વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g17 નં. ૨ પાન ૩
  • શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?
  • સજાગ બનો!—૨૦૧૭
  • સરખી માહિતી
  • વૈજ્ઞાનિકોએ પ્રલયની ઘડિયાળનો કાંટો આગળ ફેરવ્યો—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • શું દુનિયાનો અંત નજીક છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • વિશ્વ પર નજર
    સજાગ બનો!—૨૦૦૮
  • મૅગેઝિન આપતા આમ કહી શકીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૭
g17 નં. ૨ પાન ૩
ડૂમ્સ-ડે ક્લૉક

મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?

શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?

૨૦૧૭ના વર્ષની શરૂઆત એક નિરાશાજનક જાહેરાતથી થઈ હતી. અમુક વૈજ્ઞાનિકોએ જાન્યુઆરી મહિનામાં જણાવ્યું હતું કે, ઇતિહાસના સૌથી ભયાનક વિનાશ તરફ દુનિયાએ એક ડગ આગળ માંડ્યું છે. પૃથ્વીનો વિનાશ કેટલો નજીક આવી પહોંચ્યો છે, એ દર્શાવવા વૈજ્ઞાનિકોએ એક ઘડિયાળ બનાવી છે, જે ડૂમ્સ-ડે ક્લૉક તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોએ એ ઘડિયાળનો કાંટો ૩૦ સેકન્ડ આગળ વધાર્યો છે. હવે, ડૂમ્સ-ડે ક્લૉકમાં વિનાશક કાળી રાત થવામાં ફક્ત અઢી મિનિટની વાર છે. પાછલા ૬૦ વર્ષોમાં આવું પહેલી વાર બન્યું છે!

૨૦૧૮માં વૈજ્ઞાનિકો ફરીથી ગણતરી કરશે કે દુનિયાના વિનાશ પહેલાં કેટલો સમય બાકી છે. શું ડૂમ્સ-ડે ક્લૉકનો કાંટો ઝઝૂમી રહેલા ભયાનક વિનાશ તરફ હજીયે આગળ વધશે? તમને શું લાગે છે? શું આ દુનિયા ખતમ થવાને આરે છે? કદાચ જવાબ આપવો તમને અઘરો લાગે. અરે, નિષ્ણાતો પણ હજી એકમત થયા નથી! હા, ઘણા લોકો પૃથ્વીના સર્વનાશ વિશેની માન્યતાને ટેકો આપતા નથી.

હકીકતમાં, લાખો લોકો એક ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે. તેઓ માને છે કે, માનવજાત અને પૃથ્વી કાયમ માટે ટકી રહેશે અને આપણું જીવન સુધરશે. શું તેઓની એ માન્યતા ભરોસાપાત્ર છે? શું આ દુનિયા ખતમ થવાને આરે છે કે નથી?

“ડૂમ્સ-ડે ક્લૉક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી ઘડિયાળ છે, જે માનવજાતના વિનાશની બાકી રહેલી ઘડીઓ જણાવે છે. એ વિનાશનું મૂળ કારણ માણસોએ બનાવેલી ખતરનાક ટૅક્નોલૉજી છે. એમાં સૌથી ખતરનાક અણુશસ્ત્રો છે. એવી ઘણી શોધ થઈ છે, જે ખતરારૂપ છે. જેમ કે, વાતાવરણમાં ફેરફાર લાવવાની ટૅક્નોલૉજી, જીવશાસ્ત્રમાં થતું નવું સંશોધન (બાયોટૅક્નોલૉજી) અને સાઈબરટૅક્નોલૉજી. આ ટૅક્નોલૉજીથી માનવજીવન અને પૃથ્વીને એવું નુકસાન થઈ શકે છે કે જેને પાછું સુધારી શકાતું નથી; પછી ભલે એ નુકસાન જાણીજોઈને કર્યું હોય, ખોટી ગણતરીને લીધે થયું હોય કે આકસ્મિક હોય.”—ધ બુલેટિન ઑફ ધી એટોમિક સાયન્ટિસ્ટ્‌સ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો