બીજો કાળવૃત્તાંત
૨૧ યહોશાફાટ ગુજરી ગયો. તેને પોતાના બાપદાદાઓની જેમ દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો યહોરામ તેની જગ્યાએ રાજા બન્યો.+ ૨ તેના ભાઈઓ, યહોશાફાટના દીકરાઓ આ હતા: અઝાર્યા, યહીએલ, ઝખાર્યા, અઝાર્યા, મિખાયેલ અને શફાટિયા. એ બધા ઇઝરાયેલના રાજા યહોશાફાટના દીકરાઓ હતા. ૩ તેઓના પિતાએ તેઓને યહૂદાનાં કોટવાળાં શહેરો આપ્યાં હતાં.+ એની સાથે સોના-ચાંદી અને કીમતી વસ્તુઓની ઘણી ભેટ પણ આપી હતી. તેણે રાજ્ય યહોરામને આપ્યું,+ કેમ કે તે પ્રથમ જન્મેલો* હતો.
૪ જ્યારે યહોરામ પાસે તેના પિતાનું રાજ્ય આવ્યું, ત્યારે સત્તા મજબૂત કરવા તેણે પોતાના બધા ભાઈઓને તલવારથી મોતને ઘાટ ઉતાર્યા.+ તેણે ઇઝરાયેલના અમુક આગેવાનોને પણ મારી નાખ્યા. ૫ યહોરામ રાજા બન્યો ત્યારે ૩૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું.+ ૬ યહોરામ ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો.+ આહાબના કુટુંબે જે કર્યું હતું એવું જ તેણે પણ કર્યું, કેમ કે આહાબની દીકરી તેની પત્ની હતી.+ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ જ યહોરામે કર્યું. ૭ પણ દાઉદ સાથે કરેલા કરારને લીધે યહોવા દાઉદના કુટુંબનો નાશ કરવા ચાહતા ન હતા. તેમણે દાઉદને વચન આપ્યું હતું+ કે તેનો અને તેના દીકરાઓનો દીવો કદી હોલવાશે નહિ.*+
૮ યહોરામના સમયમાં અદોમે યહૂદા સામે બળવો કર્યો+ અને પોતાને માટે રાજા પસંદ કરી લીધો.+ ૯ એટલે યહોરામ અને તેના આગેવાનો પોતાના બધા રથો લઈને સામે પાર ગયા. ત્યાં અદોમીઓએ તેને અને તેના રથોના આગેવાનોને ઘેરી લીધા. યહોરામે રાતોરાત હુમલો કર્યો અને તેઓને હરાવી દીધા. ૧૦ તોપણ અદોમ આજ સુધી યહૂદા સામે બળવો કરે છે. એ સમયે લિબ્નાહ+ શહેરે પણ યહોરામ સામે બળવો કર્યો, કેમ કે તેણે પોતાના બાપદાદાના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.+ ૧૧ તેણે યહૂદાના પહાડો પર ભક્તિ-સ્થળો પણ બનાવ્યા,+ જેથી યરૂશાલેમના લોકો બીજા દેવોની ભક્તિ કરીને ઈશ્વરને બેવફા બને.* તે યહૂદાના લોકોને ઈશ્વરથી દૂર ખોટા માર્ગે લઈ ગયો.
૧૨ આખરે યહોરામને એલિયા+ પ્રબોધકે લખેલો સંદેશો મળ્યો: “તારા પૂર્વજ દાઉદના ઈશ્વર યહોવા કહે છે, ‘તું તારા પિતા યહોશાફાટને+ માર્ગે નથી ચાલ્યો કે યહૂદાના રાજા આસાના+ માર્ગે નથી ચાલ્યો. ૧૩ પણ તું ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો છે.+ આહાબનું કુટુંબ બીજા દેવોને ભજીને ઈશ્વરને બેવફા બન્યું હતું.*+ એવું જ તેં યહૂદા અને યરૂશાલેમના લોકો પાસે કરાવ્યું.+ અરે, તેં તારા પિતાના કુટુંબને, તારા ભાઈઓને ખતમ કરી નાખ્યા,+ જેઓ તારા કરતાં વધારે સારા હતા. ૧૪ એટલે તારા લોકો, તારા દીકરાઓ, તારી પત્નીઓ અને તારી માલ-મિલકત પર યહોવા મોટી આફત લાવશે. ૧૫ તારે ઘણી બીમારીઓ સહેવી પડશે. તારાં આંતરડાંમાં રોગ લાગુ પડશે. એ દિવસે દિવસે એટલો વધશે કે તારાં આંતરડાં બહાર નીકળી આવશે.’”
૧૬ પછી યહોવાએ યહોરામ વિરુદ્ધ પલિસ્તીઓને+ ઉશ્કેર્યા.+ તેમણે અરબી લોકોને+ પણ ઉશ્કેર્યા, જેઓ ઇથિયોપિયા પાસે રહેતા હતા. ૧૭ તેઓએ યહૂદા પર હુમલો કર્યો અને એની અંદર ઘૂસી ગયા. તેઓ રાજમહેલની બધી ધનદોલત લૂંટી ગયા.+ યહોરામના દીકરાઓને અને તેની પત્નીઓને પણ લઈ ગયા. તેની પાસે ફક્ત સૌથી નાનો દીકરો યહોઆહાઝ* રહી ગયો.+ ૧૮ આ બધું થયા પછી યહોવાએ તેનાં આંતરડાંમાં એવો રોગ ફેલાવ્યો, જેનો કોઈ ઇલાજ ન હતો.+ ૧૯ થોડો સમય, એટલે કે બે વર્ષ પછી એ રોગને લીધે તેનાં આંતરડાં બહાર આવી ગયાં. બીમારીમાં ભારે વેદના સહી સહીને તે મરી ગયો. લોકોએ તેના બાપદાદાઓના માનમાં જેમ આગ સળગાવી હતી, તેમ તેના માનમાં સળગાવી નહિ.+ ૨૦ યહોરામ રાજા બન્યો ત્યારે ૩૨ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તે મરી ગયો ત્યારે કોઈને કંઈ દુઃખ થયું નહિ. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો,+ પણ રાજાઓની કબરોમાં નહિ.+