કસોટીઓનો સામનો કરવા તૈયાર છો?

ઇઝરાયેલના સમયમાં ફીનહાસના માથે ભારે જવાબદારી હતી. પણ હિંમત, સમજદારી અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા બતાવીને તે આ કસોટીઓનો સામનો કરી શક્યો. જે રીતે ફીનહાસે ઈશ્વરના મંડળની સંભાળ રાખી એનાથી યહોવા ઘણા ખુશ થયા. એ બનાવના આશરે ૧,૦૦૦ વર્ષ પછી એઝરાએ લખ્યું, “અગાઉ એલઆઝારનો દીકરો ફીનહાસ તેઓનો આગેવાન હતો. યહોવા તેની સાથે હતા.” (૧ કાળ. ૯:૨૦) બની શકે કે યહોવા એ લોકોની સાથે રહે જેઓ અત્યારે તેમના લોકોની આગેવાની લે છે. એટલું જ નહિ, તે બધા જ ઈશ્વરભક્તોની સાથે પણ રહે જેઓ વફાદારીથી તેમની સેવા કરે છે.

કીમતી રત્નો

w૧૦ ૧૨/૧ ૨૮ ¶૬

યહોવાહના સ્તુતિગીતો ગાઈએ

૬ આમ, યહોવાહે પોતાના પ્રબોધકો દ્વારા જણાવ્યું હતું કે ભક્તિ ગીતોથી તેમના ભક્તો સ્તુતિ કરે. અરે, લેવીના કુળમાંથી ગવૈયાઓને બીજી જવાબદારીઓથી પણ મુક્ત કરવામાં આવતા, જેથી તેઓ પાસે ગીત-સંગીત રચવા અને એનો મહાવરો કરવા પૂરતો સમય હોય.—૧ કાળ. ૯:૩૩.

ફેબ્રુઆરી ૬-૧૨

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૧૦-૧૨

“હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ”

w૧૨ ૧૧/૧ ૧૧ ¶૧૨-૧૩

‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’

૧૨ નિયમો પાછળ રહેલા સિદ્ધાંતોની દાઊદને ઘણી કદર હતી અને એ પ્રમાણે જીવવા તે આતુર હતા. એટલે, આપણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ. એક વાર, દાઊદને ખૂબ જ તરસ લાગી હતી. તેમને “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી” પીવું હતું. તેમનાં ત્રણ માણસો પોતાનું જીવન જોખમમાં મૂકીને, પલિસ્તીઓના વિસ્તારમાં આવેલા બેથલેહેમ શહેરમાં જઈને પાણી લઈ આવ્યા. “દાઊદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું.” કેમ? દાઊદ સમજાવે છે: ‘મારા ઈશ્વર મારી પાસે એવું ન કરાવે; આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં?’—૧ કાળ. ૧૧:૧૫-૧૯.

૧૩ દાઊદને યહોવાના નિયમની ખબર હતી કે લોહી ખાવું ન જોઈએ પણ એ તેમની આગળ રેડી દેવું જોઈએ. આવું કેમ કરવું જોઈએ એ પણ તે સારી રીતે સમજતા હતા. દાઊદ જાણતા હતા કે “શરીરનો જીવ રક્તમાં છે.” જોકે, એ તો લોહી નહિ પણ પાણી હતું. તોપણ દાઊદે કેમ એ પાણી પીવાની ના પાડી? તેમને નિયમ અને એની પાછળના સિદ્ધાંત માટે ખૂબ જ કદર હતી. દાઊદના મને એ પાણી ત્રણ પુરુષોના લોહી જેટલું જ કિંમતી હતું. એટલે તેમણે એ પાણી પીધું નહિ પણ જમીન પર ઢોળી દેવાનો નિર્ણય લીધો.—લેવી. ૧૭:૧૧; પુન. ૧૨:૨૩, ૨૪.

w૧૮.૦૬ ૧૭ ¶૫-૬

ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ

૫ જો આપણે ચાહતા હોઈએ કે ઈશ્વરના નિયમો દ્વારા મદદ મળે, તો ફક્ત એ નિયમો વાંચવા કે એના વિશે જાણવું જ પૂરતું નથી. આપણે એ નિયમો માટે પ્રેમ અને આદર બતાવવો જોઈએ. બાઇબલ જણાવે છે: “ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો.” (આમો. ૫:૧૫) પણ આપણે કઈ રીતે એમ કરી શકીએ? આપણે બાબતોને યહોવાની નજરે જોવાની જરૂર છે. જરા આનો વિચાર કરો. તમને બરાબર ઊંઘ આવતી નથી. એટલે તમારા ડોક્ટર તમને પૌષ્ટિક ખોરાક ખાવાની, વધારે કસરત કરવાની અને જીવનઢબમાં ફેરફાર કરવાની સલાહ આપે છે. તેમની સલાહ પાળો છો ત્યારે સારાં પરિણામો આવે છે. તમને એ ડોક્ટર વિશે કેવું લાગશે? એનાથી ડોક્ટર માટે તમારી કદર વધશે.

૬ એવી જ રીતે, સર્જનહારે આપેલા નિયમો દ્વારા પાપની ખરાબ અસરોથી રક્ષણ થાય છે અને જીવનઢબમાં સુધારો થાય છે. દાખલા તરીકે, બાઇબલ આપણને શીખવે છે કે આ બધાથી દૂર રહેવું જોઈએ: જૂઠ, છેતરપિંડી, ચોરી, અનૈતિકતા, હિંસા અને મેલીવિદ્યા. (નીતિવચનો ૬:૧૬-૧૯ વાંચો; પ્રકટી. ૨૧:૮) યહોવાની આજ્ઞા પાળવાથી આપણને સારાં પરિણામો મળે છે. એ જોઈને તેમના માટેનો અને તેમના નિયમો માટેનો પ્રેમ વધે છે.

કીમતી રત્નો

it-૧-E ૧૦૫૮ ¶૫-૬

દિલ, મન

“પૂરા દિલથી” સેવા કરવી. જ્યારે કોઈ બે માલિકની સેવા કરે છે તો એના વિશે બાઇબલ શું જણાવે છે? જ્યારે તે વ્યક્તિ વિચારે છે કંઈ, કરે છે કંઈ અને બીજાઓને અંધારામાં રાખે છે તો બાઇબલ આવી વ્યક્તિને ‘બે મનવાળી’ અથવા ‘કપટી’ કહે છે. (૧કા ૧૨:૩૩, ફૂટનોટ; ગી ૧૨:૨) ઈસુએ આવા બે મનવાળા લોકોને સખત ઠપકો આપ્યો.—માથ ૧૫:૭, ૮.

જો આપણે ઈશ્વરને ખુશ કરવા માંગતા હોઈએ તો આપણે બે મનવાળા ના બનવું જોઈએ. પણ પૂરા દિલથી તેમની ભક્તિ કરવી જોઈએ. (૧કા ૨૮:૯) આવું કરવામાં ઘણી મહેનત લાગે છે, કેમ કે આપણું દિલ “ઉતાવળું” છે અને તેના ‘વિચારો ખરાબ’ હોય છે. (યર્મિ ૧૭:૯, ૧૦; ઉત ૮:૨૧) પૂરા દિલથી સેવા કરવા આપણે શું કરવું જોઈએ? આપણે દિલથી પ્રાર્થના કરવી જોઈએ (ગી ૧૧૯:૧૪૫; યવિ ૩:૪૧), નિયમિત ઈશ્વરના વચનનો અભ્યાસ કરવો જોઈએ (એઝ ૭:૧૦; ની ૧૫:૨૮), ઉત્સાહથી ખુશખબર જણાવવી જોઈએ (યર્મિ ૨૦:૯ સરખાવો.) અને જેઓ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે તેઓ સાથે સંગત કરવી જોઈએ.—૨રા ૧૦:૧૫, ૧૬ સરખાવો.

ફેબ્રુઆરી ૧૩-૧૯

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૧૩-૧૬

“માર્ગદર્શન પાળીએ, સફળ થઈએ”

w૦૩ ૫/૧ ૧૦ ¶૧૨

શું તમે યહોવાહની સલાહ લો છો?

૧૨ કરારકોશને ઈસ્રાએલમાં લાવ્યા પછી, એને કિર્યાથ-યઆરીમમાં લગભગ ૭૦ વર્ષો સુધી રાખવામાં આવ્યો હતો. દાઊદ રાજા એને યરૂશાલેમમાં લાવવા ઇચ્છતા હતા. તેથી, તેમણે યહોવાહને બદલે લોકોના સરદારોની સલાહ લીધી અને તેઓને કહ્યું: “તમને સારૂ લાગે, ને જો આપણા દેવ યહોવાહની મરજી હોય, તો” કરારકોશને યરૂશાલેમમાં પાછો લાવીએ. જો તેમણે યહોવાહની સલાહ લીધી હોત તો, કરારકોશને ગાડામાં નહિ પણ, યહોવાહે સૂચવ્યા પ્રમાણે કહાથી લેવીઓના ખભા પર લાવ્યા હોત. દાઊદ હંમેશાં યહોવાહની સલાહ લેતા હતા. પણ આ સમયે તેમણે યહોવાહની સલાહ લીધી નહિ અને એનું બહુ ખરાબ પરિણામ આવ્યું. પછી દાઊદે પોતે કબૂલ્યું: “આપણો દેવ યહોવાહ આપણા પર તૂટી પડ્યો, કેમકે આપણે નિયમ પ્રમાણે તેની હજૂરમાં ગયા નહિ.”—૧ કાળવૃત્તાંત ૧૩:૧-૩; ૧૫:૧૧-૧૩; ગણના ૪:૪-૬, ૧૫; ૭:૧-૯.

w૦૩ ૫/૧ ૧૧ ¶૧૩

શું તમે યહોવાહની સલાહ લો છો?

૧૩ આખરે લેવીઓ કરારકોશને ઓબેદ-અદોમના ઘરમાંથી યરૂશાલેમમાં લાવ્યા ત્યારે, તેઓએ દાઊદે રચેલું ગીત ગાયું. એ ગીતમાં તેઓને ફરીથી યાદ કરાવવામાં આવ્યું કે “યહોવાહને તથા તેના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેના મુખને શોધો. જે અદ્‍ભુત કામો તેણે કર્યાં છે તે યાદ રાખો; તેના ચમત્કાર તથા તેના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.”—૧ કાળવૃત્તાંત ૧૬:૧૧, ૧૨.

કીમતી રત્નો

w૧૪ ૧/૧૫ ૧૧ ¶૧૪

સનાતન રાજા યહોવાની ભક્તિ કરીએ

૧૪ એકવાર, દાઊદ યરૂશાલેમમાં કરારકોશ લાવી રહ્યા હતા. એ આનંદી વાતાવરણમાં લેવીઓ મહિમાનું ગીત ગાઈ રહ્યા હતા, જેમાં એક મહત્ત્વનો વિચાર જોવા મળે છે. એ વિચાર ૧ કાળવૃત્તાંત ૧૬:૩૧માં નોંધાયો છે: “વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે યહોવા રાજ કરે છે.” યહોવા કયા અર્થમાં રાજ કરે છે? તે પોતાનો અધિકાર વાપરે છે ત્યારે તે રાજ કરે છે. અથવા કોઈક સમયે કે ખાસ સંજોગોને હાથ ધરવા તે કોઈ પ્રતિનિધિ નિયુક્ત કરે છે ત્યારે પણ કહેવાય કે, યહોવા રાજ કરે છે. યહોવા કઈ રીતે રાજ કરે છે, એ જાણવું ખૂબ મહત્ત્વનું છે. દાઊદના મૃત્યુ પહેલાં યહોવાએ તેમને વચન આપ્યું હતું કે રાજા હંમેશાં દાઊદના કુળમાંથી જ આવશે. તેમણે કહ્યું: ‘હું તારા પછી તારા સંતાનને ઊભો કરીશ અને તેનું રાજ્ય હું સ્થાપીશ.’ (૨ શમૂ. ૭:૧૨, ૧૩) દાઊદ થઈ ગયા એના એક હજારથી વધુ વર્ષો પછી એ “સંતાન” આવ્યું. એ સંતાન કોણ હતું? તે ક્યારે રાજા બનશે? 

ફેબ્રુઆરી ૨૦-૨૬

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૧૭-૧૯

“દિલની તમન્‍ના પૂરી ન થાય તોપણ ખુશ રહો”

w૦૬ ૮/૧ ૧૨ ¶૧

ચાલો યહોવાહની સંસ્થાની કદર કરતા રહીએ!

હેબ્રી શાસ્ત્રમાં અનેક ઈશ્વરભક્તો વિષે લખવામાં આવ્યું છે. એમાંના એક છે, દાઊદ. તે અજોડ હતા. તે ઘેટાંપાળક, સંગીતકાર, પ્રબોધક અને રાજા પણ હતા. દાઊદ રાજાને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા. તેમનો યહોવાહ સાથે પાકો નાતો હતો. એ કારણથી તેમના દિલમાં યહોવાહનું મંદિર બાંધવાની ભાવના જાગી. આખા ઈસ્રાએલમાં આ એવું મંદિર બનવાનું હતું જ્યાં ફક્ત યહોવાહની જ ભક્તિ થાય. દાઊદ જાણતા હતા કે મંદિર બંધાઈ ગયા પછી એમાં યહોવાહની ભક્તિને લગતું જે કોઈ કામ કરવામાં આવશે એનાથી લોકોને આનંદ અને આશીર્વાદ મળશે. એટલે જ દાઊદ દિલથી ભજનમાં ગાઈ ઊઠ્યા: “જેને તું [યહોવાહ] પસંદ કરીને પાસે લાવે છે, જે તારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની, એટલે તારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.”—ગીતશાસ્ત્ર ૬૫:૪.

w૨૧.૦૮ ૨૨-૨૩ ¶૧૧

આપણી સોંપણીમાં ખુશી મેળવીએ

૧૧ બીજા ચાકરની જેમ આપણે પણ જે કામ મળે એને પૂરું મન લગાવીને કરીએ. પ્રચારકામમાં પૂરા “ઉત્સાહથી” ભાગ લઈએ. મંડળનાં બીજાં કામોમાં પણ મદદ કરીએ. (પ્રે.કા. ૧૮:૫; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) આપણે સભાઓમાં જવાબ આપવા અને વિદ્યાર્થીની સોંપણી મળે ત્યારે એની તૈયારી કરવામાં મહેનત કરીએ. મંડળમાં કોઈ કામ મળે તો એને સમય પર અને સારી રીતે કરીએ. આપણે કોઈપણ કામને નાનું ન સમજીએ. આપણી આવડત નિખારવા મહેનત કરીએ. (નીતિ. ૨૨:૨૯) યહોવાની ભક્તિને લગતા કામોમાં અને સોંપણીમાં મન પરોવેલું રાખીશું તો કેવો ફાયદો થશે? યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે અને આપણને ખુશી મળશે. (ગલા. ૬:૪) એટલું જ નહિ જે સોંપણી મેળવવાની આપણને ઇચ્છા હોય, એ બીજાને મળે ત્યારે પણ તેને માટે ખુશી થશે.—રોમ. ૧૨:૧૫; ગલા. ૫:૨૬.

કીમતી રત્નો

w૨૦.૦૨ ૧૨, બૉક્સ

આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ

શું યહોવા મારા પર ધ્યાન આપે છે?

તમે કદાચ વિચારતા હશો કે, ‘દુનિયામાં લાખો-કરોડો લોકો છે તો પછી યહોવા શા માટે મારા પર ધ્યાન આપશે?’ ઘણા લોકોને આવા સવાલો થાય છે. દાઊદ રાજાએ લખ્યું, ‘હે યહોવા, માણસ કોણ કે તમે તેની ઓળખાણ રાખો? માણસ કોણ કે તમે તેને ધ્યાનમાં રાખો?’ (ગીત. ૧૪૪:૩) પણ દાઊદને ખાતરી હતી કે યહોવા તેમને સારી રીતે ઓળખે છે. (૧ કાળ. ૧૭:૧૬-૧૮) તમે યહોવાને જે પ્રેમ બતાવો છો એને તે ધ્યાનમાં લે છે. બાઇબલ અને તેમના સંગઠન દ્વારા યહોવા આપણને એની ખાતરી આપે છે. એ વાત પર વધારે ખાતરી કરવા ચાલો બાઇબલમાં આપેલા અમુક વિચારો તપાસીએ.

• તમારા જન્મ પહેલાંથી જ યહોવાનું ધ્યાન તમારા પર છે.—ગીત. ૧૩૯:૧૬.

• તમારા દિલમાં શું છે અને તમે શું વિચારો છો, એ યહોવા જાણે છે.—૧ કાળ. ૨૮:૯.

• યહોવા તમારી દરેક પ્રાર્થનાઓ સાંભળે છે.—ગીત. ૬૫:૨.

• તમે સારું કામ કરશો તો યહોવા ખુશ થશે. પણ તમે ખરાબ કામ કરશો તો યહોવાને દુઃખ થશે.—નીતિ. ૨૭:૧૧.

• યહોવા તમને તેમની પાસે દોરી લાવ્યા છે.—યોહા. ૬:૪૪.

• યહોવા તમને બહુ સારી રીતે ઓળખે છે. એટલે જો તમે ગુજરી જાઓ તો તે તમને ફરી જીવતા કરી શકે છે. યહોવા તમને નવું શરીર અને મન આપશે, જે અમુક હદે હમણાંના જેવું હશે. તમારી યાદો અને સ્વભાવ હાલનાં જેવાં હશે.—યોહા. ૧૧:૨૧-૨૬, ૩૯-૪૪; પ્રે.કા. ૨૪:૧૫.

ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કાળવૃત્તાંત ૨૦-૨૨

“જવાબદારી સારી રીતે હાથ ધરવા યુવાનોને મદદ કરીએ”

w૧૭.૦૧ ૨૯ ¶૮

“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે”

૮ પહેલો કાળવૃત્તાંત ૨૨:૫ વાંચો. દાઊદને કદાચ લાગ્યું હશે કે, એ મોટું બાંધકામ હાથ ધરવા માટે સુલેમાન હજી તૈયાર નથી. કારણ કે, એ મંદિર “ભારે ભવ્ય” બનવાનું હતું અને સુલેમાન “જુવાન ને બિનઅનુભવી” હતા. પરંતુ, દાઊદ જાણતા હતા કે, એ ખાસ કામને પાર પાડવા યહોવા સુલેમાનની પડખે ઊભા રહેશે. તેથી, સુલેમાન એ વિશાળ બાંધકામને હાથ ધરી શકે માટે તેમને તૈયાર કરવા દાઊદે પોતાનું દિલ રેડી દીધું.

w૧૭.૦૧ ૨૯ ¶૭

“એ બધું ભરોસાપાત્ર માણસોને સોંપી દે”

૭ દાઊદ દિલથી ચાહતા હતા કે, તે યહોવા માટે મંદિર બાંધે. એટલે, યહોવાના નિર્ણયથી તે કદાચ ઉદાસ થયા હશે. છતાં, સુલેમાનની નિગરાનીમાં બનનાર મંદિરને તેમણે પૂરા દિલથી ટેકો આપ્યો. તેમણે મજૂરોની ગોઠવણ કરવા તેમજ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ અને લાકડું ભેગું કરવા મદદ કરી. તેમણે એ પરવા ન કરી કે, જો સુલેમાન મંદિર બાંધશે તો એ સુલેમાનના નામથી ઓળખાશે, નહિ કે પોતાના. એના બદલે તેમણે સુલેમાનને કહ્યું: “મારા પુત્ર, યહોવા તારી સાથે હો; અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે તેનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.”—૧ કાળ. ૨૨:૧૧, ૧૪-૧૬.

w૧૮.૦૩ ૧૧-૧૨ ¶૧૪-૧૫

માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો?

૧૪ વડીલો પણ માબાપને મદદ કરી શકે. તેઓ યહોવાની સેવામાં ધ્યેય રાખવા વિશે બાળકોને ઉત્તેજન આપી શકે. એક બહેન છ વર્ષનાં હતાં ત્યારે, ભાઈ રસેલે તેમની સાથે કરેલી વાત તેમને હજુ પણ યાદ છે. તે કહે છે, ‘ભક્તિને લગતા મારા ધ્યેયો વિશે ભાઈએ ૧૫ મિનિટ સુધી મારી સાથે વાત કરી હતી.’ એનું શું પરિણામ આવ્યું? પછીથી, બહેન પાયોનિયર બન્યાં અને ૭૦થી પણ વધુ વર્ષો પાયોનિયર તરીકે સેવા આપી! એ તો સ્પષ્ટ છે કે, યોગ્ય શબ્દો અને ઉત્તેજનથી વ્યક્તિનું આખું જીવન બદલાય શકે છે. (નીતિ. ૨૫:૧૧) પ્રાર્થનાઘરના અમુક કામ માટે વડીલો માબાપો અને બાળકોને બોલાવી શકે. બાળકોની ઉંમર અને ક્ષમતા પ્રમાણે તેઓને કામ સોંપી શકે.ળવૃત્તાંતના મુખ્ય વિચારો

૨૧:૧૩-૧૫. યહોવાહે સ્વર્ગદૂતને

૧૫ મંડળનાં બીજાં ભાઈ-બહેનો કેવી રીતે મદદ કરી શકે? તેઓ યુવાનોમાં રસ લઈ શકે. દાખલા તરીકે, તમે ધ્યાન આપી શકો કે, બાળક યહોવાની નજીક આવી રહ્યું છે કે નહિ. શું તે સભામાં સારો જવાબ આપે છે? શું તે અઠવાડિયા દરમિયાન થતી સભામાં ભાગ લે છે? શું તે શાળામાં સાક્ષી આપે છે? ખોટું કરવાની લાલચ આવે ત્યારે શું તે ખરાં ધોરણોને વળગી રહે છે? જો તે એમ કરતું હોય, તો તેને શાબાશી આપવામાં મોડું કરશો નહિ! આપણે ધ્યેય બાંધી શકીએ કે, સભા પહેલાં અને પછી, યુવાનો સાથે વાત કરવા સમય કાઢીશું. જો એમ કરીશું, તો બાળકો પોતાને ‘મહા મંડળીનો’ ભાગ ગણશે.—ગીત. ૩૫:૧૮.

કીમતી રત્નો

w૦૫ ૧૦/૧ ૧૧ ¶૬

પહેલા કાહુકમ કર્યો કે હવે લોકોનો નાશ કરવાનું બંધ કર. કેમ કે પોતાના લોકોને તડપતા જોઈને યહોવાહને ખૂબ દુઃખ થયું. ખરેખર “તેની કૃપા અત્યંત છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો