ગીતશાસ્ત્ર
ચઢવાનું ગીત.
૧૨૩ હે સ્વર્ગમાં બિરાજનાર,
હું નજર ઉઠાવીને તમારી તરફ જોઉં છું.+
૨ દાસોની આંખો પોતાના માલિક પર
અને દાસીની આંખો પોતાની શેઠાણી પર મંડાયેલી રહે છે.
૩ અમારા પર કૃપા કરો, હે યહોવા, અમારા પર કૃપા કરો.
નફરત સહી સહીને અમે હેરાન-પરેશાન થઈ ગયા છીએ.+
૪ બેદરકાર લોકોનાં મહેણાં-ટોણાં
અને અહંકારી માણસોથી અપમાન સહી સહીને અમે કંટાળી ગયા છીએ.