વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧/૮ પાન ૧૧-૧૩
  • સાજા થવાનો માર્ગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાજા થવાનો માર્ગ
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાજા થવું
  • એકલવાયું હૃદય નહિ
  • કુટુંબોને ટેકો જરૂરી
  • લક્ષણો પારખવાં અને એ પર પગલાં ભરવાં
    સજાગ બનો!—૧૯૯૭
  • શા માટે હું આટલો ઉદાસીન બની જાઉં છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • તમે આત્મિક હાર્ટ ઍટેકને ટાળી શકો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સુખી કુટુંબોની ઝલક પહેલો ભાગ
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧/૮ પાન ૧૧-૧૩

સાજા થવાનો માર્ગ

હાર્ટ ઍટેક પછીની સ્થિતિમાં, વ્યક્તિ માટે ભય અને ચિંતા અનુભવવી એ સામાન્ય છે. શું મને બીજો ઍટેક આવશે? શું હું પીડા અથવા શક્તિ કે ઉમંગના અભાવથી અપંગ કે મર્યાદિત થઈ જઈશ?

જોન, જેનો અમારા બીજા લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમણે આશા રાખી કે સમય પસાર થશે તેમ, રોજિંદી બેચેની અને છાતીનો દુઃખાવો મંદ થશે. પરંતુ થોડાક મહિના પછી, તેમણે કહ્યું: “અત્યાર સુધી મંદ થયો નથી. બીજું એ કે જલદી જ થાકી જવાથી અને મારા હૃદયના ફફડવાથી હું પોતાને સતત પૂછું છું કે, ‘શું હું બીજા ઍટેકની તૈયારીમાં છું?’”

યુનાઈટેડ સ્ટેટ્‌સમાંની જેન, જે તેના હાર્ટ ઍટેક વખતે એક યુવાન વિધવા હતી, તેણે કબૂલ્યું: “મને લાગ્યું કે હું જીવવાની ન હતી અથવા મને બીજો ઍટેક આવશે અને હું મરી જઈશ. હું ગભરાઈ ગઈ, કેમ કે મારે ત્રણ બાળકોની સંભાળ રાખવાની હતી.”

જાપાનની હિરોશીએ જણાવ્યું: “મને કહેવામાં આવ્યું કે હવે પછી મારું હૃદય પહેલાની જેમ કામ કરી શકતું નથી ત્યારે મને આઘાત લાગ્યો; મારા હૃદયનું પમ્પ કરવાનું પ્રમાણ ૫૦ ટકા જેટલું ઓછું થઈ ગયું હતું. મને લગભગ ખાતરી હતી કે યહોવાહના સાક્ષીઓમાંના એક સેવક તરીકેની મારી કેટલીક પ્રવૃત્તિઓ મારે ઘટાડવી જ પડશે, કેમ કે હું કરતી હતી એના અડધાથીએ ઓછું કરી શકતી.”

વ્યક્તિની શક્તિ મર્યાદિત થઈ જાય છે ત્યારે, ઉત્સાહભંગના ઊથલા અને નકામા હોવાની લાગણી ઘર કરી શકે. એક ૮૩ વર્ષની ઑસ્ટ્રેલિયન, મેરી, જેણે યહોવાહના સાક્ષીઓના પ્રચારકાર્યમાં પોતાને પૂરેપૂરા સમય માટે અર્પણ કરી છે, તેણે વિલાપ કર્યો: “મારી અગાઉ જેવી કાર્યરત રહેવાની અક્ષમતા મને નિરાશ કરે છે. બીજાઓને મદદ કરવાને બદલે, હવે મને મદદ જોઈએ છે.” દક્ષિણ આફ્રિકામાંના હેરોલ્ડે વિવેચન કર્યું: “હું ત્રણ મહિના સુધી કામ ન કરી શક્યો. હું બાગમાં આમતેમ ચાલવા સિવાય બીજું કંઈ કરી શકતો ન હતો. એ નાસીપાસ કરનારું હતું!”

ઑસ્ટ્રેલિયાના થોમાસને બીજો હાર્ટ ઍટેક આવ્યો પછી તેને બાયપાસ સર્જરીની જરૂર હતી. તેણે કહ્યું: “હું દુઃખ સહન કરી શકતો નથી, અને મોટી સર્જરીનો વિચાર કરવો લગભગ ઘણી મોટી બાબત હતી.” બ્રાઝિલના ઝોર્ઝએ હાર્ટ સર્જરી પછીની અસરો વિષે વિવેચન આપ્યું: “મારી નબળી નાણાકીય સ્થિતિને કારણે, મને ડર હતો કે હું મારી પત્નીને એકલી અને આશરા વગર છોડી જઈશ. મને લાગ્યું કે હું હવે વધારે જીવીશ નહિ.”

સાજા થવું

ઘણાને સાજા થવામાં અને પોતાની લાગણીઓને સુદૃઢ કરવામાં શાનાથી મદદ મળી છે? જેને અવલોક્યું: “હું ગભરાઈ જતી ત્યારે, હંમેશા પ્રાર્થનામાં યહોવાહ પાસે જતી અને મારા બોજા તેમના પર નાખતી અને એ ત્યાં જ છોડતી.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) વ્યક્તિ ચિંતાનો સામનો કરે છે ત્યારે, તેને જે અનિવાર્ય છે એ શક્તિ તથા મનની શાંતિ મેળવવા માટે પ્રાર્થના મદદ કરે છે.​—⁠ફિલિપી ૪:​૬, ૭.

જોન અને હિરોશીએ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના કાર્યક્રમમાં ભાગ લીધો. સારો આહાર અને કસરતે તેઓના હૃદયને મજબૂત કર્યાં, જેથી બન્‍નેએ નોકરી ફરી ચાલુ કરી. અને તેઓએ પોતાના માનસિક તથા લાગણીમય સાજાપણાને દેવના આત્માના ટકાવી રાખતા બળમાં લગાડ્યાં.

થોમાસને પોતાના ખ્રિસ્તી ભાઈઓના ટેકાથી સર્જરીનો સામનો કરવાની હિંમત મળી. તેણે જણાવ્યું: “મારા ઑપરેશન પહેલા એક નિરીક્ષક મારી મુલાકાત લેવા આવ્યા અને મારી સાથે પ્રાર્થના કરી. ઘણી જ ઉત્સાહભરી માગણીમાં, તેમણે યહોવાહને મને શક્તિ આપવા કહ્યું. એ રાત્રે મેં તેમની પ્રાર્થના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમના જેવા વડીલો હોવાથી હું ખૂબ જ આશીર્વાદિત લાગ્યો જેઓની સહાનુભૂતિ લાગણીમય ગાળા દરમિયાન સાજાપણાનો ખુદ એક ભાગ હતી.”

ઇટાલીમાંની આન્‍નાએ ઉત્સાહભંગનો આ રીતે સામનો કર્યો: “હું નિરુત્સાહ હોઉં છું ત્યારે, દેવની એક સેવિકા તરીકે મેં અત્યાર સુધી જે બધા આશીર્વાદો મેળવ્યા છે એ વિષે અને દેવના રાજ્ય હેઠળ આવનારા આશીર્વાદો વિષે વિચારું છું. એ મને પુનઃશાંતિ મેળવવા મદદ કરે છે.

મેરી યહોવાહની મદદ માટે આભારી છે. તેનું કુટુંબ તેની પડખે રહ્યું છે અને તે કહે છે: “મારા આત્મિક ભાઈબહેનો, જે દરેકને પોતાનો બોજો ઊપાડવાનો હોય છે, તેઓએ મારી મુલાકાત લેવા, મને ફોન કરવા, કે કાર્ડ મોકલવા સમય કાઢ્યો. એ બધો પ્રેમ બતાવવામાં આવ્યો હોય તો પછી હું કઈ રીતે ઉદાસ રહી શકું?”

એકલવાયું હૃદય નહિ

એમ કહેવામાં આવ્યું છે કે સાજું થતું હૃદય એક એકલવાયું હૃદય ન હોવું જોઈએ. જેઓના હૃદયનું શારીરિક અને રૂપકાત્મક રીતે સમારકાર થવું જ જોઈએ તેઓના સાજાપણામાં કુટુંબ અને મિત્રોનો ટેકો એક મોટો, હકારાત્મક ભાગ ભજવે છે.

દક્ષિણ આફ્રિકાના માઈકલે વિવેચન કર્યું: “હતાશ થવું એ શાના જેવું છે એ બીજાઓને સમજાવવું મુશ્કેલ છે. પરંતુ હું રાજ્ય ગૃહમાં પ્રવેશું છું ત્યારે, ભાઈઓ બતાવે છે એ ચિંતા ઘણી જ હૂંફ તથા ઉત્તેજન આપનારી હોય છે.” ઑસ્ટ્રેલિયાનો હેન્રી પણ તેના મંડળે વ્યક્ત કર્યાં એ ગહન પ્રેમ અને સમજણથી દૃઢ થયો. તેણે કહ્યું: “મને ખરેખર એ હેતાળ શબ્દોની જરૂર હતી.”

ઝોર્ઝ નોકરી કરી શકતો થયો ત્યાં સુધી, બીજાઓએ તેના કુટુંબને નાણાકીય સહાય કરીને ગહન કાળજી બતાવી એ માટે તેણે કદર બતાવી. સ્વિડનની ઓલ્ગાએ પણ તેને તથા તેના કુટુંબને ઘણા આત્મિક ભાઈબહેનોએ આપેલી વ્યવહારુ મદદ માટે એ જ રીતે કદર બતાવી. કેટલાકે તેને ખરીદી કરી આપી ત્યારે, બીજાઓએ તેનું ઘર સાફ કરી આપ્યું.

અવારનવાર, હૃદયના દર્દીઓએ પોતાને ઘણી જ ગમતી હતી એવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં મર્યાદા મૂકવી પડે છે. સ્વિડનનો સ્વેન જણાવે છે: “હવામાન ઘણું જ પવનવાળું કે ઠંડુ હોય છે ત્યારે, મારે કેટલીક વાર સેવાકાર્યમાં ભાગ લેવાથી દૂર રહેવું પડે છે, કેમ કે એનાથી મને સંવહન તાણ આવે છે. મારા સાથી સાક્ષીઓમાંના ઘણા એ બાબતે સમજણ બતાવે છે એની હું કદર કરું છું.” અને સ્વેન પથારીવશ થાય છે ત્યારે, તે સભાઓ સાંભળી શકે છે કેમ કે ભાઈઓ પ્રેમાળપણે એનું રેકર્ડિંગ કરે છે. “મંડળમાં શું થઈ રહ્યું છે એનાથી તેઓ મને માહિતગાર કરે છે, અને એનાથી હું જાણે હાજરી આપતો હોઉં એમ લાગે છે.”

પથારીવશ થયેલી મેરીને પોતે આશીર્વાદિત હોય એમ લાગે છે કેમ કે જેની સાથે તે બાઇબલ અભ્યાસ કરે છે તેઓ તેની પાસે આવે છે. એ રીતે તે અપેક્ષા રાખે છે એ ભવ્ય ભાવિની ચર્ચા કરવાનું ચાલુ રાખી શકે છે. થોમાસ પણ તેને બતાવવામાં આવેલી ચિંતા માટે આભારી છે: “વડીલો પણ ઘણા સમજુ રહ્યા છે અને મને મળતી કામગીરી પણ તેઓએ ઘટાડી છે.”

કુટુંબોને ટેકો જરૂરી

માર્ગ ભોગ બનનાર માટે જેટલો મુશ્કેલ હોય છે એટલો જ કુટુંબના સભ્યો માટે પણ હોય શકે. તેઓ ઘણાં તણાવ તથા ભય હેઠળ હોય છે. દક્ષિણ આફ્રિકાના આલ્ફ્રેડે પોતાની પત્ની રાખતી હતી એ ચિંતા સંબંધી અવલોક્યું: “હું હૉસ્પિટલેથી ઘરે આવ્યો ત્યારે, મારી પત્ની મને રાતે ઘણી વાર ઊંઘમાંથી જગાડતી એ જોવા માટે કે હું બરાબર તો છું ને, અને તે આગ્રહ કરતી કે હું તપાસ માટે દર ત્રણ મહિને ડૉક્ટરની મુલાકાત લઉં.”

નીતિવચન ૧૨:૨૫ જણાવે છે કે ‘પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.’ ઇટાલીનો કાર્લો નોંધે છે કે તેના હાર્ટ ઍટેકથી માંડીને, તેની પ્રેમાળ અને ટેકો આપતી પત્ની “ઉત્સાહભંગ થઈ ગઈ છે.” ઑસ્ટ્રેલિયાના લૌરેન્સે કહ્યું: “ધ્યાનમાં રાખવા જેવી એક બાબત એ છે કે તમારા સાથીની સંભાળ રાખવામાં આવે. સાથી પરની તાણ ઘણી જ મોટી હોય શકે.” એમ, આપણે કુટુંબમાંના બધાની જરૂરિયાતની કાળજી રાખવી જોઈએ, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ તેઓ પર લાગણીમય અને શારીરિક અસર કરી શકે.

અમારા બીજા લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો એ જેમ્સ, તેના પપ્પાને આવેલા હાર્ટ ઍટેક પછી શૂનમૂન થઈ ગયો. તેણે કહ્યું: “મને લાગ્યું કે હવે પછી હું કોઈ મઝા કરી શકીશ નહિ, કેમ કે મેં વિચાર્યું હું એવું કંઈ પણ કરીશ પછી તરત જ કોઈ ખરાબ બાબત બનશે.” તેનો ડર તેના પપ્પાને વ્યક્ત કરવાથી તથા બીજાઓ સાથે સારો સંચાર સ્થાપવાથી તેને પોતાની ચિંતા દૂર કરવામાં મદદ મળી. એ સમય દરમિયાન જેમ્સે કંઈ પણ કર્યું એની તેના જીવન પર ગાઢ અસર પડી. તેણે ક્હ્યું: “મેં બાઇબલના મારા વ્યક્તિગત અભ્યાસમાં અને અમારી ખ્રિસ્તી સભાઓની તૈયારીમાં વધારો કર્યો.” ત્રણ મહિના પછી તેણે પોતાનું જીવન યહોવાહને સમર્પણ કર્યું અને પાણીના બાપ્તિસ્માથી ચિહ્‍નિત કર્યું. “ત્યારથી માંડીને,” તે કહે છે, “મેં યહોવાહ સાથે ખુબ જ નિકટનો સંબંધ વિકસાવ્યો છે. તેમનો આભાર માનવા માટે મારી પાસે ખરેખર ઘણી બાબતો છે.”

હાર્ટ ઍટેક પછીની સ્થિતિમાં, વ્યક્તિ પાસે જીવનની પુનઃતપાસ કરવા માટે સમય હોય છે. દાખલા તરીકે, જોનના વિચારો બદલાયા. તેણે કહ્યું: “તમે દુન્યવી કારકિર્દીની નિરર્થકતા જુઓ અને સમજો કે કુટુંબ અને મિત્રોનો પ્રેમ કેટલાં મહત્ત્વનાં છે અને યહોવાહને મન આપણે કેટલા અર્થસભર છીએ. યહોવાહ, મારું કુટુંબ, તથા મારા આત્મિક ભાઈબહેનો સાથેનો મારો સંબંધ હવે ઊંચી અગ્રીમતાએ છે.” પોતાના અનુભવના જખમ પર પ્રત્યાઘાત પાડીને, તેણે ઉમેર્યું: “હું એવા સમયની આપણી આશા વગર એ જખમનો સામનો કરવાનું વિચારી પણ શકતો નથી જ્યારે એ બાબતોને સુધારવામાં આવશે. બાબતો મને નિરુત્સાહ કરે છે ત્યારે, હું ભાવિ વિષે વિચારું છું, અને અત્યારે જે બની રહ્યું છે એ ઓછું અર્થસભર લાગે છે.”

તેઓ સાજા થવાના માર્ગમાં ચડતીપડતીનો અનુભવ કરે છે તેમ, એ હાર્ટ ઍટેકમાંથી બચનારાઓએ પોતાની આશા રાજ્યમાં મક્કમપણે લાંગરી છે જેના વિષે ઈસુએ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું. (માત્થી ૬:​૯, ૧૦) દેવનું રાજ્ય માણસ માટે પારાદેશ પૃથ્વી પર સંપૂર્ણતાવાળું અનંતકાળનું જીવન લાવશે. પછી હૃદય રોગ તથા બીજી બધી અપંગતાને કાયમ માટે દૂર કરવામાં આવશે. નવી દુનિયા હવે તદ્દન નજીક છે. સાચે જ, સૌથી સારું જીવન તો હજુ આવનાર છે!​—⁠અયૂબ ૩૩:૨૫; યશાયાહ ૩૫:​૫, ૬; પ્રકટીકરણ ૨૧:​૩-૫.

[Caption on page ૧૩]

સાજા થવામાં કુટુંબ અને મિત્રોનો ટેકો એક હકારાત્મક ભાગ ભજવે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો