વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧૦/૮ પાન ૧૨-૧૪
  • યુવાન લોકો પૂછે છે . . .

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાન લોકો પૂછે છે . . .
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • “ભૌતિકવાદની ચઢતીપડતીનું મોજું”
  • “ધનવાન થવાની ઇચ્છા રાખે છે”
  • ‘નાશકારક તૃષ્ણામાં’
  • સમતોલપણું શોધવું
  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • પૈસા વિશે યોગ્ય વલણ
    સજાગ બનો!—૨૦૧૫
  • શું પૈસા પાછળ પડવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૭
  • પૈસા કઈ રીતે વાપરવા?
    કુટુંબ સુખી બનાવો
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧૦/૮ પાન ૧૨-૧૪

યુવાન લોકો પૂછે છે . . .

પૈસા કમાવવામાં શું ખોટું છે?

“ખરેખર પૈસા દુનિયાની સૌથી મહત્ત્વની બાબત છે.” બ્રિટીશ નાટ્યકાર જ્યોર્જ બર્નડ શૉએ આ દાવો કર્યો. શું તમે એની સાથે સહમત છો? તમને કદાચ ૧૭ વર્ષની તાનિયા જેવું લાગી શકે, જે કહે છે: “મને ધનવાન નથી બનવું, આરામથી ચાલે એટલું બસ છે.” એ જ રીતે યુવાન એવયન પૈસાને જ દુનિયામાં સૌથી મહત્ત્વના ગણતો નથી, પરંતુ માને છે કે અમુક ચોક્કસ ધ્યેયો પ્રાપ્ત કરવા એ ઉપયોગી છે. તે કહે છે: “પૈસા કપડાં અને પરિવહન જેવી મારી જરૂરિયાતો માટે જરૂરી છે.”

શું તમે જાણો છો કે બાઇબલ પણ એવું જ કંઈક કહે છે? સભાશિક્ષક ૭:​૧૨માં એ જણાવે છે કે “દ્રવ્ય આશ્રય છે.” ગરીબાઈને “માનવ સુખના મોટા શત્રુ” તરીકે વર્ણવવામાં આવી છે. અને પૂરતા પૈસા અવારનવાર ગરીબાઈને કારણે આવતી સમસ્યાઓથી તમારું રક્ષણ કરી શકે છે. પૈસા અણધારી આફતોમાંથી તમારો બચાવ પણ કરી શકે છે. “બાઇબલ કહે છે કે ‘પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે,’” યુવાન ફિલિસ કહે છે. “આપણે કદી પણ જાણતા નથી કે ક્યારે તંગી આપણા પર આવી પડશે, તેથી આપણે પૈસા બચાવવાની જરૂર છે.” (સભાશિક્ષક ૯:​૧૧) અને પૈસા હમણાં જરૂરી લાગતા હોય તો, તમારા ભવિષ્ય માટે એથી પણ વધારે જરૂરી બની શકે.

“ભૌતિકવાદની ચઢતીપડતીનું મોજું”

પરંતુ પૂરતા પ્રમાણમાં પૈસા હોવા વિષેની કેટલીક ચિંતા સામાન્ય અને વિચારયુક્ત છે, પરંતુ કેટલાક યુવાનો પૈસા માટે લગભગ ગાંડા બની ગયા છે. લગભગ ૧,૬૦,૦૦૦ યુવાનોને પૂછવામાં આવ્યું કે, “જીવનમાં સૌથી વધારે તમને શું જોઈએ છે?,” ૨૨ ટકાએ કહ્યું, “પૈસાદાર બનવું.”

એમાં કોઈ શંકા નથી કે પૈસાની આ તીવ્ર લાગણી મનમાં રાખવી કે જેને ન્યૂઝવીક સામયિક “ભૌતિકવાદની ચઢતીપડતીનું મોજું” કહે છે જે જગત પર છવાયેલી છે. “હું ખૂબ ભૌતિકવાદી વ્યક્તિ છું અને અમુક ઉત્પાદક માલ વિષે ખૂબ સજાગ છું,” ૧૮ વર્ષનો માર્ટિન કહે છે. “હું દૃઢતાથી માનું છું કે તમે જેવું ચૂકવો છો એવું મેળવો છો. આમ, મને જે જોઈએ છીએ એના માટે ઘણા બધા પૈસા વાપરું છું.” ફક્ત માર્ટિન જ એવો યુવાન નથી કે જે ‘ઘણા બધા પૈસા વાપરે છે.’ યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ અહેવાલ આપે છે: “ગયા વર્ષે, ૧૨ થી ૧૯ વયનાઓએ [યુનાઈટેડ સ્ટેટ્‌સમાં] સૌથી વધારે ખરીદી કરી, કુલ ૧૦,૯૦૦ કરોડ ખરીદી કરવામાં વાપર્યા જે ૧૯૯૦ કરતાં ૩૮ ટકાનો વધારો છે.”

તેમ છતાં, યુવાનો એ બધા નવાં કપડાં, કોમ્પેક્ટ ડિસ્ક અને કૉમ્પ્યુટર સાધનો માટે ક્યાંથી પૈસા મેળવે છે? યુ.એસ. ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ અનુસાર: “૧૬થી ૧૯ વર્ષની ઉંમરના લગભગ અડધા પાસે ખંડ-સમયની નોકરી છે.” સમતોલન રાખવામાં આવે તો, શાળા પછીની નોકરીનો લાભ મેળવી શકે છે, જેમ કે એ યુવાનોને જવાબદારીવાળા બનવાનું શીખવે છે. તેમ છતાં, સ્પષ્ટ છે કે આ બાબતમાં કેટલાક યુવાનો અતિરેક કરતા હોય છે. ન્યૂઝવીક સામયિક અવલોકન કરે છે: “માનસશાસ્ત્રીઓ અને શિક્ષકો [કામ કરતા] વિદ્યાર્થીઓમાં તણાવ જુએ છે. તેઓ પાસે ગૃહકાર્ય કરવા માટે સમય હોતો નથી, અને શિક્ષકો હંમેશા એ જુએ છે કે થાકેલા વિદ્યાર્થીઓની આંખો ઉંઘથી ઘેરાયેલી હોય છે અને, તેઓ પણ સારી રીતે ભણાવતા નથી.

તોપણ, બહુ થોડા કામ કરતા યુવાનો સ્વેચ્છાપૂર્વક પોતાની આવકના ઉદ્‍ભવને છોડી રહ્યા છે. “શાળા મહત્ત્વની છે,” યુવાન વેનાસા કહે છે, “પરંતુ પૈસા પણ જરૂરી છે. ગૃહકાર્ય પૈસા આપતું નથી.” પૈસા કમાવવા તમારા માટે કેટલું મહત્ત્વનું છે? શું જીવનમાં પુષ્કળ પૈસા કમાવવા એ જ તમારો મુખ્ય ધ્યેય છે?

“ધનવાન થવાની ઇચ્છા રાખે છે”

બાઇબલમાં આ મહત્ત્વના પ્રશ્નો પર વાત કરવામાં આવી છે. પ્રેષિત પાઊલે લખ્યું: “પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમકે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, એને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.”​—⁠૧ તીમોથી ૬:​૯, ૧૦.

પાઊલ સારી રીત જાણતો હતો કે તે શેના વિષે વાત કરી રહ્યો છે. ખ્રિસ્તી બનતા પહેલાં, તે “ફરોશી” નામે જાણીતા ધાર્મિક આગેવાનોમાંનો એક હતો, જેમનું બાઇબલ “દ્રવ્યલોભી” તરીકે વર્ણન કરે છે. (લુક ૧૬:૧૪) તોપણ, પ્રેષિત પાઊલે પૈસા કમાવવાને દોષિત ઠરાવ્યું નહિ. એના બદલે, તેણે “ધનવાન થવાની ઇચ્છા રાખે” છે તેઓને ચેતવણી આપી, બીજું એક ભાષાંતર આ રીતે કહે છે, લોકો જેઓએ “ધનવાન થવા પોતાના હૃદયમાં નક્કી કર્યું.” (ફિલિપ્સ) પરંતુ એમ કરવું કેટલું નુકસાનકારક છે?

પાઊલે સમજાવ્યું તેમ, એવી વ્યક્તિઓ “પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે.” નીતિવચન ૨૮:૨૦ પણ એ જ મુદ્દો બતાવતા કહે છે: “જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.” એવું વિચારીને કે પોતાની પાસે પૂરતું નથી, કેટલાક યુવાનોએ ચોરીનો સહારો લીધો છે.

એ સાચું છે કે, મોટા ભાગના યુવાનો ચોરી કરવાનું વિચારશે નહિ. પરંતુ કેટલાક એવા જ જોખમકારક કામમાં સંડોવાય શકે. ક્રિશ્ચાનિટી ટુડે અહેવાલ આપે છે: “કેટલાક નિષ્ણાત માને છે કે જુગાર રમવો તરુણોમાંની આદતમાં વધતી જતી સમસ્યા છે.” યુ.એસ.ના એક સ્થળે, “એક વર્ષમાં લગભગ ૯૦ ટકા યુવાનોએ ઉચ્ચ શાળામાં જતા સુધીમાં ગેરકાયદેસર લૉટરીની ટિકિટો ખરીદી હતી.” કેટલાક યુવાનો તો એનાથી પણ ગંભીર પગલાં લે છે. “સંતોષકારક નોકરીઓ મેળવવી મુશ્કેલ છે,” ૧૬ વર્ષનો મેથ્યુ કહે છે. “તેથી હું મોટા ભાગના પૈસા માલની લેવડદેવડ કરી બનાવું છું. . . . ઘણી વાર, હું [કેફી પદાર્થો] વેચતો [હતો].”

‘નાશકારક તૃષ્ણામાં’

એ સાચું છે કે પૈસા વ્યક્તિને એક પ્રકારની સ્વતંત્રતાની વિવેકબુદ્ધિ આપે છે. પરંતુ પાઊલ સમજાવે છે તેમ, પૈસાની પાછળ પડવું છેવટે, વ્યક્તિને એનો દાસ બનાવી શકે જે “ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.” હા, એક વાર પૈસાનો પ્રેમ તમારા પર કાબૂ કરી લે પછી દ્રવ્યલોભ, ખુન્‍નસભરી અદેખાઈ અને બીજી નુકસાનકારક ઇચ્છાઓ પ્રભુત્વ જમાવી શકે. (કોલોસી ૩:૫ સરખાવો.) ટીન સામયિકમાંના એક લેખે અવલોક્યું કે કેટલાક તરૂણો બીજા યુવાનોની ગાડી અને કપડાં માટે અદેખા બની શકે “જે તેઓને દબાવી દઈ શકે.” આ પ્રકારની અદેખાઈ કેટલીક વખત “આત્મ-ઘૃણાને ઊંડું બનાવે છે,” લેખ ઉમેરે છે, “અને તરૂણ [તેણી કે] તે જે તેની પાસે નથી એના સિવાય કંઈ વિચારી શકતો નથી.”

તો પછી, નોંધ લો કે ફક્ત ધનવાન થવાની ઇચ્છા ‘પરીક્ષણના ફાંદાનું’ કારણ જ નહિ પરંતુ એ ‘વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવાનું’ કારણ પણ બને છે. બાઇબલ વિવેચક આલબર્ટ બાર્ન્જ અવલોકન કરે છે: “એક એવું વિનાશક ચિત્ર સામે આવે છે કે જેમાં વહાણ અને તેમાંનું સર્વ એક સાથે ડૂબી જાય છે. પૂરેપૂરી રીતે વિનાશ થઈ જાય છે. ત્યાં, સુખ, સદ્‍ગુણ, પ્રતિષ્ઠા, અને જીવનો પૂરેપૂરો નાશ થઈ જાય છે.”​—⁠૧ તીમોથી ૧:૧૯ સરખાવો.

તો પછી, યોગ્ય રીતે, પાઊલ કહે છે કે બધા-નાશના “દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.” એના પરિણામ તરીકે, ઘણાઓ “વિશ્વાસથી ભટકી ગયા છે, એને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” એક ઉદાહરણ લો, એક યુવાનને આપણે રોરી કહીશું. તેણે બાર વર્ષની ઉંમરે જુગાર રમવાનું શરૂ કર્યું. “એ કંઈ પણ કર્યા વિના પૈસા મેળવવાનો રસ્તો હતો,” તે યાદ કરે છે. થોડા જ વખતમાં, તે હજારો ડૉલરનો દેવાદાર બની ગયો અને મિત્રો, કુટુંબ અને શાળા કામની અવગણના કરવા લાગ્યો. “મેં છોડી દેવાનો પ્રયત્ન કર્યો,” તે કબૂલે છે, પરંતુ વારંવાર તે નિષ્ફળ ગયો. તેણે ૧૯ વર્ષે મદદ માટે બૂમ પાડી ત્યાં સુધી તે ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધતો’ રહ્યો. આમ, લેખક ડગલાસ કેનેડી અતિશયોક્તિ કરતા નથી, તેના પુસ્તક ધનની પાછળ પડવું (અંગ્રેજી)માં તે પૈસાની પાછળ પડવાને “દુઃખ પહોંચાડનારો અનુભવ” કહે છે.

સમતોલપણું શોધવું

આમ, સદીઓ અગાઉની જેમ હમણાં પણ સુલેમાનની સલાહ મુદ્દાસરની છે: “દ્રવ્યવાન થવા સારૂ તન તોડીને મહેનત ન કર; તારૂં પોતાનું ડહાપણ મૂકી દે. જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે? કેમકે દ્રવ્ય ગગનમાં ઊડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.” (નીતિવચન ૨૩:​૪, ૫) ભૌતિક ધનસંપત્તિ હંગામી છે, તેથી તમારા જીવનમાં ધનસંપત્તિની પાછળ પડવાને મુખ્ય ધ્યેય બનાવવો એ મૂર્ખાઈ છે. “હું કેવળ ભૌતિકવાદી ધ્યેયોમાં ફસવા ઇચ્છતી નથી,” મૉરીન નામની એક ખ્રિસ્તી યુવતી કહે છે. “હું જાણું છું,” તે કહે છે, “હું ફક્ત પૈસા કમાવવાની પાછળ પડીશ તો હું મારી આત્મિકતા ગુમાવીશ.”

એ સાચું છે કે પૈસા જરૂરી છે. અને સારી આવક હોવાથી તમે તમારી જરૂરિયાતો સંતોષી શકશો​—⁠અને ઘણી વાર બીજાઓને ભૌતિક રીતે મદદ પણ કરી શકશો. (એફેસી ૪:⁠૨૮) મહેનત કરવાનું શીખો કે જેથી પ્રમાણિકપણે પૈસા કમાઈ શકો. વળી, તમારા પૈસાને સમજદારીથી વાપરવાનું, બજેટ બનાવવાનું અને ખર્ચ કરવાનું શીખો. પરંતુ પૈસાને કદીપણ જીવનમાં સૌથી મહત્ત્વની બાબત બનાવશો નહિ. નીતિવચન ૩૦:૮માં લેખકે વ્યક્ત કરેલ સમતોલ દૃષ્ટિ રાખવાનો પ્રયત્ન કરો, કે જેણે પ્રાર્થના કરી: “મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ.” આત્મિક હિતો આગળ રાખીને, તમે સૌથી સારી ધનસંપત્તિ મેળવી શકશો. નીતિવચન ૧૦:૨૨ કહે છે તેમ, “યહોવાહનો આશીર્વાદ​—⁠ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.”

[Caption on page ૧૩]

ઘણા યુવાનો પોતાના સમોવડિયાની બરોબરી કરી શકે માટે પૈસા ઇચ્છે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો