વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૨/૧૫ પાન ૧૭-૨૧
  • રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘યહોવાનો દિવસ’ શરૂ થાય છે
  • યહોવા “બહુ મોટી ખીણ” બનાવે છે
  • ખીણમાં જવાની શરૂઆત થઈ
  • ‘યુદ્ધનો દિવસ’ આવી પહોંચ્યો છે
  • “જીવતાં પાણી નીકળીને વહેશે”
  • ‘પર્વતોની ખીણમાં રહો’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • શેતાન કદી જીતશે નહિ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • રથો અને મુગટ તમારું રક્ષણ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૨/૧૫ પાન ૧૭-૨૧
[પાન ૧૭ પર ચિત્ર]

રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહો

‘યહોવા પોતે યુદ્ધને દિવસે લડ્યા હતા તેમ, તે પ્રજાઓની સામે લડશે.’—ઝખા. ૧૪:૩.

તમે સમજાવી શકશો?

  • “જૈતુન પર્વત” વચ્ચેથી ફાટે છે એનો શું અર્થ થાય?

  • “બહુ મોટી ખીણ” શાને રજૂ કરે છે અને એમાં કઈ રીતે રહી શકીએ?

  • “જીવતાં પાણી” શું છે અને એ પીવાથી કોને લાભ થશે?

૧, ૨. જલદી જ કયું યુદ્ધ થવાનું છે? એ યુદ્ધમાં ઈશ્વરના ભક્તોએ શું કરવું નહિ પડે?

ઑક્ટોબર ૩૦, ૧૯૩૮નો એ દિવસ હતો. અમેરિકામાં લાખો લોકો રેડિયો પર નાટક સાંભળી રહ્યા હતા. એ નાટક ધ વૉર ઓફ ધ વર્લ્ડ્‌સ નામની વૈજ્ઞાનિક નવલકથા પર આધારિત હતું. એ નાટકમાં સમાચાર આપનારની ભૂમિકા ભજવનારા કલાકારોએ એવું વર્ણન કર્યું કે મંગળ ગ્રહથી આવેલા જીવો પૃથ્વી પર આક્રમણ કે યુદ્ધ કરશે અને મોટા પાયે વિનાશ કરશે. રેડિયો પર પહેલેથી જણાવવામાં આવેલું તોપણ, ઘણા લોકો એને નાટકને બદલે ખરેખરું આક્રમણ સમજી બેઠા અને ગભરાઈ ગયા. અરે, અમુકે તો એનાથી બચવા કેટલીક તૈયારીઓ પણ કરી.

૨ જલદી જ એક યુદ્ધ થવાનું છે. તોપણ, લોકો એને ધ્યાનમાં લેતા નથી. એ યુદ્ધ વિશે કોઈ વૈજ્ઞાનિક નવલકથા નહિ, પણ ઈશ્વરપ્રેરિત બાઇબલ જણાવે છે. એ આર્માગેદનનું યુદ્ધ છે, એટલે કે આજની દુષ્ટ દુનિયા સામે ઈશ્વરનું યુદ્ધ. (પ્રકટી. ૧૬:૧૪-૧૬) એ યુદ્ધમાં ઈશ્વરના લોકોએ લડવું નહિ પડે. પણ, આપણે અદ્‍ભુત ઘટનાઓ અને ઈશ્વરની અજોડ શક્તિ જોઈને ચોક્કસ નવાઈ પામીશું.

૩. આપણે કઈ ભવિષ્યવાણીની ચર્ચા કરીશું અને એ કેમ આપણા ભલા માટે છે?

૩ ઝખાર્યાના ૧૪માં અધ્યાયમાં જણાવેલી બાઇબલ ભવિષ્યવાણી, આર્માગેદનના યુદ્ધ વિશે જણાવે છે. એ ભવિષ્યવાણી આશરે ૨,૫૦૦ વર્ષ પહેલાં લખવામાં આવી હતી તોપણ, એ આપણા જીવનને અસર કરે છે. (રોમ. ૧૫:૪) ૧૯૧૪માં, સ્વર્ગમાં મસીહ રાજ્યની સ્થાપના થઈ ત્યારે ઈશ્વરના ભક્તો સાથે થયેલી બાબતો વિશે એ ભવિષ્યવાણી જણાવે છે. તેમ જ, બહુ નજીકના સમયમાં થનારા બનાવોનો પણ ઉલ્લેખ કરે છે. એ ભવિષ્યવાણી ખાસ કરીને “બહુ મોટી ખીણ” અને “જીવતાં પાણી”ની વાત કરે છે. (ઝખા. ૧૪:૪, ૮) આ લેખમાં આપણે શીખીશું કે એ ખીણ શું છે અને યહોવાના ભક્તો કઈ રીતે એમાં રક્ષણ મેળવી શકે. એ પણ શીખીશું કે જીવતાં પાણી શું છે અને એનાથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ. આમ, સમજી શકીશું કે આપણને એ પાણી પીવાની જરૂર છે અને આપણે એ પીવા પણ માંગીએ છીએ. આ ભવિષ્યવાણી પર ધ્યાન આપવું આપણા જ ભલા માટે છે.—૨ પીત. ૧:૧૯, ૨૦.

‘યહોવાનો દિવસ’ શરૂ થાય છે

૪. (ક) ‘યહોવાનો દિવસ’ ક્યારે શરૂ થયો? (ખ) ૧૯૧૪ના દાયકાઓ પહેલાં, યહોવાના ભક્તોએ શું જાહેર કર્યું અને દુનિયાના આગેવાનો કઈ રીતે વર્ત્યા?

૪ ઝખાર્યાનો ૧૪મો અધ્યાય આ શબ્દોથી શરૂ થાય છે: “યહોવાનો એક એવો દિવસ આવે છે.” (ઝખાર્યા ૧૪:૧, ૨ વાંચો.) એ દિવસ શું છે? એ ‘પ્રભુનો દિવસ’ છે. જ્યારે ‘આ જગતનાં રાજ્યો આપણા પ્રભુ યહોવા તથા તેમના ખ્રિસ્તના થયા,’ ત્યારે એની શરૂઆત થઈ. (પ્રકટી. ૧:૧૦; ૧૧:૧૫) એ દિવસ ૧૯૧૪માં શરૂ થયો જ્યારે મસીહ રાજ્ય સ્વર્ગમાં સ્થપાયું. ૧૯૧૪ના દાયકાઓ પહેલાં, યહોવાના ભક્તોએ જાહેર કર્યું હતું કે “વિદેશીઓના [રાષ્ટ્રોના] સમયો” એ વર્ષે પૂરા થશે અને પૃથ્વી પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડશે. (લુક ૨૧:૨૪) એ સાંભળીને દુનિયાનાં રાષ્ટ્રો કઈ રીતે વર્ત્યાં? ધાર્મિક અને રાજકીય આગેવાનોએ ઉત્સાહી અભિષિક્તોને ધિક્કાર્યા અને તેઓની સતાવણી કરવા લાગ્યા. એમ કરીને દુનિયાના નેતાઓ સર્વોપરી ઈશ્વરની મશ્કરી કરતા હતા. એનું કારણ કે અભિષિક્તો “સ્વર્ગીય યરુશાલેમ,” એટલે કે ઈશ્વરના રાજ્યને રજૂ કરે છે, જેનો તેઓ ભાગ છે.—હિબ્રૂ ૧૨:૨૨, ૨૮.

૫, ૬. (ક) ભવિષ્યવાણી પ્રમાણે, “નગર” અને તેના ‘નાગરિકો’ સામે રાષ્ટ્રોએ શું કર્યું? (ખ) ‘બાકી રહેલા લોકો’ કોણ હતા?

૫ ઝખાર્યાએ ભવિષ્યવાણી કરી હતી કે રાષ્ટ્રો કયું પગલું ભરશે. તેમણે કહ્યું: “તે નગર [યરુશાલેમ] સર કરવામાં આવશે.” “નગર” એ ઈશ્વરના રાજ્યને બતાવે છે. અભિષિક્ત ખ્રિસ્તીઓ જેઓ હજી પણ પૃથ્વી પર છે, તેઓ એ રાજ્યના ‘નાગરિકો’ છે. (ફિલિ. ૩:૨૦) પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન યહોવાની સંસ્થાના સૌથી જવાબદાર સભ્યોને ‘સર કરવામાં આવ્યા,’ એટલે કે પકડી લેવામાં આવ્યા. તેઓને અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા એટલાંટા શહેરની જેલમાં પૂરવામાં આવ્યા. અભિષિક્તો સાથે દુશ્મનો અન્યાયી અને ક્રૂર રીતે વર્ત્યા હતા. તેઓએ અભિષિક્તોનાં સાહિત્ય પર પાબંદી મૂકી હતી અને પ્રચારકાર્યને બંધ કરવાની કોશિશ કરી. એ જાણે એમ હતું કે દુશ્મનોએ હિંસક રીતે અભિષિક્તોનાં ‘ઘરો લૂંટ્યાં.’

૬ ઈશ્વરના લોકોની સંખ્યા બહુ ઓછી હતી. તેઓને ખોટી રીતે રજૂ કરવામાં આવતા હતા. તેમનો વિરોધ થતો અને તેઓની સતાવણી કરવામાં આવતી હતી. તોપણ, દુશ્મનો સાચી ભક્તિને મિટાવી ન શક્યા. એ વખતે ‘બાકી રહેલા લોકો’ એટલે કે પૃથ્વી પરના અભિષિક્ત ખ્રિસ્તીઓ હતા. તેઓએ વફાદાર રહીને ‘નગરમાંથી કપાઈ જવાનો’ નકાર કર્યો હતો.

૭. વિશ્વાસુ અભિષિક્તોના જીવનથી આપણને શું શીખવા મળે છે?

૭ પહેલા વિશ્વયુદ્ધના અંતે શું એ ભવિષ્યવાણી પૂરી થઈ ગઈ? ના. બાકી રહેલા અભિષિક્તો અને પૃથ્વી પર રહેવાની આશા ધરાવતા તેમના સાથીઓ પર, રાષ્ટ્રો દ્વારા વધારે હુમલા થવાના હતા. (પ્રકટી. ૧૨:૧૭) બીજું વિશ્વયુદ્ધ એની સાબિતી આપે છે. વિશ્વાસુ અભિષિક્તો જે રીતે યહોવાને વળગી રહ્યા, એ ઉત્તેજન આપે છે કે આપણે કોઈ પણ સતાવણીમાં યહોવાને વફાદાર રહી શકીએ છીએ. પછી ભલે શ્રદ્ધાને લીધે આપણી મશ્કરી કરતા સગાં, સાથી કામદારો કે વિદ્યાર્થીઓ તરફથી સતાવણી આવે. (૧ પીત. ૧:૬, ૭) ભલે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે યહોવાને વળગી રહેવાનો પાકો નિર્ણય કર્યો છે અને “વિરોધીઓથી જરા પણ બીતા નથી.” (ફિલિ. ૧:૨૭, ૨૮) તો પછી, આપણને નફરત કરતી દુનિયામાં કઈ રીતે રક્ષણ મેળવી શકીએ?—યોહા. ૧૫:૧૭-૧૯.

યહોવા “બહુ મોટી ખીણ” બનાવે છે

૮. (ક) બાઇબલમાં પર્વતો શાને દર્શાવે છે? (ખ) “જૈતુન પર્વત” શાને દર્શાવે છે?

૮ આપણે શીખ્યા કે ભવિષ્યવાણીમાં “નગર” અથવા યરુશાલેમ, ઈશ્વરના રાજ્યને રજૂ કરે છે. તો પછી, ‘યરુશાલેમની સામે આવેલો જૈતુન વૃક્ષનો પર્વત’ શાને દર્શાવે છે? એ કઈ રીતે ‘વચ્ચોવચથી ફાટશે’ અને બે પર્વતો થશે? એ બે પર્વતોને મૂળ હિબ્રૂ ભાષામાં, યહોવા “મારા પર્વતો” કહે છે. શા માટે? (ઝખાર્યા ૧૪:૩-૫ વાંચો.) અમુક વાર બાઇબલમાં પર્વતો એ રાજ્યો કે સરકારોને રજૂ કરે છે. તેમ જ, આશીર્વાદ અને રક્ષણ પણ યહોવાના પર્વત સાથે જોડાયેલાં છે. (ગીત. ૭૨:૩; યશા. ૨૫:૬, ૭) એટલે જ, યરુશાલેમની પૂર્વ દિશામાં આવેલો જૈતુન વૃક્ષનો પર્વત, જેના પર યહોવા ઊભા છે, એ તેમની સર્વોપરિતા દર્શાવે છે, એટલે કે આખા વિશ્વ પર તેમનું રાજ છે.

૯. “જૈતુન પર્વત” વચ્ચેથી ફાટે છે એનો શું અર્થ થાય?

૯ જૈતુન પર્વત વચ્ચેથી ફાટે છે એનો શું અર્થ થાય? યરૂશાલેમની પૂર્વ દિશામાં આવેલો પર્વત વચ્ચેથી ફાટે છે એનો અર્થ થાય કે યહોવા પોતાના ખાસ હેતુ માટે બીજી એક સત્તા સ્થાપે છે. આ સત્તા ઈસુ ખ્રિસ્તના હાથમાં રહેલું મસીહી રાજ્ય છે. એટલે જ, “જૈતુન પર્વત” ફાટવાથી ભાગ પડેલા પર્વતોને યહોવા “મારા પર્વતો” કહે છે. આમ, બંને સત્તા તેમની જ છે.—ઝખા. ૧૪:૪, NW.

૧૦. બે પર્વતો વચ્ચેની “બહુ મોટી ખીણ” શાને રજૂ કરે છે?

૧૦ જ્યારે પર્વતના ભાગ પડે છે, ત્યારે એ અડધો ઉત્તર ને અડધો દક્ષિણ તરફ થાય છે. યહોવાના પગ બંને પર્વત ઉપર રહે છે. યહોવાના પગ તળે “બહુ મોટી ખીણ” બને છે. ખીણ દર્શાવે છે કે યહોવા પોતાના ભક્તોને રક્ષણ પૂરું પાડે છે. જેમ લોકો બે પર્વતો વચ્ચે આવેલી ખીણમાં રક્ષણ અનુભવે છે, તેમ આપણે પણ એક બાજુ યહોવા અને બીજી બાજુ મસીહના રાજ નીચે રક્ષણ અનુભવીએ છીએ. સાચી ભક્તિ કદી પણ ખતમ ન થાય, એનું યહોવા ધ્યાન રાખશે. એ જૈતુન પર્વત ક્યારે ફાટ્યો? જ્યારે વિદેશીઓના સમયો પૂરા થયા અને મસીહી રાજ્ય ૧૯૧૪માં સ્થપાયું, ત્યારે એમ બન્યું. તો પછી, સાચા ભક્તોએ ખીણમાં જવાનું ક્યારે શરૂ કર્યું?

ખીણમાં જવાની શરૂઆત થઈ

૧૧, ૧૨. (ક) ભક્તોએ ખીણમાં જવાની શરૂઆત ક્યારે કરી? (ખ) યહોવાનો શક્તિશાળી હાથ તેમના લોકો પર છે, એની શું સાબિતી છે?

૧૧ ઈસુએ પોતાના શિષ્યોને ચેતવ્યા કે “મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માથ. ૨૪:૯) ૧૯૧૪માં દુનિયાના છેલ્લા દિવસોની શરૂઆત થઈ, ત્યારથી એ ધિક્કાર ઘણો જ વધી ગયો છે. પહેલા વિશ્વયુદ્ધમાં અભિષિક્તો પર દુશ્મનોએ ક્રૂર હુમલા કર્યા, તોપણ વિશ્વાસુ ભક્તોના એ સમૂહને તેઓ ખતમ ન કરી શક્યા. ૧૯૧૯માં તેઓને મહાન બાબેલોન, એટલે કે જૂઠા ધર્મોમાંથી આઝાદ કરવામાં આવ્યા. (પ્રકટી. ૧૧:૧૧, ૧૨)a ત્યારથી જ ભક્તોએ યહોવાના પર્વતોમાં આવેલી ખીણમાં જવાની શરૂઆત કરી.

૧૨ યહોવાની ખીણ ૧૯૧૯થી આખી દુનિયાના સાચા ભક્તોને રક્ષણ આપી રહી છે. ઘણાં વર્ષોથી અનેક દેશોમાં પ્રચાર અને બાઇબલ સાહિત્ય પર પ્રતિબંધ હતો. હજી પણ કેટલીક જગ્યાએ એવો પ્રતિબંધ છે. રાષ્ટ્રો ગમે એટલો પ્રયત્ન કરે તોપણ તેઓ સાચી ભક્તિને કદી કચડી નહિ શકે! યહોવાનો શક્તિશાળી હાથ હંમેશાં તેમના ભક્તો પર હશે.—પુન. ૧૧:૨.

૧૩. રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહેવા શું કરીશું? અત્યારે એ ખીણમાં રહેવું કેમ વધારે મહત્ત્વનું છે?

૧૩ જો આપણે યહોવાને વળગી રહીએ અને સત્યમાં મક્કમ રહીએ, તો યહોવા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણને રક્ષણ આપશે. આમ, કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણને ‘તેઓના હાથમાંથી છીનવી લે’ એવું તેઓ થવા નહિ દે. (યોહા. ૧૦:૨૮, ૨૯) યહોવા કોઈ પણ મદદ આપવા તૈયાર છે, જેથી આપણે તેમને વિશ્વના માલિક તરીકે આધીન રહી શકીએ અને મસીહી રાજ્યની વફાદાર પ્રજા બની રહીએ. એ બહુ જરૂરી છે કે આપણે રક્ષણ માટે ઈશ્વરની ખીણમાં રહીએ. ઝડપથી આવી રહેલી મહાન વિપત્તિમાં સાચા ભક્તો માટે એ ખીણ ઘણી જ મહત્ત્વની હશે.

‘યુદ્ધનો દિવસ’ આવી પહોંચ્યો છે

૧૪, ૧૫. યહોવાના યુદ્ધના દિવસે, જેઓ રક્ષણ આપતી “બહુ મોટી ખીણ”ની બહાર હશે તેઓનું શું થશે?

૧૪ જેમ દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે, તેમ યહોવાના ભક્તો પર શેતાન વધારે હુમલા કરશે. યહોવા નક્કી કરશે કે શેતાનનો કયો હુમલો છેલ્લો હશે. ત્યારે યહોવાનો ‘યુદ્ધનો દિવસ’ આવશે, જેમાં તે દુશ્મનો સામે લડશે. યહોવા પોતાને એવું યુદ્ધ લડનારા સાબિત કરશે, જે પહેલાંની કોઈ પણ ‘લડાઈ’ કરતાં અદ્‍ભુત હશે.—ઝખા. ૧૪:૩.

૧૫ યહોવાના યુદ્ધના દિવસે, જેઓ રક્ષણ આપતી “બહુ મોટી ખીણ”ની બહાર હશે તેઓનું શું થશે? તેઓ પર “પ્રકાશ” હશે નહિ એટલે કે ઈશ્વરની કૃપા નહિ હોય. એ યુદ્ધના દિવસે ‘ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં તથા સર્વ પશુઓ,’ જેઓ રાષ્ટ્રોના યુદ્ધના હથિયારોને રજૂ કરે છે તેઓને અસર થશે. એટલે કે યુદ્ધમાં વપરાતાં હથિયારો અને સાધનો નકામાં બની જશે. યહોવા ‘મરકી’ અથવા રોગચાળો પણ લાવશે. દુશ્મનોની આંખો અને જીભ “ક્ષીણ” થશે એટલે કે સડી જશે. આપણે એ જાણતા નથી કે એવું શારીરિક રીતે થશે કે કેમ. પણ, એ જાણીએ છીએ કે દુશ્મનો આપણને નુકસાન નહિ પહોંચાડી શકે અથવા યહોવાની વિરુદ્ધ નહિ બોલી શકે. (ઝખા. ૧૪:૬, ૭, ૧૨, ૧૫) દુશ્મનો ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય, તેઓ વિનાશથી નહિ બચી શકે. એ યુદ્ધમાં શેતાનનો સાથ આપતાં લશ્કરોનો ભયંકર નાશ થશે. (પ્રકટી. ૧૯:૧૯-૨૧) ‘એ દિવસે યહોવાથી નાશ પામેલા, પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે.’—યિર્મે. ૨૫:૩૨, ૩૩.

૧૬. યહોવાનો યુદ્ધનો દિવસ જેમ નજીક આવે છે તેમ, કયા પ્રશ્નો પૂછવાની જરૂર છે? આપણે શું કરવાની જરૂર છે?

૧૬ યુદ્ધો હંમેશાં દુઃખ-તકલીફો લાવે છે. જેઓ જીતવાના છે તેઓ ઉપર પણ મુશ્કેલીઓ આવે છે. કદાચ ખોરાક ખૂટી જાય, સંપત્તિનો નાશ થાય, જીવન જીવવું અઘરું બને. સ્વતંત્રતા છીનવાઈ જાય. જો આપણા પર આવી તકલીફો આવે, તો કઈ રીતે વર્તીશું? શું ડરી જઈશું? આવાં દબાણોમાં શું આપણે શ્રદ્ધા ગુમાવી દઈશું? શું આપણે આશા ગુમાવી દઈશું અને નિરાશામાં ડૂબી જઈશું? મહાન વિપત્તિ દરમિયાન એ કેટલું મહત્ત્વનું હશે કે બચાવ કરવાની યહોવાની શક્તિમાં આપણે પૂરો ભરોસો રાખીએ અને રક્ષણ આપતી તેમની ખીણમાં રહીએ!—હબાક્કૂક ૩:૧૭, ૧૮ વાંચો.

“જીવતાં પાણી નીકળીને વહેશે”

૧૭, ૧૮. (ક) “જીવતાં પાણી” શું છે? (ખ) “પૂર્વ સમુદ્ર” અને “પશ્ચિમ સમુદ્ર” શાને બતાવે છે? (ગ) તમે કયો પાકો નિર્ણય કર્યો છે?

૧૭ આર્માગેદન પછી મસીહી રાજ્યમાંથી “જીવતાં પાણી” ભરપૂર પ્રમાણમાં વહેતાં રહેશે. આ “જીવતાં પાણી” યહોવાએ કરેલી હંમેશ માટેની જીવનની ગોઠવણને બતાવે છે. “પૂર્વ સમુદ્ર” એ મૃત સરોવર દર્શાવે છે અને “પશ્ચિમ સમુદ્ર” એ ભૂમધ્ય સમુદ્રને દર્શાવે છે. બંનેવ સમુદ્ર લોકોને રજૂ કરે છે. મૃત સરોવર એવા લોકોને બતાવે છે, જેઓ કબરમાં છે અને જેઓને ભાવિમાં ફરીથી જીવતા કરવામાં આવશે. ભૂમધ્ય સમુદ્ર જીવોથી ભરપૂર છે અને એ “મોટી સભા”ના લોકોને બતાવે છે, જેઓ આર્માગેદનમાંથી બચશે. (ઝખાર્યા ૧૪:૮, ૯ વાંચો; પ્રકટી. ૭:૯-૧૫) આમ, બંનેવ સમૂહ “જીવનના પાણીની નદી”માંથી “જીવતાં પાણી” પીશે અને આદમથી મળેલા મરણમાંથી છૂટકારો પામશે.—પ્રકટી. ૨૨:૧, ૨.

[પાન ૨૧ પર ચિત્ર]

રક્ષણ આપતી યહોવાની ખીણમાં રહેવાનો પાકો નિર્ણય કરો

૧૮ આ દુષ્ટ દુનિયાનો નાશ થશે ત્યારે આપણે યહોવાના રક્ષણને લીધે બચી જઈશું અને તેમની ન્યાયી નવી દુનિયામાં પહોંચીશું. ભલે બધાં રાષ્ટ્રો આપણો ધિક્કાર કરે તોપણ, પાકો નિર્ણય કરીએ કે આપણે ઈશ્વરના રાજ્યની પ્રજા બની રહીશું અને યહોવાની રક્ષણ આપતી ખીણમાં હંમેશાં રહીશું.

a પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૧૬૮-૧૬૯ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો