૧
યહોવાના ગુણો
૧. યહોવા તું મહા શક્તિમાન
સૌ જોશે કે તું છો સૌથી મહાન
તારા બળથી જીવે માનવજાત
સૃષ્ટિભરમાં તારી તાકાત
૨. તારે આંગણે સાચો ન્યાય વહે
એનો હર ઘૂંટ દિલમાં વ્હેતો રહે
મધથી પણ વધુ મીઠો લાગે છે
દિલમાં આપે ઠંડક મને
૩. નથી તારા પ્રેમનો કોઈ પાર
મારા પર છે તારી કૃપા અપાર
વસે તારું નામ, તારું માન સદા
હે યહોવા મારા દિલમાં
(ગીત. ૩૬:૯; ૧૪૫:૬-૧૩; યાકૂ. ૧:૧૭ પણ જુઓ.)