વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g24 નં. ૧ પાન ૧૩-૧૫
  • પોતાને માન આપીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પોતાને માન આપીએ
  • સજાગ બનો!—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • પોતાને આદર-માન આપવા કેમ મહત્ત્વના છે?
  • પોતાને આદર-માન આપવા તમારે શું કરવું જોઈએ?
  • પોતાને માનની નજરે જોવા યહોવાના સાક્ષીઓ કઈ રીતે મદદ કરે છે?
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
  • કુટુંબમાં એકબીજાને આદર આપીએ
    સજાગ બનો!—૨૦૨૪
  • શા માટે મને હું ગમતો નથી?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • યહોવાના સાક્ષીઓની સભાઓમાં તમારું સ્વાગત છે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૪
g24 નં. ૧ પાન ૧૩-૧૫
એક દુઃખી સ્ત્રી અરીસામાં પોતાને જોઈ રહી છે.

પોતાને માન આપીએ

પોતાને આદર-માન આપવા કેમ મહત્ત્વના છે?

જેઓ પોતાને માનની નજરે જુએ છે, તેઓ મુશ્કેલીઓનો સામનો સારી રીતે કરી શકે છે અને તેઓ જલદી હાર નથી માનતા.

  • એક સંશોધનમાં જણાવ્યું છે કે જેઓ પોતાને નકામા ગણે છે, તેઓ કદાચ વધુ પડતી ચિંતા કરવા લાગે અને ડિપ્રેશનમાં જતા રહે. અમુક લોકોની ભૂખ મરી જાય અથવા વધારે ખાવા લાગે. એટલું જ નહીં, તેઓ કદાચ વધારે પડતો દારૂ પીવા લાગે અને ડ્રગ્સ લેવા લાગે.

  • જે લોકો પોતાને માનની નજરે જુએ છે, તેઓ પોતાની સરખામણી બીજાઓ સાથે કરતા નથી. એના લીધે તેઓ બીજા લોકો સાથે જલદી ભળી જાય છે અને સારા મિત્રો બનાવે છે. બીજી બાજુ, જેઓ પોતાને માનની નજરે જોતા નથી તેઓ બીજાઓમાં ભૂલો શોધતા ફરે છે. આમ બીજાઓ સાથેનો સંબંધ પણ બગડે છે.

  • જેઓ પોતાને માનની નજરે જુએ છે, તેઓ મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે છે. પછી ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, તેઓ પોતાનો ધ્યેય પૂરો કરવા પૂરેપૂરો પ્રયત્ન કરે છે. બીજી બાજુ, જેઓ પોતાને માનની નજરે જોતા નથી, તેઓને નાની નાની મુશ્કેલીઓ પણ મોટા પહાડ જેવી લાગે છે. તેઓ જલદી હાર માની લે છે.

પોતાને આદર-માન આપવા તમારે શું કરવું જોઈએ?

સારા મિત્રો પસંદ કરો. બીજાઓને માન આપે, તમારી ચિંતા કરે અને તમારી હિંમત વધારે એવા લોકો સાથે દોસ્તી કરો.

“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭.

બીજાઓને મદદ કરો. જ્યારે તમે બીજાઓ માટે કંઈક કરો છો, ત્યારે તમને સાચી ખુશી મળે છે. પછી ભલે તમે એવા લોકો માટે કંઈક કરો, જે તમને બદલામાં પાછું કંઈ આપી શકતા નથી. તમે કરેલા સારાં કામો પર લોકો ધ્યાન ન આપે કે તમારાં કામના વખાણ ન કરે તોપણ તમે ખુશ રહેશો.

“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” —પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

બાળકોને શીખવો કે પોતાને માનની નજરે જુએ. તેઓનાં જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે, તેઓને પોતે એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા દો. એનાથી તેઓ મુશ્કેલીઓનો સામનો કરતા અને એનો હલ લાવતાં શીખશે. તેઓ એમ કરશે તો પોતાને માનની નજરે જોતા શીખશે અને મોટા થશે ત્યારે પણ તેઓને ફાયદો થશે.

“બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ, એ માર્ગમાં ચાલવાનું તેને શીખવ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે પણ એ માર્ગ છોડશે નહિ.”—નીતિવચનો ૨૨:૬.

એક સાક્ષી બહેન કૉફી શોપમાં એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ કરી રહી છે.
એક સાક્ષી બહેન કૉફી શોપમાં એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ કરી રહી છે.

પોતાને માનની નજરે જોવા યહોવાના સાક્ષીઓ કઈ રીતે મદદ કરે છે?

યહોવાના સાક્ષીઓની સભાઓથી અને તેઓ બાઇબલમાંથી જે શીખવે છે, એનાથી લોકો પોતાનું જીવન સુધારી શકે છે અને પોતાને માનની નજરે જોતા શીખી શકે છે.

દર અઠવાડિયે થતી સભાઓ

અમારી સભાઓમાં કોઈ પણ આવી શકે છે, એ માટે કોઈ પૈસા લેવામાં આવતા નથી. આ સભાઓમાં બાઇબલના આધારે પ્રવચન આપવામાં આવે છે. અમુક વાર એ પ્રવચનોમાં એવી સલાહ આપવામાં આવે છે, જેનાથી તમે પોતાને માનની નજરે જોતા શીખી શકો. દાખલા તરીકે, અમારી સભાઓમાં તમને આવા વિષયો પર શીખવા મળશે . . .

  • ઈશ્વરની નજરમાં તમે કેમ કીમતી છો

  • તમે કઈ રીતે જીવનનો ખરો હેતુ શોધી શકો

  • તમે કોની સાથે અને કઈ રીતે પાકી દોસ્તી કરી શકો

અમારી સભાઓમાં તમને સાચા મિત્રો પણ મળશે, જેઓ “એકબીજાની સંભાળ રાખે” છે.—૧ કોરીંથીઓ ૧૨:૨૫, ૨૬.

અમારી સભાઓ વિશે વધારે જાણવા પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો જુઓ. તમે jw.org પર જઈને શોધો બૉક્સમાં એ વીડિયોનું નામ ટાઇપ કરીને શોધી શકો.

બાઇબલમાંથી શીખો

અમે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો ઉપયોગ કરીને, લોકોને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. એ પુસ્તકમાં આપેલા સવાલોની ચર્ચા કરીએ છીએ અને બાઇબલમાંથી સારા સિદ્ધાંતો શીખવીએ છીએ. એ પુસ્તકમાં દિલને સ્પર્શી જતાં ઘણાં સરસ ચિત્રો અને વીડિયો છે. બાઇબલની મદદથી લોકો પોતાને માનની નજરે જોતા શીખી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે છે.

યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી જે શીખવે છે, એનાથી કઈ રીતે ફાયદો થશે એ વિશે વધારે જાણવા બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો જુઓ. તમે jw.org પર જઈને શોધો બૉક્સમાં એ વીડિયોનું નામ ટાઇપ કરીને શોધી શકો.

ઈઝરાયેલ માર્ટીનસ.

વધારે જાણો

ઈઝરાયેલ માર્ટીનસ ગરીબ હતા અને વધારે ભણેલા-ગણેલા ન હતા. એના લીધે તે પોતાને બીજાઓ કરતાં નીચા ગણતા હતા. પણ પછી તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને સભાઓમાં જવા લાગ્યા, એનાથી તે પોતાને માન આપવાનું શીખ્યા. એ વિશે વધારે જાણવા jw.org પર જઈને શોધો બૉક્સમાં આ લેખ ટાઇપ કરો: “આઈ નો લોંગર ફિલ અશેમ્ડ ઓફ માયસેલ્ફ”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો