યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપીએ
કેમ મહત્ત્વનું: સભાઓમાં જવાથી આપણને નિયમિત રીતે ‘યહોવાની આગળ ગીત ગાવાની’ અને ‘તેમની સ્તુતિ’ કરવાની તક મળે છે. (ગી ૧૪૯:૧) સભાઓ આપણને શીખવે છે કે ઈશ્વરની ઇચ્છા કઈ રીતે પૂરી કરી શકાય. (ગી ૧૪૩:૧૦) મોટા ભાગે, રસ ધરાવતી વ્યક્તિઓ અને બાઇબલ વિદ્યાર્થીઓ સભાઓમાં આવવાનું ચાલુ કરે, પછી ઝડપથી પ્રગતિ કરે છે.
કઈ રીતે કરી શકીએ:
જેમ બને એમ જલદી સભામાં આવવાનું આમંત્રણ આપો. બાઇબલ અભ્યાસ શરૂ થાય, ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.—પ્રક ૨૨:૧૭
રસ ધરાવતી વ્યક્તિને શું જાણવા મળશે અને આવતી સભામાં શેની ચર્ચા કરવામાં આવશે, એ વિશે જણાવો. આમંત્રણ આપવા આ બાબતોનો ઉપયોગ કરી શકો: મંડળની સભાનું આમંત્રણ, કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો અને યહોવાની ઇચ્છા પુસ્તિકાના પાઠ ૫ અને ૭
મદદ આપો. શું રસ ધરાવતી વ્યક્તિને સભામાં આવવા મદદ જોઈએ છે અથવા કેવા કપડાં પહેરવા એ નક્કી કરવામાં મદદ જોઈએ છે? સભામાં તેની સાથે બેસો અને પોતાના સાહિત્યમાંથી તેને બતાવો. બીજાં ભાઈ-બહેનો સાથે તેની ઓળખાણ કરાવો