વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૭/૧૪ પાન ૨-૬
  • ‘વિદેશીઓમાં આપણાં આચરણ સારાં રાખીએ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘વિદેશીઓમાં આપણાં આચરણ સારાં રાખીએ’
  • ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સંમેલન માટેનાં સૂચનો
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • ઈશ્વરને મહિમા આપે એવાં વાણી-વર્તન
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • આપણા ડિસ્ટ્રીક્ટ સંમેલનો—સત્યની જોરદાર સાક્ષી આપે છે!
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • ત્રણેય દિવસ યહોવાહના આશીર્વાદ પામીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૪ આપણી રાજ્ય સેવા
km ૭/૧૪ પાન ૨-૬

‘વિદેશીઓમાં આપણાં આચરણ સારાં રાખીએ’

૧. આવનાર સંમેલન દરમિયાન સારાં વાણી-વર્તન બતાવીએ એ કેમ મહત્ત્વનું છે?

૧ દર વર્ષે સંમેલન દરમિયાન લોકોનું ધ્યાન આપણા તરફ દોરાય છે. તેથી એ મહત્ત્વનું છે કે આપણાં વાણી-વર્તનથી બતાવીએ કે આપણે યહોવાના ભક્તો છીએ. (લેવી. ૨૦:૨૬) આપણાં સારાં વાણી-વર્તન અને શોભતાં પહેરવેશથી બતાવીએ છીએ કે આપણે ખ્રિસ્તના પગલે ચાલીએ છીએ. આવનાર મહાસંમેલન કે આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપીએ ત્યારે, ‘વિદેશીઓમાં આપણાં આચરણ’ કઈ રીતે ‘સારાં રાખી’ શકીએ અને યહોવાને મહિમા આપી શકીએ?—૧ પીત. ૨:૧૨.

૨. સંમેલન દરમિયાન ખ્રિસ્ત જેવા ગુણો બતાવવા શું કરી શકીએ?

૨ ખ્રિસ્ત જેવા ગુણો બતાવીએ: આજે દુનિયામાં પ્રેમભાવ જોવા મળતો નથી. પણ, એકબીજાને પ્રેમ બતાવવાથી અને ‘બહારના’ લોકો સાથેના પ્રેમભર્યા વર્તાવથી બતાવીશું કે આપણે દુનિયાના લોકોથી તદ્દન અલગ છીએ. (કોલો. ૩:૧૦; ૪:૫; ૨ તીમો. ૩:૧-૫) મુશ્કેલી ઊભી થાય તોપણ, હોટલ કે રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકો સાથે પ્રેમ અને નમ્રતાથી વર્તવું જોઈએ. રૂમમાં જરૂરી સેવા આપનારને રિવાજ પ્રમાણે ટીપ આપીને પણ આપણે સારું વર્તન બતાવી શકીએ છીએ. આપણે પોતાના માટે સીટ રોકતા હોઈએ કે પછી નવું સાહિત્ય મેળવવા લાઈનમાં ઊભા હોઈએ ત્યારે, પોતાનું નહિ પણ બીજાનું હિત જોવું જોઈએ. (૧ કોરીં. ૧૦:૨૩, ૨૪) પહેલી વાર સંમેલનમાં આવ્યા પછી એક રસ ધરાવતી વ્યક્તિએ આમ કહ્યું: “એ દિવસે આપવામાં આવેલી એકેય ટૉક મને યાદ નથી. પણ, યહોવાના સાક્ષીઓનાં વાણી-વર્તન હું ક્યારેય નહિ ભૂલું.”

૩. માબાપને કયાં સૂચનો આપવામાં આવે છે? શા માટે?

૩ સંમેલનના સ્થળે, રેસ્ટોરન્ટ કે હોટલમાં માબાપે પોતાનાં બાળકોને સારી રીતે સાચવવા જોઈએ. (નીતિ. ૨૯:૧૫) એક હોટલના મૅનેજરે એક યુગલને આમ કહ્યું: “તમે લોકો અમને બહુ ગમો છો. તમારાં કુટુંબો અને બાળકો ખૂબ સારી રીતે અને નમ્રતાથી વર્તે છે. અમારો સ્ટાફ તમારા લોકોના વખાણ કરતો હોય છે. અમે ચાહીએ છીએ કે દર શનિ-રવિ તમે લોકો અમારી હોટલમાં રહો.”

૪. સંમેલન હોય એ શહેરમાં આપણા પહેરવેશ વિશે શું ધ્યાન રાખવું જોઈએ?

૪ શોભતો પહેરવેશ: સંમેલનમાં યહોવાના સેવકોને શોભે એવો પહેરવેશ હોવો જોઈએ. આપણો પહેરવેશ વધુ પડતો ફેશનેબલ ન હોવો જોઈએ. (૧ તીમો. ૨:૯) હોટલમાં આવીએ કે બહાર જઈએ, અથવા સંમેલન પહેલાં કે પછીના સમયે પણ આપણો પહેરવેશ લઘરવઘર ન હોય એનું ધ્યાન રાખીએ. આમ, આપણને સંમેલનનું બેજ કાર્ડ પહેરી રાખવામાં શરમ નહિ આવે. તેમ જ, તક મળે ત્યારે લોકોને સાક્ષી આપતા અચકાઈશું નહિ. આપણા દેખાવ અને વાણી-વર્તનથી નમ્ર દિલના લોકો પર જીવન બચાવનાર સંદેશાની ઊંડી અસર થશે. એટલું જ નહિ, યહોવાના દિલને પણ આનંદ થશે.—સફા. ૩:૧૭.

૨૦૧૪ના સંમેલન માટેનાં સૂચનો

◼ કાર્યક્રમનો સમય: દરરોજ હૉલના દરવાજા સવારે ૮:૦૦ વાગ્યે ખુલશે. ત્રણેય દિવસ કાર્યક્રમ શરૂ થતા પહેલાં સવારે ૯:૨૦ મિનિટે સંગીત વગાડવામાં આવશે. એ સમયે બધાએ પોતાની જગ્યાએ બેસી જવું જોઈએ, જેથી કાર્યક્રમ સારી રીતે શરૂ થઈ શકે. શુક્ર-શનિનો કાર્યક્રમ સાંજે ૪:૫૫ મિનિટે અને રવિવારે સાંજે ૩:૫૦ મિનિટે ગીત અને પ્રાર્થનાથી પૂરો કરવામાં આવશે.

◼ આંતરરાષ્ટ્રીય સંમેલનો: અમુક જગ્યાએ આંતરરાષ્ટ્રીય સંમેલનો રાખવામાં આવ્યા છે. યાદ રાખો, બધાને પૂરતી સગવડ મળી રહે માટે શાખા કચેરી આવી બાબતોનો પહેલેથી વિચાર કરે છે: હૉલમાં કેટલી ખુરશીઓ છે, પાર્કિંગ માટે કેટલી જગ્યા છે, હોટલમાં કેટલા રૂમ મળી શકશે. એને આધારે સંમેલનની જગ્યાએ અમુક મંડળો અને બીજા દેશોમાંથી આવતાં અમુક ભાઈબહેનોને આવાં સંમેલનમાં બોલાવે છે. એ સંમેલનમાં આમંત્રણ મળ્યા વગર પ્રકાશકો જશે તો બધા માટે પૂરતી વ્યવસ્થા જળવાશે નહિ. તમને જે સંમેલનમાં આમંત્રણ મળ્યું છે એમાં કોઈ કારણથી જઈ ન શકો તોપણ, આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જશો નહિ.

◼ પાર્કિંગ: સંમેલનના દરેક સ્થળે આપણે જ પાર્કિંગની સંભાળ રાખીએ છીએ. તેમ જ, પાર્કિંગ ફ્રી છે. જેઓ ત્યાં વહેલા પહોંચશે, તેઓને જગ્યા મળશે. પાર્કિંગની જગ્યા મોટા ભાગે ઓછી હોવાથી, કારમાં ફક્ત એક-બે વ્યક્તિ આવવાને બદલે કાર ફુલ હોય તો વધારે સારું. જે વાહન અપંગ લોકો માટે હોય અથવા જેમાં અપંગ માટેનું કાર્ડ હોય એ જ વાહનોને તેઓ માટેના કાર પાર્કમાં રાખવા દેવામાં આવશે.

◼ વધારે સીટ ન રોકો: રોજ સવારે હૉલનો દરવાજો ખૂલે ત્યારે મનપસંદ સીટો રોકવા માટે હરીફાઈ કરતા હોય એમ દોડશો નહિ. બીજાનું ભલું ઇચ્છતા હોઈશું તો આપણે એ રીતે વર્તીશું. એનાથી ઓળખાઈ આવશે કે આપણે ઈસુનાં પગલે ચાલીએ છીએ અને બહારના લોકો એ જોઈને ઈશ્વરને મહિમા આપશે. (યોહા. ૧૩:૩૪, ૩૫; ૧ કોરીં. ૧૩:૪, ૫; ૧ પીત. ૨:૧૨) તમારાં કુટુંબીજનો અથવા તમારી જોડે વાહનમાં આવતા હોય કે હાલમાં તમારી સાથે બાઇબલ અભ્યાસ કરતા હોય તેઓ માટે જ સીટ રોકી શકો. વૃદ્ધ અને અપંગો માટેની મર્યાદિત સીટ હોય છે. તેથી, કુટુંબના બધા જ તેમની સાથે બેસી શકે એ શક્ય ન પણ હોય. જોકે, તેઓને મદદ કરનાર એક કે બે લોકો તેમની સાથે ત્યાં બેસી શકે.

◼ બપોરનું ભોજન: બપોરે જમવા માટે પોતાની સાથે કંઈક લઈને આવો, જેથી સંમેલન છોડીને બહાર જમવા જવું ન પડે. તમે નાની બેગમાં જમવાનું લઈ આવો, જેથી એ ખુરશી નીચે સહેલાઈથી આવી શકે. મોટાં ટિફિન કે ડબ્બા અને કાચના વાસણો લાવવા ન જોઈએ.

◼ દાનો: ડિસ્ટ્રીક્ટ સંમેલનના સ્થળે તમે રાજીખુશીથી દાન આપીને એ ગોઠવણ માટે કદર બતાવી શકો. એ જગતવ્યાપી કાર્ય માટે વપરાશે. તમે ચૅક લખવાના હો તો, “The Watch Tower Bible and Tract Society of India” નામે લખો.

◼ દવા: તમે કોઈ દવા લેતા હો તો સાથે લાવજો, કેમ કે એ સંમેલન સ્થળે મળશે નહિ. સંમેલનની કે હોટેલની કચરાપેટીમાં ડાયાબિટીસના ઇન્જેક્શન નાંખવા નહિ, કેમ કે એનાથી બીજાને નુકસાન થઈ શકે. એનો બરાબર રીતે નિકાલ કરો.

◼ બૂટ-ચંપલ: જોવા મળ્યું છે કે દર વર્ષે બૂટ-ચંપલ અને સૅન્ડલને લીધે કોઈને કોઈ અકસ્માત થાય છે, ખાસ કરીને ઊંચી એડીના. એટલે તમારા બૂટ-ચંપલ એવા ન રાખો કે ચાલવા કે ચઢવા-ઊતરવામાં તકલીફ પડે કે પડી જવાય.

◼ બાબાગાડી અને આરામ ખુરશી: બાબાગાડી અને આરામ ખુરશી સંમેલનમાં લાવશો નહિ. નાના બાળકની સલામતી માટે પટ્ટાવાળી ખાસ પ્રકારની ખુરશી લાવો તો, તમારી બાજુમાં જ રાખો.

◼ પરફ્યુમ: મોટા ભાગે સંમેલનો બંધ હૉલમાં રાખવામાં આવે છે, જ્યાં પંખા કે એ.સી. હોય છે. તેથી, આપણે તેજ પરફ્યુમ કે અત્તરનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ તો સારું. એનાથી જેઓને ઍલર્જી કે શ્વાસની તકલીફ હોય તેઓને ઓછી મુશ્કેલી પડશે.—૧ કોરીં. ૧૦:૨૪.

◼ પ્લીઝ ફૉલો અપ (S-૪૩) ફૉર્મ: સંમેલનના દિવસોમાં કોઈ પણ તકે પ્રચાર કરતા, તમને કોઈ રસ ધરાવતી વ્યક્તિ મળે તો પ્લીઝ ફૉલો અપ ફૉર્મ ભરો. ફૉર્મ ભરીને ત્યાં સાહિત્ય વિભાગના ભાઈઓને અથવા ઘરે પાછા જઈને તમારા મંડળના સેક્રેટરીને આપો.

◼ રેસ્ટોરન્ટ: યહોવાને મહિમા મળે એવાં વાણી-વર્તન રાખીએ. શોભતાં કપડાં પહેરીએ. રિવાજ હોય એ મુજબ ટીપ આપીએ.

◼ હોટલ:

  1. તમને જરૂર હોય એટલા જ રૂમ બુક કરો. રજા આપી હોય એનાથી વધારે લોકોને તમારા રૂમમાં રાખશો નહિ.

  2. ઇમરજન્સી વિના હોટલનો રૂમ કેન્સલ ન કરવો અને કરવો પડે તો વહેલી તકે હોટલના મેનેજરને જણાવો, જેથી એ રૂમ બીજા કોઈને મળી શકે. (માથ. ૫:૩૭) રૂમ કેન્સલ કરવો પડે તો, કેન્સલ થયાનો નંબર મળે એની ખાતરી કરો. ૪૮ કલાકથી ઓછા સમયમાં કેન્સલ કરશો તો, તમને ડિપૉઝિટના પૈસા પાછા મળશે નહિ.

  3. જો તમે ડેબિટ કે ક્રૅડિટ કાર્ડથી હોટલનો રૂમ બુક કરવાના હો, તો આ બાબત ધ્યાનમાં રાખો: ઘણી હોટલમાં રૂમ બુક કરતી વખતે ભાડા સાથે અમુક વધારાની રકમ કાપી લેવામાં આવે છે. એટલા માટે કે તમારા રહેવા દરમિયાન જો કોઈ વધારાનો ખર્ચ થયો હોય કે પછી કોઈ નુકસાન થયું હોય, તો એ રકમમાંથી વસૂલ કરી શકે. હોટલનો હિસાબ ચૂકતે થયા બાદ તમને બાકીની રકમ પાછી મળશે, જે માટે હોટલ છોડ્યા પછી અમુક દિવસો પણ લાગી શકે.

  4. કાઉન્ટર પરથી ટ્રૉલીમાં તમારો સામાન રૂમમાં લઈ જવો હોય તો જ એનો ઉપયોગ કરજો. પછી એને કાઉન્ટર પર પાછી મૂકી આવો, જેથી બીજા પણ એનો ઉપયોગ કરી શકે.

  5. તમારા દેશમાં ટીપ આપવાનો રિવાજ હોય તો, હોટલમાં સામાન ઉપાડનારને ટીપ આપો અને રૂમની સફાઈ કરનાર માટે રોજ ટીપ રાખો.

  6. રૂમમાં રસોઈ બનાવવાની મનાઈ હોય તો એમ કરશો નહિ.

  7. અમુક માલિકો, પોતાની હોટલમાં રહેનારાઓ માટે મફત ચા-નાસ્તો, કૉફી અને બરફની વ્યવસ્થા કરતા હોય છે. એનો ખોટી રીતે ફાયદો ન ઉઠાવો.

  8. હોટલના સ્ટાફે ઘણા લોકોની સંભાળ રાખવાની હોય છે. તેથી, હંમેશાં સારા ગુણો બતાવો. જેમ કે, માયાળુ બનો, ધીરજ રાખો અને સમજી-વિચારીને વર્તો.

  9. હોટલની દરેક જગ્યાએ માબાપે પોતાનાં બાળકોની દેખરેખ રાખવી જોઈએ. જેમ કે, લિફ્ટ, સ્વિમિંગ પૂલ, લૉબી અને એક્સર્સાઇઝ રૂમ કે બીજી કોઈ પણ જગ્યાએ.

  10. હોટલના લિસ્ટમાં આપેલા રૂમના ભાવ એક આખા દિવસ માટે છે. એ ઉપરાંત એના પર થતો ટૅક્સ આપવાનો રહેશે. તમારા બીલમાં બીજો કોઈ વધારે ચાર્જ કર્યો હોય તો, એ આપશો નહિ. રૂમીંગ વિભાગને એના વિશે શક્ય એટલું જલદી જણાવો.

  11. હોટલના રૂમને લઈને તમને કોઈ મુશ્કેલી હોય તો સંમેલનમાં જ રૂમીંગ વિભાગને એ વિશે જણાવો, જેથી તેઓ જરૂરી મદદ પૂરી પાડી શકે.

◼ સ્વયંસેવા વિભાગ: સંમેલનના સ્વયંસેવા વિભાગને જણાવો કે તમે કોઈ કામમાં મદદ કરવા માંગો છો. ૧૬ વર્ષથી નાનાં બાળકો પણ માબાપ કે અન્ય જવાબદાર વ્યક્તિ અથવા માબાપે જવાબદારી સોંપી હોય એવી વ્યક્તિની દેખરેખ હેઠળ કામ કરી શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો