વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૮/૧ પાન ૩
  • શું કોઈ પ્રાર્થનાઓ સાંભળે છે ખરું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું કોઈ પ્રાર્થનાઓ સાંભળે છે ખરું?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • તેઓ શંકા કેમ કરે છે?
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ભાગ ૧૧
    ભગવાનનું સાંભળો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૮/૧ પાન ૩

શું કોઈ પ્રાર્થનાઓ સાંભળે છે ખરું?

“ઈશ્વર છે એ વિષે મને શંકા હતી, છતાં પણ હું ક્યારેક ક્યારેક પ્રાર્થના કરતી. કોઈ મારી પ્રાર્થના સાંભળી રહ્યું છે કે કેમ એ વિષે હું ચોક્કસ નʼતી. પણ હા, મને આશા હતી કે કોઈ હોય. હું ખૂબ જ હતાશ હતી અને જીવનનો કોઈ મકસદ ન હતો. હું ઈશ્વરમાં માનતા બીતી હતી, કેમ કે મને લાગતું કે ફક્ત કમજોર લોકો જ ઈશ્વરને માને છે.”—પેટ્રિશીયા,a આયર્લૅન્ડ.

શુંતમે પણ પેટ્રિશીયા જેવું અનુભવો છો? ઈશ્વર છે કે નહિ એ શંકા હોવા છતાં પણ શું તમે પ્રાર્થના કરો છો? એમ હોય તો એવું માનનારા તમે એકલા નથી. આનો વિચાર કરો:

◼ બ્રિટનમાં ૨,૨૦૦ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં ફક્ત ૫૦૦ જેટલા લોકોએ જણાવ્યું કે તેઓ માને છે કે ઈશ્વર છે, તેમણે બધું બનાવ્યું છે અને તે પ્રાર્થનાઓ સાંભળે છે. તોપણ, એ સર્વેમાં ૧,૨૦૦થી વધારે લોકોએ જણાવ્યું કે તેઓ ક્યારેક ક્યારેક પ્રાર્થના કરે છે.

◼ જુદા જુદા દેશોના ૧૦,૦૦૦ લોકો પર એક સર્વે કરવામાં આવ્યો. એમાંના ૩૦ ટકા લોકોએ જણાવ્યું કે તેઓ નાસ્તિક છે છતાં પ્રાર્થના કરે છે.

તેઓ શંકા કેમ કરે છે?

ઇંગ્લૅંડનો એલન કહે છે: “હું હંમેશાં એમ કહેતો કે હું ઈશ્વરમાં નથી માનતો. કારણ, મને લાગતું કે ધર્મ તો લોકોને કાબૂમાં રાખવા અને પૈસા બનાવવા માટે છે. હું એવી પણ દલીલ કરતો કે જો ઈશ્વર જેવું કોઈ હોત, તો દુનિયામાં આટલો બધો અન્યાય ન હોત. છતાં પણ, હું ક્યારેક શાંત પળોમાં ‘કોઈક’ જોડે વાત કરતો. હું મારી જાતને એ પણ પૂછતો કે ‘હું અહીંયા શા માટે છું?’”

પ્રાર્થનાનો જવાબ મળશે કે નહિ, એવી શંકા કરનાર દરેક વ્યક્તિ પાસે પોતાનાં કારણો છે. ઘણા કિસ્સાઓમાં આવી શંકાઓ નીચે આપેલા સવાલોના જવાબ ન મળ્યા હોવાથી પણ વધે છે:

◼ શું સર્જનહાર છે?

◼ શા માટે ખરાબ બાબતો પાછળ મોટા ભાગે ધર્મનો હાથ હોય છે?

◼ ઈશ્વર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે?

આ સવાલોના જો તમને જવાબ મળે, તો તમે પ્રાર્થનામાં વધારે ભરોસો મૂકશો? (w12-E 07/01)

[ફુટનોટ]

a આ લેખોમાં અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો