૬
અમારી પ્રાર્થના
૧. યહોવા તું, મારો સહારો
તારે છાંયે, મળે મને આશરો
તું દરિયા દિલ, દયાનો સાગર
તારી દયાને અમે પીશું
દયાને અમે પીશું
તું છો દયાનો સાગર
૨. તારા પ્રેમનો દીવો જલે છે
મારા દિલમાં, ભલે તોફાન આવે
બળ સચ્ચાઈનું, જ્યોતમાં ભરીને
તારા પ્રકાશને ફેલાવ્યે રે
પ્રકાશને ફેલાવ્યે રે
ભરીને બળ સચ્ચાઈનું
૩. ઘરમાં તારા દયા વસે છે
જીવનભર ત્યાં મને રેʼવું ગમે
પ્હોંચી જાઉં હું પગલે ચાલીને
તારી દયાની મંજિલે હું
દયાની મંજિલે હું
પ્હોંચી જાઉં હું ચાલીને
(ગીત. ૧૪૩:૧૦; યોહા. ૨૧:૧૫-૧૭; યાકૂ. ૧:૫ પણ જુઓ.)