વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧૦/૧૫ પાન ૧૪-૧૫
  • મેલેરિયા વિશે તમારે શું જાણવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મેલેરિયા વિશે તમારે શું જાણવું જોઈએ?
  • સજાગ બનો!—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧ મેલેરિયા શું છે?
  • ૨ મેલેરિયા કઈ રીતે ફેલાય છે?
  • ૩ તમે કઈ રીતે રક્ષણ મેળવી શકો?
  • મે લે રિ યા વિરુદ્ધની લડતમાં પાયા તરફ આવવું
    સજાગ બનો!—૧૯૯૭
  • પરોપજીવીથી
    સજાગ બનો!—૧૯૯૯
  • સ્નેઈલ ફીવર શું એનો અંત નજરે પડે છે?
    સજાગ બનો!—૧૯૯૭
  • રોગ વગરની દુનિયા!
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૫
g ૧૦/૧૫ પાન ૧૪-૧૫

મેલેરિયા વિશે તમારે શું જાણવું જોઈએ?

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૩માં આશરે ૨૦ કરોડ લોકો મેલેરિયાનો શિકાર બન્યા હતા. આશરે ૫,૮૪,૦૦૦ લોકો મરણ પામ્યા હતા. એમાં લગભગ ૮૩ ટકા બાળકો હતાં, જેઓની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. આ બીમારીના લીધે ૧૦૦ કરતાં વધારે દેશો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આશરે ૩.૨ અબજ લોકોનો જીવ જોખમમાં છે.

૧ મેલેરિયા શું છે?

મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર ૪૮થી ૭૨ કલાકમાં ઊથલો મારે છે.

૨ મેલેરિયા કઈ રીતે ફેલાય છે?

  1. એક ચિત્ર જે બતાવે છે કે, માણસોમાં મેલેરિયાના જીવાણુઓ કઈ રીતે ફેલાય છે

    ૧. મેલેરિયા માટે પ્લાઝમોડીયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા ઍનોફિલસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે.

  2. ૨. આ જીવાણુઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે.

  3. ૩. લીવરના કોષો ફાટે ત્યારે, આ જીવાણુઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં પણ એની સંખ્યા વધે છે.

  4. મેલેરિયાના જીવાણુઓ રક્તકણોમાં ઘૂસીને વધે છે અને પછી એ ફાટી જાય છે

    ૪. હવે રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે.

  5. ૫. રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે છે ત્યારે મેલેરિયાનાં લક્ષણો દેખાય છે.

૩ તમે કઈ રીતે રક્ષણ મેળવી શકો?

મેલેરિયા ફેલાયો છે એ વિસ્તારમાં તમે રહેતા હો તો . . .

  • મચ્છરદાનીનો ઉપયોગ કરો.

    • એના પર જંતુનાશક દવા છાંટેલી હોવી જોઈએ.

    • એ કાણાંવાળી કે ફાટેલી ન હોવી જોઈએ.

    • ગાદલા નીચે સારી રીતે ભરાવી દીધેલી હોવી જોઈએ.

  • ઘરમાં વપરાતી જંતુનાશક દવા છાંટો.

  • શક્ય હોય તો, બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એ.સી. અથવા પંખા વાપરો.

  • આછા રંગના અને શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરો.

  • શક્ય હોય તો, ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ભરાઈ રહે છે. ભરાયેલા પાણી પાસે જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ઉછરે છે.

  • જો તમને મેલેરિયા થયો હોય, તો તરત સારવાર લો.

મેલેરિયા માટે મચ્છર અને માણસ જવાબદાર છે

મેલેરિયાના જીવાણુ જે મચ્છરમાં હોય એ મચ્છર કોઈ વ્યક્તિને કરડે ત્યારે, એ જીવાણુ વ્યક્તિમાં પ્રવેશે છે. મેલેરિયા થયેલી વ્યક્તિને મચ્છર કરડે છે, ત્યારે મેલેરિયાના જીવાણુ મચ્છરમાં જાય છે. અને પછી એ મચ્છર જ્યારે બીજી વ્યક્તિને કરડે છે, ત્યારે એ વ્યક્તિને મેલેરિયા થાય છે

મેલેરિયા ફેલાયો હોય એવા વિસ્તારમાં તમે જવાના હો, તો . . .

  • તમે મુસાફરી કરો એ પહેલાં ત્યાંની માહિતી મેળવી લો. એક વિસ્તારમાં જોવા મળતાં મેલેરિયાના જીવાણુઓ બીજા વિસ્તારથી અલગ હોઈ શકે. એનાથી, કયા પ્રકારની દવા લેવી એ પારખી શકશો. ઉપરાંત, તમારી તંદુરસ્તી વિશે જાણકાર ફૅમિલી ડૉક્ટરની સલાહ લો.

  • તમે એવા વિસ્તારમાં રહો ત્યાં સુધી, ઉપર જણાવેલાં સૂચનો પ્રમાણે કરો.

  • જો તમને મેલેરિયા થાય, તો તરત સારવાર લો. ધ્યાન રાખો કે, આ બીમારીનાં લક્ષણો ૧-૪ અઠવાડિયામાં દેખાઈ શકે.

તમે બીજું શું કરી શકો?

  1. ૧. સરકાર સ્વાસ્થ્યને લગતી ઘણી મદદ પૂરી પાડે છે. એનો લાભ લો.

  2. ૨. સરકાર માન્ય જગ્યાએથી દવાઓ લો. (નકલી દવાઓ માંદગીને લંબાવી શકે અને જીવ ગુમાવવાનું જોખમ વધી શકે.)

  3. ૩. મચ્છરો ઉછરે એવી જગ્યાઓ ઘરની આસપાસથી દૂર કરો.

મેલેરિયા ફેલાયો છે એવા વિસ્તારમાં તમે રહેતા હો અથવા એવી જગ્યાએ જઈને આવ્યા હો તો, નીચે આપેલાં લક્ષણોની અવગણના ન કરશો . . .

  • સખત તાવ આવવો

  • પરસેવો થવો

  • ધ્રુજારી સાથે ઠંડી લાગવી

  • માથું દુઃખવું

  • શરીર દુઃખવું

  • થાક લાગવો

  • ઊબકા આવવા

  • ઊલટી થવી

  • ડાયેરિયા થવા

મેલેરિયાની સારવાર ન કરાવીએ તો, લોહીની ઉણપ ઊભી થઈ શકે અને જીવ જોખમમાં મૂકાઈ શકે. લક્ષણોની તીવ્રતા વધે એ પહેલાં જ સારવાર લો. ખાસ કરીને, બાળકો અને ગર્ભવતી માતાના કિસ્સામાં તરત પગલાં ભરવાં જોઈએ.a

a વધુ માહિતી માટે એપ્રિલ ૨૦૧૨, સજાગ બનો! પાન ૨૬-૨૭ અને જુલાઈ ૨૦૧૦, સજાગ બનો! પાન ૨૬-૨૯ જુઓ.

શું તમે જાણો છો?

આફ્રિકા ખંડ પર સ્ટોપવૉચ

ફક્ત આફ્રિકામાં મેલેરિયાના લીધે દર મિનિટે એક બાળકનું મોત થાય છે

  • બાળકો અને ગર્ભવતી માતાઓને મેલેરિયા થવાનું સૌથી વધારે જોખમ રહેલું છે.

  • ફક્ત આફ્રિકામાં મેલેરિયાના લીધે દર મિનિટે એક બાળકનું મોત થાય છે.

  • અમુક કિસ્સાઓમાં લોહી લેવાથી વ્યક્તિને મેલેરિયા થયો છે. (g15-E 07)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો