-
૨ રાજાઓ ૨૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓ શહેરને ઘેરો નાખતા હતા ત્યારે બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર પણ ત્યાં આવી પહોંચ્યો.
-
-
૨ કાળવૃત્તાંત ૩૬:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી અમુક વાસણો બાબેલોન લઈ ગયો અને બાબેલોનમાં પોતાના મહેલમાં મૂક્યાં.+
-
-
યર્મિયા ૨૮:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ એ જ વર્ષે, યહૂદાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં,+ તેના શાસનના ચોથા વર્ષના પાંચમા મહિનામાં પ્રબોધક હનાન્યાએ મારી સાથે વાત કરી. તે ગિબયોનના+ વતની આઝ્ઝુરનો દીકરો હતો. તેણે યહોવાના મંદિરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં મને કહ્યું: ૨ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું બાબેલોનના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ.+ ૩ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી જે વાસણો બાબેલોન લઈ ગયો હતો, એને હું બે જ વર્ષમાં* આ જગ્યાએ પાછાં લઈ આવીશ.’”+
-
-
દાનિયેલ ૧:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧ યહૂદાના રાજા યહોયાકીમના+ શાસનના ત્રીજા વર્ષની આ વાત છે. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ આવ્યો અને એને ઘેરી લીધું.+ ૨ પછી યહોવાએ* યહૂદાના રાજા યહોયાકીમને અને સાચા ઈશ્વરના* મંદિરનાં* અમુક વાસણોને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યાં.+ તે એ વાસણો શિનઆર દેશમાં*+ પોતાના દેવના મંદિરમાં લઈ ગયો અને એના ભંડારમાં મૂક્યાં.+
-