વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g19 નં. ૩ પાન ૧૨-૧૩
  • ભક્તિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભક્તિ
  • સજાગ બનો!—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • આશા
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ
  • પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો
  • જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
    જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે?
  • કુટુંબ માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૮
  • માતાપિતા માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૯
  • ઈશ્વરની શક્તિથી દોરવાયેલા તરીકે પ્રગતિ કરો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૯
g19 નં. ૩ પાન ૧૨-૧૩
એક સ્ત્રી બાગના બાંકડા પર બેઠાં બેઠાં વિચારી રહી છે

ભક્તિ

આ મૅગેઝિનના પહેલા લેખમાં જોયું તેમ, ઘણા લોકો માને છે કે બાઇબલ પવિત્ર શાસ્ત્ર છે. બાઇબલ વાંચવાથી અને એની સલાહ પાળવાથી તેઓ ઈશ્વરની નજીક જઈ શક્યા છે. સાથે સાથે તેઓને જીવનમાં સાચી દિશા મળી છે.

બાઇબલમાં “ઈશ્વરની દોરવણી” વિશે જણાવવામાં આવ્યું છે, જે જીવનના માર્ગે લઈ જાય છે. (યહુદા ૧૮, ૧૯) જે લોકો ઈશ્વરના માર્ગે ચાલવા માંગતા નથી, તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે જીવે છે. પણ જે લોકો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા ચાહે છે, તેઓ તેમનાં ધોરણોની કદર કરે છે.—એફેસીઓ ૫:૧.

આશા

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.”—નીતિવચનો ૨૪:૧૦.

એનો શું અર્થ થાય: નિરાશા આવે ત્યારે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત તૂટી જાય છે. જ્યારે કે આશા આપણને જરૂરી હિંમત પૂરી પાડે છે. જો આશા રાખીશું, તો સમજી શકીશું કે આપણી મુશ્કેલીઓ થોડા સમય પૂરતી જ છે. અઘરા સંજોગો પછી સારો સમય આવશે એવી આપણે અપેક્ષા રાખી શકીશું.

તમે શું કરી શકો: ભવિષ્યમાં જે સારી બાબતો બનવાની છે, એનો વિચાર કરો. ભાવિમાં શું થશે એની ચિંતા ન કરો. સંજોગો સુધરે એની રાહ ન જુઓ. તમારો ધ્યેય પૂરો કરવા કમર કસો. ‘સમય અને સંજોગોની’ અસર બધાને થાય છે. (સભાશિક્ષક ૯:૧૧) ઘણી વાર આપણે જે ધાર્યું હોય એના કરતાં સારું પણ બની શકે. એ સમજવા બાઇબલમાં ખેતીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એમાં જણાવ્યું છે: “સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે, કે તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.”—સભાશિક્ષક ૧૧:૬.

જીવનના મહત્ત્વના સવાલોના જવાબ

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘મને સમજણ આપો, તમારું વચન સત્ય છે.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૪, ૧૬૦.

એનો શું અર્થ થાય: બાઇબલમાં એવા સવાલોના જવાબ મળે છે, જે મોટા ભાગે દરેકના મનમાં ઊભા થાય છે. દાખલા તરીકે,

  • આપણે ક્યાંથી આવ્યા છીએ?

  • આપણે કેમ આવા સંજોગોમાં છીએ?

  • મરણ પછી વ્યક્તિનું શું થાય છે?

  • જીવન કેમ આટલું ટૂંકું?

લાખો લોકોએ આવા અનેક સવાલોના જવાબ બાઇબલમાંથી મેળવ્યા છે અને જીવનમાં સુખી થયા છે.

તમે શું કરી શકો: બાઇબલ શું શીખવે છે એ જાણો. બાઇબલમાંથી શીખવા તમે યહોવાના સાક્ષીઓને મળી શકો. jw.org વેબસાઇટ જુઓ અથવા અમારી સભાઓમાં આવો, જેની કોઈ ફી નથી અને એમાં કોઈ પણ આવી શકે.

પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો

એક સ્ત્રી jw.org પર બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો જુએ છે

jw.org પર બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો જુઓ. એ ૮૮૦ કરતાં વધુ ભાષાઓમાં પ્રાપ્ય છે

ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલો.

“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે તેઓ સુખી છે.”—માથ્થી ૫:૩.

બાઇબલ આપનાર ઈશ્વર વિશે વધારે શીખો.

‘ઈશ્વરને શોધો અને ખરેખર તે આપણને મળે છે. તે આપણામાંના કોઈથી દૂર નથી.’—પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭.

બાઇબલ વાંચો અને એના સંદેશા પર વિચાર કરો.

‘યહોવાનાa નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. જે કંઈ તે કરે છે એ સફળ થાય છે.’—ગીતશાસ્ત્ર ૧:૨, ૩.

a ઈશ્વરનું નામ યહોવા છે, જે બાઇબલમાં જણાવવામાં આવ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો